________________
૩૭o
અંચલગચ્છ દિગ્દર્શન વલી વંદ સહિગુરુ આપણું, જેહનઈ નામિઈ નહીં રિધિમગ;
શ્રી શ્રી કમલશેખર વણારીસ, સમરું નામ તેનું નિસિ દીસ. ૧૫. ઉક્ત ગ્રંથની એક પ્રત વિત્યશેખરે સં. ૧૬૪૪ ના વૈશાખ સુદી ૧૩ ને સામે આગરા નગરમાં સાવિકા, પુથ પ્રભાવિકા સપિના વાંચનાથે લખી તેમાં તથા કમલશેખરના અન્ય પ્રશિષ્ય વિકોખરે સં. ૧૬૪૮ ના પોષ સુદી ૩ ને બધે સાધ્વી વિમલાની શિષ્યા શલલમીના વાંચનાથે લખેલ “શાંતિ મૃગસુંદરી ચોપાઈની પ્રત પુપિકાઓમાં કમલશેખરને નામોલ્લેખ હોઈને તેઓ સં. ૧૯૪૮ સુધી વિદ્યમાન હતા એમ અનુમાન કરી શકાય છે. એ પછી કઈ ગ્રંથમાં એમના નામોલ્લેખ પ્રાપ્ત થતી નથી. શક્ય છે કે એ પછી તેઓ અલ્પ જીવ્યા હોય. આમ ગ્રંથકર્તાને જીવનકાલ સં. ૧૫૮૦ થી સં. ૧૬૪૮ સુધી તારવી શકાય છે.
૧૫૦૨. કમલશેખર વિશે આથી વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. છતાં ગ્રંથ પ્રશસ્તિઓ અને પ્રત પુપિકાઓમાં વિકી સામગ્રી દ્વારા એમને વિશે ઠીક ઠીક માહિતી ઉપલબ્ધ બની રહે છે. ગ્રંથકર્તાના પ્રશિષ્ય વિનયશેખર કૃત “શાંતિ મૃગસુંદરી ચેપઈની પ્રશસ્તિ દારા એમને વ્યક્તિત્વને સારો પરિચય મળી રહે છે –
તાસ તણુઈ પક્ષિ ગુણિરયણાયર, કમલશેખર વણારી છે;
ક્રિયાપાત્ર આ એણિ કાલિઈ, સઘલઈ કિસિ વિસે છે. અર્થાત વાચનાચાર્ય કમલશેખર ગુણના ભંડર, તેમજ ક્રિયાપાત્ર સાધુ હતા. એમની કીર્તિ બધે વ્યાપ્ત હતી. સત્યશેખર
૧૫૩. વા. કમલશેખરના શિષ્ય વા. સત્યશેખર વિશે પ્રાચીન ગ્રંથમાંથી પર્યાપ્ત પ્રમાણમાં ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. અલબત્ત, એમના અંગત જીવનની કોઈ બાબત પ્રકાશમાં આવી નથી. તો પણ એમનાં વ્યક્તિત્વ વિશે ગ્રંથેલ્લેખ દ્વારા ઘણું જાણી શકાય એમ છે. એમના શિષ્ય વિશેખર “યભદ્રપિઈની ગ્રંથ પ્રશસ્તિમાં જણાવે છે –
તેહ તણું શિષ્ય જગિ જયવંત, સત્યશેખર મુનિવર ગુણવંત,
જેહનઈ વદનિ વસઈ સરસતી, ચિરંજીવવું એહવા વરયતિ. ઉક્ત કવિ “શાંતિ મૃગસુંદરી એપની ગ્રંથપ્રશસ્તિમાં જણાવે છે –
તેહના શિષ્ય સદા સુખકારી, જયકારી જસ નામ;
સત્યશેખર મુનિવર પય નમતાં, સફલ ફલઈ સદુ કાંમજી. વિનયશેખર
૧૫૦૪. વા. સત્યશેખરના શિષ્ય વિનયશેખરે સં. ૧૬૪૩ ના મવા સુદી ૩ ને રવિવારે મેવાત અંતર્ગત બ્રહ્મવાદ-ખંભણવાડામાં ૧૪૪ કંડિકામાં “યશભદ્ર ચેપઈ ' તથા “ રત્નકુમાર રાસ' રચ્યાં. યશોભદ્ર ચેપઈની પ્રત કવિએ લખી તેની પુપિકા આ પ્રમાણે છે: “સંવત ૧૬૪૪ વર્ષ વૈશાખ શુદિ ૧૩ સોમે શ્રી અંચલગચ્છ શ્રી ધર્મમૂર્તિસૂરીશ્વર રાયે વાચનાચાર્ય વા. કમલશેખર ગણિ તત્ શિષ્ય રિષિ શ્રી ૬ સત્યશેખરગણિ તત શિષ્ય & વિનયશેખરેણ લિખિત શ્રી આગરાનગરે ગુરવારે તૈલાદ્ રક્ષેત જલાદ્ રક્ષત રક્ષેદ્ સ્થલ બંધનાત્ પરહતે ગતાદ્ રહેત એવં પુસ્તિકા.” જુઓ જે. ગૂ, ક. ભા.૧,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com