________________
શ્રી ધર્મભૂતિસરિ
૨૮૫ રીતે ઉકેલી શક્યા નથી, નહીં તો ઉપર્યુક્ત ઐતિહાસિક બાબતોમાં ઘણો જ પ્રકાશ પાડી શકાત. નાહરજીએ આ શિલાલેખ “જેન લેખ સંગ્રહ ' ખંડ ૧, લેખાંક ૭૩ માં પ્રકટ કર્યો છે. મહારાજા ઉદયસિંહને ઇ પુત્ર શરસિંહ સં. ૧૬૫૧ માં તખ્તનશીન થયે હેઈને આ લેખ તે પહેલાને હે જોઈએ. અન્ય દૃષ્ટિથી સં. ૧૬૫૯ ન પણ હોઈ શકે.
૧૫૮૪. અગરચંદજી નાહટા આ બાબતમાં “ અંચલગીય લેખસંગ્રહ 'ના કિંચિત્ વક્તવ્યમાં જણાવે છે કે “ પ્રસ્તુત લેખમાં ઉદયસિંહના આગળ “રાઉત” વિશે પણ લખેલું હોઈને લેત ઉદયસિંહ જોધપુરના રાજા નહીં પરંતુ કોઈ ગામના ઠાકોર હતા એમ સિદ્ધ થાય છે. જોધપુરના રાજા ઉદયસિંહને સ્વર્ગવાસ તે સંવત ૧૬૫ર ના અષાઢ સુદી ૧૨ કે ૧૫ માં થયે હતો. એટલે લેખમાં કહેલા ઉદયસિંહ જોધપુરના રાજા તો ન જ હોઈ શકે. લેખને સંવત ૧૮૫૯ હેવામાં બાધારૂપ માત્ર ધમમૂર્તિરિનું નામ જ છે, પરંતુ મારા ખ્યાલથી લેખને સારી રીતે વાંચી જવો જોઈએ. લેખમાં “વાફપત્રાકાનગર” નામ આવે છે. પરંતુ તેને બાડમેર કેમ માની લેવામાં આવ્યું? એને માટે તે સંસ્કૃતમાં “વાભટ મેરુ ” પ્રવેગ મળે છે.'
૧૫૮૫. આ બાબતમાં નિર્ણય કરવામાં અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીને ઉલ્લેખ ૫ણ સહાયભૂત થાય એમ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ધર્મમૂતિ મૂરિ સં. ૧૬૫૬ માં બા મેર પધાર્યા. ત્યાં રાઠોડવંશીય ઉદયસિંહ નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરનો કુંપા નામને શ્રેષ્ઠી રાજાને મંત્રી હતો. તેને જૈન ધર્મમાં દઢ શ્રદ્ધા હતી. તેણે આડંબરપૂર્વક આચાર્યને નગરપ્રવેશ કરાશે. આચાર્યના ઉપદેશથી કંપા છીએ ત્યાં એક જિનપ્રાસાદ બંધાવ્યો, તથા શ્રી પાર્શ્વનાથાદિ ત્રણ જિનબિંબની મહા સુદી ૫ ને સોમવારે પ્રતિષ્ઠા કરાવી. ચાતુર્માસ બાદ કંપાએ ગુરુના ઉપદેશથી સંઘ સહિત શ્રી ગોડી પાર્શ્વનાથ તીર્થની યાત્રા કરી પંદર હજાર જેટલું દ્રવ્ય ધર્મમાર્ગમાં ખરચ્યું.
૧૫૮૬. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ થઈ હોવાના ઐતિહાસિક પ્રમાણે પ્રચુર પ્રમાણમાં ઉપલબ્ધ છે. ધર્મમૂર્તિરિ અને એમના સમર્થ પટ્ટશિષ્ય કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી થયેલી એતિહાસિક પ્રતિષ્ઠાઓએ જૈન શાસનની તવારીખમાં સુવર્ણ–પૃષ્ઠ પૂરું પાડ્યું હોઈને તેની સપ્રમાણ ચર્ચા હવે પછીના પ્રકરણમાં કરીશું. આ પ્રતિષ્ઠાઓ સાથે વણાઈ ગયેલી ગચ્છ-સંગદનની પ્રવૃત્તિને ગૌરવાન્વિત ઉલ્લેખ પણ એના અનુવંગમાં કરીશું અને ગચ્છપ્રવૃત્તિને યથોચિત પરિચય મેળવીશું. જ ધર્મમૂર્તિ સૂરિ અને કલ્યાણસાગરસૂરિના સમયમાં આ ગએ આદરેલી આધ્યાત્મિક પ્રવૃત્તિ ખરેખર, વિશેષ ઉલ્લેખ માગી લે એવી મહત્ત્વપૂર્ણ અને ઉદાત્ત છે. ગ્રંથકાર ધર્મમૂર્તિસૂરિ
૧૫૮૭. આપણે જોઈ ગયા કે ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી અનેક ગ્રંથભંડારો સર્જાયા કે પુનરુદ્ધાર પામ્યા. એમના સમયમાં અનેક સાહિત્યકૃતિઓ રચાઈ જે અંગેના સપ્રમાણુ નિદેશે પણ આપણે કરી ગયા. ધર્મમૂર્તિરિ ગ્રંથકાર હતા કે નહીં અને જે તેઓ ગ્રંથકાર હોય તો તેમની કઈ કૃતિ ઉપલબ્ધ છે કે નહીં એ પ્રશ્નની વિચારણું અહીં પ્રસ્તુત છે.
૧૫૮૮. અમરસાગરસૂરિને નામે પ્રકાશિત થયેલી પટ્ટાવલી દ્વારા જાણી શકાય છે કે ધર્મ સિરિએ પડાવશ્યકવૃત્તિ” તથા “ ગુણસ્થાનકમારોહ બૃહવૃત્તિ ” નામના બે ગ્રંથે રચેલા છે,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com