________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૬૮૧ સેjજ હમારા હૈ સો વિચાર તજવીજ કરેગા, સેનું જા તમામ જૈન મારગ હૈ, કૃપાદાન-પરવાના કર્મચંદકા હૈ...” જુએ અગરચંદજી તથા ભંવરલાલજી નાહટા કત “યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ ” પરિશિષ્ટ છે. મૂળ ફરમાનનો આ અનુવાદ બીકાનેરના મોટા ઉપાશ્રયમાં બૃહદ જ્ઞાનભંડાર થિ ૧ ૧૯ મી સદીમાં લખાયેલી એક પ્રતની નકલ કરી તેમણે પ્રકાશિત કરેલ છે. અનુવાદ કરનારની અસાવધાનીના અંગે કેટલીક ભૂલો અનુવાદમાં રહી ગયેલ જણાય છે. આથી મૂળ ફરમાનો તપાસવા ઘટે છે.
૧૫૬૫. આવા એક ફરમાનપત્રની નકલમાંથી અંચલગચ્છના ઈતિહાસને ઉપયોગી માહિતી આ પ્રમાણે મળે છે – “આટલી વખત ૧૫૯૧ સનમેં મજાહીદખાન ગુજરાતીને રહેવું તેડા, કિતતીક મૂરતાં તોડી...ઉસ પીછે એક હજાર પાંચ આર (મું) શૈત્રુંજા જાહીદખાન જાગીરમેં મિલા ઉસ પી છે અંચલગરછકે જસવંત પસારી બહુત આતા જતા મુજાહીદખાનકા જાગીરમે', ઉસ(ને) અપને સાહિબકું વનતિ કિયા, ફાગુણ સુદિ ૩ સુકરવારકે દિન અમારત શુરુ કરી, એક બડા દેવલ બનાયા ૩૫ છોટે બનાયે...અચલગચ્છકે બનિયેને બોહર અ(૨)સ (૨) બબસ્વાલને (?) ૩ વરસ તલક કિલેમેં અંબારત કિયા, બડે દેહર ૩ (તીન) બનાયે ઔર છોટે ૯ બનાયે..
૧૫૬૬. અલ્લાહો અકબરથી શરૂ થતા એક બીજા એવા જ ફરમાનમાંથી પણ ઉપર્યુક્ત હકીક્તને મળતી જ નકલ પ્રાપ્ત થાય છે, જે આ પ્રમાણે છે–“ (સં)૧૫૦(૬) મે સતરંજા મજાહિદ ખકે. જાગીરમેં દિયા ગયા, જસવંત ગંધી (ખૂશબૂ બેચનેવાલા) જે કિ અંચલગચ્છા થા, ઔર મજાહિદમાં કે દરબારમેં બહુત દખલ (અસર) રખતા થા, ઉસને મજાહિદખાશે અર્જ કરકે ઉસી સં. મેં ફાગણ સુદી ૩ જુમે (શુક્રવાર) કી રાત કિલેમેં તામીર (બનાના) શુરૂ કિયા. એક બડા દેહરા ઔર ૫ છોટે દેહરે બનાયે...ચૌહત ઔર વીરપાલ બનીને જે કિ અંચલિયા ગિરેહકા મુરીદ થા, (ઉસને) ઈમારતે બનાકર કામ તીન સાલ તક જારી રખા, તીન બડે દેહરે ઔર ૯ છોટે દેહરે બનાવાયે...”
૧૫૬૭. ઉક્ત ફરમાનોની પ્રાચીન નકલમાં સંવતક્રમ બરાબર જળવાયો નથી. તેમજ નામોમાં પણ ખલનાએ થયેલી છે, છતાં તેમાંથી સ્પષ્ટ તારવી શકાય છે કે સં. ૧૫૬૪ માં શત્રુંજયને મજીદખાનને જાગીરમાં આપવામાં આવેલ. તેના રાજ્ય દરબારમાં અત્તરને વ્યાપારી જસવંત, જે અંચલગચ્છને શ્રાવક હતો, તેનો પ્રભાવ ઘણો હતો. તેણે મજીદખાનને વિનંતિ કરી એજ વર્ષે ફાગણ સુદી ૩ ને શુક્રવારે શત્રુંજય ઉપર એક મોટું તથા ૩૫ નાનાં જિનાલય બંધાવ્યાં. મજીદખાં મૂર્તિ વિદ્વપક : હોઈને એના દરબારમાં વગ ધરાવનાર અંચલગચ્છીય શ્રાવક સવંતના પ્રયાસથી આ જિનાલયનું નિર્માણ શકય બન્યું. એ પછી ચૌહત અને વીરપાલ નામના અંચલગચ્છીય શ્રાવકે એ પણ શેત્રુજય ઉપર ત્રણ વર્ષ સુધી બાંધકામ કરાવીને ત્રણ મોટાં અને નવ નાનાં જિનાલ બંધાવ્યાં.
૧૫૬૮. મજાહિદખાન એ કોણ? “એપીગ્રાફીઆ ઈન્ડિકા ” ના બીજા ભાગના છઠ્ઠા પ્રકરણની પ્રસ્તાવનામાં સુપ્રસિદ્ધ ઇતિહાસગ્ન ડે. બુલર જણાવે છે કે–ખાન મઝાદ અગર મઝાદક, જેને શત્રુંજયના સં. ૧૫૮૭ ના લેખમાં બહાદુરને વછર કહે છે તે હું ઓળખી શકતા નથી ! મજીદખાન બહાદુરને વછર નહિ પણ સોરઠનો સુબો હતો. જુઓ “ગુજરાતનો અર્વાચીન ઈતિહાસ ” (પૃ. ). કશાહે સં. ૧૫૮૭ ના વૈશાખ વદિ ૬ ને રવિવારે શત્રુંજયને ઉદ્ધાર કર્યો એ વખતે શત્રુજ્ય મજીદખાનની જ જાગીરરૂપે હતો. આથી સ્પષ્ટ છે કે અંચલગચ્છીય શ્રાવકોએ અકબરના ફરમાનપત્રમાં વર્ણવેલા જિનાલયો વિક્રમની સોળમી સદીના ઉત્તરાર્ધમાં બંધાવ્યાં હશે. આ જિનાલયો હાલ વિદ્યમાન છે કે નહીં તે વિષે પણ કશું કહી શકાતું નથી. એ બધાનું અસ્તિત્વ રહ્યું હોય તે પણ તેમને ઓળખવાનું કાર્ય કષ્ટસાધ્ય જ છે. ગઈ શતાબ્દીમાં અંચલગરછના આચાર્યોના ઉપદેશથી અનેક જિનાલય બંધાય છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com