________________
હ૬૮
અંચલગચ૭ દિગ્દર્શન वेलराजगणि शिष्य पुन्यलब्धि महोपाध्याय तत् शिष्य उपाध्याय भानुलब्धि सा० सहितेन ॥
૧૪૯૧. ઉપા. ભાનુલધિના આજ્ઞાવતી શિડ્યા સાધ્વી ચંદ્રલક્ષ્મી અને તેમની શિષ્યા કરમાઈ શિ. પ્રતાપશ્રી ઈત્યાદિનો નામોલ્લેખ “જ્ઞાનપંચમી કથા” ની પ્રત પુષ્પિકા દ્વારા મળી રહે છે. ઉક્ત પ્રત સં. ૧૬ ૧૯ ના માગશર સુદી રને શુક્રવારે જલાલુદ્દીન અકબરના રાજ્યમાં મેવાત મંડલ અંતર્ગત તિજારા નગરમાં ધર્મમૂતિસૂરિના પટ્ટનાયકકાલ દરમિયાન લખાઈ. સં. ૧૬૩૩ ના ભાવ સુદી ૧૫ ને શુક્રવારે રય. વડી નગરમાં ભાનુલબ્ધિના શિષ્યા સાધ્વી કરમાઈના પાનાર્થે સેવકકૃત “ઋષભદેવ વિવાહલું "ની પ્રત ખેમરાજે લખી એમ પ્રત પુપિકા દ્વારા પ્રતીત થાય છે.
૧૪૯૨. મેવાત અંતર્ગત તિજારામાં, મધ્યપ્રદેશના નાગપુરમાં, યેવડી નગરમાં ભાનુલબ્ધિને સવિશેષ વિહાર હતો. શક્ય છે કે તેઓ રાજસ્થાનના હોય અને ગુજરાત બહાર બહુધા વિચર્યા હોય. તિજાપાનગરમાં સં. ૧૬૩૦ ના માગસર વદિ ૮ ને સોમવારે, પાતશાહ જલાલુદ્દીન અકબરના રાજ્યમાં “પપાતિકસૂત્ર વૃત્તિ ની એક પ્રત એમના વાંચનાર્થે લખાઈ. જુઓ પુષ્પિકા–
संवत् १६३० वर्षे मार्गसर वदि ९ सोमवारे श्री अंचलगच्छे वा० श्री वेलराज शिप्य श्री पुण्यलब्धि महोपाध्याय शिष्य श्री भानुलब्धि उपाध्याय वाचनाय लिखिता तिजारामध्ये पातिसाहि जलालुदीन अकबरराज्ये ॥
૧૪૯૩. બીકાનેરના શ્રી વાસુપૂજ્ય મંદિરની ધાતુમતિ ઉપર ભાનુલબ્ધિને પ્રતિષ્ઠાલેખ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે:
सं० १६०१ ५० ज्येष्ठ सु० ८ श्री अञ्चलगच्छे वा० वेलराज ग० शि० उपा० श्री पुण्यलब्धि शि० श्री भानुलब्धि उपाध्याय स्वपूजन श्री चिन्तामणि पार्श्वनाथः । જુઓ “બીકાનેર લેખ સંગ્રહ ' લે. ૧૩૯૩. નાહટા સંપાદિત. આ લેખને આધારે ભાનુલબ્ધિ રાજસ્થાન તરફના હોય એ મતને વિશેષ પુષ્ટિ મળે છે. સં. ૧૬૦૧ માં પણ તેઓ ઉપાધ્યાયપદે હેઈને તેઓ સં. ૧૫૮૦ ની આસપાસ જગ્યા હશે. સં. ૧૬૩૩ ને ઉપયુક્ત ઉલ્લેખ અંતિમ છે. એ તેઓ સ્વલ્પ જીવ્યા હશે. ભાનુલબ્ધિના શિષ્યો તરીકે મેઘરાજ, ખીમરાજ વિગેરેના ઉલ્લેખ મળે છે. મેઘરાજા
૧૪૯૪. ઉક્ત ભાનલબ્ધિના શિષ્ય મેઘરાજ સત્તરભેદી પૂજાના કર્તા તરીકે પ્રસિદ્ધ છે. એ પૂજાનું મહાઓ અંચલગચ્છમાં વિશેષ છે. આ ગ્રંથકર્તાએ “ ઋષભ જન્મ” તથા “ જ્ઞાતા ૧૮ અધ્યયન’ નામક ગ્રંથ પણ લખ્યા છે. વિજ્યશીલ
૧૪૯૫. વા. હેમરશીલના શિષ્ય વિજયશીલે સં. ૧૬૪૧ના ભાવ વદિ ૧૧ને શુકે ખલાવેલીપુરમાં ચોમાસું રહીને ૬૩૧ કંડિકામાં “ઉત્તમ ચરિત” અપનામ “ઋષિરાજ ચરિત એપાઈ રચી. જુઓઃ ગૂ. ક. ભા. ૩, પૃ. ૭૭૪-૫. વિજયશીલના શિષ્યો જસકીર્તિ, દયાશીલ વિગેરે પણ સાહિત્યકારે હતા. વાચનાચાર્ય કમલશેખર :
૧૪૯૬. વાચક વેલરાજ ગણિ શિ. વા. લાભશેખરગણિના શિષ્ય વાચક કમલશેખર ગ્રંથકાર તરીકે પ્રસિદ્ધ છે. તેઓ શેખરશાખાના હતા. ૧૭ મી શતાબદીમાં એ શાખાને વિસ્તાર ઘણે હાઈને તેમાંથી
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com