________________
૩૮d
અંચલગચ્છ દિદન સખત સજા કરવી એ પણ પ્રાચીન પ્રસિદ્ધ બૌદ્ધ અને જૈન સમ્રાટોના રિવાજ અનુસાર જ કાર્ય હતું. આ આજ્ઞાઓ-ફરમાનોથી અકબરની પ્રજાને ઘણાં લેકોને, ખાસ કરીને મુસલમાનોને ઘણુ મુશ્કેલી પડી હશે. '
૧૫૬૦. ડૉ. સ્મિથ “અકબર” નામમા ગ્રંથમાં કહે છે કે- માંસાહાર પરત્વે સમ્રાટને બિલકુલ રુચિ નહોતી, અને જીવનના અંતિમ ભાગમાં તો જ્યારથી પોતે જૈનોના સમાગમમાં આવ્યા ત્યારથી તે એને ત્યાગ કરી દીધો.
૧૫૬૧. “જેને ટીચર્સ ઓફ અકબર' નામના ગ્રંથમાં ડૉ. સ્મિથ જણાવે છે કે-“પણ જૈન સાધુઓએ વર્ષો સુધી અકબરને ઉપદેશ આપ્યો હતો કે જેને અકબરના કાર્યો પર મોટો પ્રભાવ પડ્યો હતો. તેઓએ પિતાના સિદ્ધાંતોને સ્વીકાર એટલે સુધી કરાવ્યું હતું કે લોકો સમ્રાટને જૈન સમજતા થઈ ગયા હતા.” લેકોની આ સમજ કેવળ અનુમાન પ્રેરિત નહોતી, પરંતુ સમ્રાટના વાસ્તવિક જીવનને આધારિત જ હતી. વિદેશી મુસાફરોને પણ અકબરનું આચરણ નિહાળીને એવી પ્રતીતિ થઈ ગઈ કે અકબર જૈન સિદ્ધાતિને અનુયાયી હતો. આ સંબંધમાં છે. સ્મિથ “અકબર' નામના ગ્રંથમાં એક મહત્ત્વની વાત પ્રકટ કરે છે. પિનહેરે નામના એક પોર્ટુગીઝ પાદરીના પત્રના એ ભાગને એમણે ઉદ્ધત કર્યો છે કે જે ઉપર્યુક્ત કથનને સિદ્ધ કરે છે. આ પત્ર પિનહેરોએ લાહોરથી સન ૧૫૯૫ના ડિસેમ્બરની ૩જી તારીખે લખ્યો હતો જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે-“ He follows the sect of the Jains.”
૧૫૨. અકબરને જૈનધર્માભિમુખ કરવાનું શ્રેય પ્રત્યેક ગચ્છને ફાળે છે. એણે તીર્થરક્ષા કે અમારિ ઘોષણ અંગે અનેક ફરમાનપત્રો કાઢેલ છે. તપાગચ્છ અને ખરતરગચ્છના આચાર્યોના ઉપદેશથી સમ્રાટે કાઢેલા ફરમાને એ ગોએ જાળવી રાખ્યા હેઈને કહી શકાય છે કે સમ્રાટના ધાર્મિક વિચારો પર પ્રભાવ પાડવાનું જે જૈન ગુરુઓ વિષે કહેવાય છે, તેઓ હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ, ભાનુચંદ્ર ઉપાધ્યાય, જિનચન્દ્રસૂરિ ઈત્યાદિ હતા. અંચલગચ્છના આચાર્યોને મોગલ સમ્રાટો સાથેનો સંપર્ક પદાવલીઓ કે ગ્રંથો ઉપરથી જાણી શકાય છે. એમના ઉપદેશથી પણ મોગલ સમ્રાટોએ ફરમાનપત્રો કાઢ્યા હશે એ
છે. પરંતુ આ એક્ય ફરમાન આજે ઉપલબ્ધ રહ્યો ન હોઇ ને મોગલ સમ્રાટો પર અંચલગચ્છીય આચાર્યોએ પાડેલા પ્રભાવ વિશે ચોકસાઈથી વિશેષ કહી શકાતું નથી એ દુર્ભાગ્યને વિષય છે. અકબરના ફરમાનપત્રોમાં અંચલગચ્છની મહત્તા
૧૫૬૩. અંચલગચ્છીય આચાર્યોના ઉપદેશથી પ્રાપ્ત થયેલ ફરમાનપત્રો આજે અનુપલબ્ધ હોવા છતાં અન્ય ગોને પ્રાપ્ત થયેલા ઉપલબ્ધ ફરમાનપત્ર ઉપરથી પણ અંચલગચ્છનું પ્રભુત્વ સમજી શકાય છે. અકબરે કાઢેલે ફરમાનામાં અંચલગચ્છને અનેક સ્થાને ઉલ્લેખ હેઈને સમ્રાટ આ ગચ્છને આચાર્યોથી તદ્દન અલિપ્ત કે અનભિજ્ઞ રહ્યો હોય એ માનવાને કોઈ કારણ નથી.
૧૫૬૪. શત્રુંજય ઉપર નવીન જિનાલય બંધાવવા સંબંધમાં તપાગચ્છ અને ખરતરગચ્છ વચ્ચે ઉગ્ર કલહ થયેલે. આવા કલહની ઉપશાંતિ માટે અકબરે ફરમાને કાઢેલ છે, જેમાંથી આ તીર્થ વિષે મહત્ત્વપૂર્ણ બાબતે પણ જાણવા મળે છે. ગિરનાર, શત્રુંજય અને પાલીતાણા નગરનાં જિનાલની સુરક્ષા નિમિત્તે અકબરે મંત્રી કર્મચંદ્રને આધીન કરવા સાથે તેના ફરમાન લખી આપવાનું, શત્રુંજયના કિલ્લામાં નવીન જિનાલય બંધાવવા ભાનચંદ્રજીએ નિષેધ કરવાનો ઉલ્લેખ પણ એમાં છે. શત્રુંજય અંગે
ભવિષ્યમાં આવા કલહ ન થાય એ માટે સમ્રાટે નિર્ણય આપ્યો કે “સતરુંજા અરુ આદિનાથકા દેહરા કિલ્લા તમામ જૈન ભાગકા હૈ, અગર કોઈ દાવા-ફરત કરે સે ગૂઠા, અગર કઈ તપામતકે કહતે હૈ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com