________________
૩૮૮
અચલગ છ દિને ઉલ્લેખ હેઈને તે પહેલાં સં. ૧૬૭૧ ના વર્ષમાં ધર્મતિરિ કાળધર્મ પામ્યા હશે એમ નક્કી થાય છે. આ બધા પ્રાચીન ઐતિહાસિક પ્રમાણેથી સિદ્ધ થાય છે કે ધર્મમૂતિ સૂરિ પ્રભાસપાટણમાં નહીં પરંતુ અણહિલપુર પાટણમાં દિવંગત થયા હતા.
૧૫૯૮. ધર્મમૂતિસૂરિ મહાન તપસ્વી હતા. ડો. કલાટે એમના માટે કહ્યું કે He is called tyagi. પ્રાચીન પ્રમાણમાંથી પણ આચાર્યના ત્યાગમય જીવન વિશે ઘણું જાણી શકાય છે. તેમણે ક્રિષ્કાર કરીને આ ગચ્છને પુનરૂદ્ધાર કર્યો એમ કહેવામાં જરાયે બાધા નથી. આ ગચ્છની આધ્યાત્મિક પ્રવૃત્તિને ત્યાગમાર્ગે વાળી તેને ચેતનવંતી કરવામાં ધર્મમૂર્તિ સૂરિનો ફાળો અસાધારણ છે. એ જ આચાર્યનું મહાન પ્રદાન છે. એમના સમર્થ શિષ્ય કલ્યાણસાગરસૂરિએ ગચ્છ–પ્રવૃત્તિને સર્વોચ્ચ શિખરે પહોંચાડી એ વિશે પછીના પ્રકરણમાં વિચારશું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com