________________
૪
અંચલગચ્છ દિગ્દર્શન અબીજ છે. અહીં માત્ર ધર્મમૂર્તિરિના પ્રતિષ્ઠા-લેખને આધારે કેટલીક પ્રતિષ્ઠાઓનું સંક્ષિપ્ત વર્ણન કરીશું. ૧૬૨૮ (૧) માઘ માસે શુક્લપક્ષે ૧૩ ને બુધવારે શ્રી બીમાલ જ્ઞાતીય સત્ર જસા ભાઇ જસમારે પુત્ર
સો. અભા ભાવ મનકાઈ પુછ લખાએ સ્વપુણ્યાર્થે શ્રી પાર્શ્વનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની
પ્રતિષ્ઠા કરાવી. ૧૬૪૪ (૧) ફાગણ સુદ ૨ ને રવિવારે અમદાવાદના રહેવાસી શ્રીશ્રીમાલ જ્ઞાતીય સારુ રહીઆ ભાવ
નાકૂ સુ ભીમા ભાઇ અજાઈ સુ સુશ્રાવક સાઇ નાકરે ભાવ ભકૂ સહિત સ્વશ્રેયાર્થે શ્રી સુમતિ
નાથ બિંબ ભરાવ્યું. ૧૬૫૪ (૧) માઘ વદિ ૮ ને રવિવારે શ્રીશ્રીમાલ જ્ઞાતીય છે. રીડા ભાગ કેડમ, ભત્રીજા શ્રેટ લબ્ધ
છે. ભીમજીએ શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, ગાંધી હાંસાએ તેની પ્રતિષ્ઠા કરાવી અલાઈ ૪૨ વર્ષે. (૨) એ જ દિવસે વંત્રાસગોત્રીય સં૦ ડુંગરે શ્રી સુપાર્શ્વ બિંબ ભરાવ્યું જેની ગાંધારનગરમાં પ્રતિષ્ઠા થઈ (૩) એ જ દિવસે ઓશવાળ જ્ઞાતીય લેતાગેત્રીય સાવ જેઠા ભાઇ જેઠશ્રી સુત રાજૂ ભા રાજશ્રી સુશ્રાવક સાવ રેખા ભા. રેખશ્રી સુ. સોનપાલ ભા. સોનશ્રીએ શ્રી સુવિધિનાથ
બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૬૫૯ (1) માહ સુદી ને સેમવારે રાઠોડવંશી રાઉત ઉદયસિંહના રાજ્યમાં વાફપત્રાકાનગરે કંપશ્રી.
અંચલગચ્છીય સમસ્ત સંઘે શાંતિ શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ પ્રસાદ કરાવ્યો, બાહડમેરમાં. ૧૫૮૧. સં. ૧૬૫૯ ને બાડમેરના શ્રી પાર્શ્વનાથજીના મેટા મંદિરના સભામંડપને ઉક્ત લેખ આ પ્રમાણે છે:
ॐ नमो भगवते श्री पार्श्वनाथाय नमः ॥ संवत् १८५९ (?) वर्षे माह सुदी ५ शुक्लपक्ष प्रतिपदा तिथौ सोमवासरे राठऊडवंशे राउत श्री उदयसिंह वाक्पत्राकानगर ..જે હુંs શ્રી માં...વીય સમિઃ | શ્રી વિપક્ષથમિયાન યુનાઇધાન શ્રીમ
श्री धर्ममूर्तिसूरि अंचलगच्छीय समस्त श्री संघमें शांति श्रेयोर्थ श्रीपार्श्वनाथप्रासाद પતિઃ
૧૫૮૨. ઉપર્યુક્ત શિલાલેખ દ્વારા જાણી શકાય છે કે ધર્મમૂર્તિ સૂરિના ઉપદેશથી બાડમેરના અંચલગચ્છીય સંઘે ત્યાં શ્રી પાર્શ્વનાથ જિનાલયનું નિર્માણ કર્યું. લેખમાં જોધપુરના મહારાજા ઉદયસિંહના નામનો પણ ઉલ્લેખ છે. તેમને માટે કર્નલ ટોડ રાજસ્થાનના ઇતિહાસમાં જણાવે છે કે * ઉદયસિંહના રાજ્યાભિષેક સંબંધમાં પૃથક પૃથક ભદગ્રંથોમાં ભિન્ન ભિન્ન વિધાન ઉપલબ્ધ થાય છે. કેટલાક જણાવે છે કે રાજા માલદેવનું મૃત્યુ થયા પછી અ૫ કાળમાં, અર્થાત ઈ. સ. ૧૫૬૯ માં તે મારવાડના સિંહાસન પર બેઠો હતો, અને કોઈ તેને ઈ. સ. ૧૫૮૪ માં સિંહાસનરૂઢ થયેલે જણાવે છે. આ ઉભય મતોમાંથી કયો મત સત્ય છે, તેને નિર્ણય અમારાથી થઈ શકતો નથી.'
૧૫૮૩. પ્રસ્તુત શિલાલેખમાં પ્રતિષ્ઠાનું વર્ષ સં. ૧૮૫૯ હેઈને તે ધર્મમૂર્તિ સરિ કે મહારાજા ઉદયસિંહના શાસનકાળ સાથે બંધબેસતો નથી. પુરણચંદ નાહર આ લેખ એકસાઈથી તેમજ સંપૂર્ણ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com