________________
૩૭૨
અંચલગ દિદશન વિવેકમેરુગણિના શિષ્ય મુશિલ “જિનપાલ-જિનરક્ષિત રાસ ની ગ્રંથ પ્રશસ્તિમાં પોતાના ગુરુ માટે વર્ણવે છે–વિવેકમેરુગણિ સંયમ ગુણ કરી વિચરતાજી, હું તય ચરણે લોણુ.” ૧૯. પં. મુનિશીલગણિ
૧૫૦૯. વાચક વિદ્યાસાગરગણિ શિ. પં. વિદ્યાશીલ શિ. વિવેકેમેરુગણિ શિ. મુનિશીલ સં. ૧૬૫૮ માં વિદ્યમાન હતા એ વર્ષને માઘ વદિ ૮ ને દિવસે “રવિશશિયરમાં રહીને “જિનપાલ-જિનરક્ષિત રાસ ની સંઘના આગ્રહથી રચના કરી. જુઓ : જે. ગૂ. ક. ભા. ૧, પૃ. ૩૯૨-૩.
૧૫૧૦. સં. ૧૬૬૩ ના કાર્તિક સુધી ૧૫ ને દિવસે પં. મુનિશીલગણિના વાંચનાર્થે સહજ સુંદર કૃત “પરદેશી રાજાને રાસની પ્રત ધર્મમૂર્તિસૂરિના વિજય રાજ્યમાં લખાઈ લાલણ ગોત્રીય સા. જેસા. -સુદા-રાજપાલ-મણિક-વીરદાસના પુત્ર તેજપાલે એ પ્રત જેસલમેરમાં સઉલ ભીમજીના વિજયરાજ્યમાં લખી. જુઓ પુપિકા -
सं० १६६३ वर्षे काति सुदि १५ दन । अंचलगच्छे श्री पूज्य श्री धर्ममूर्तिसूरीश्वरं विजयराज्ये पं० श्री मुनिशील गणि वाचनार्थे । लालणगोत्रे सा० जेसा तत्पुत्र सा० सूदा तत्पुत्र सा राजपाल तत्पुत्र सा मांणिक तत्पुत्र सा० वीरदास तत्सुत तेजपाल लिखितं श्री जेसलमेरू मध्ये राउल श्री भीमजी विजयराज्ये श्री ॥
૧૫૧૧. મુનિશીલ કૃત “શંખેશ્વર પાર્શ્વનાથ છંદ” (કંડિકા ૬૪) પણ ઉપલબ્ધ છે. ગ્રંથપ્રશસ્તિમાં કવિ પિતાનું નામ આ પ્રમાણે દર્શાવે છે.
લાભઈ તુજ નામિ લીલ, મુનિ જપઈ મુનિશીલ;
દેવ મઈ પ્રત્યક્ષ દીઠ, અખિ તો અમી પઈ. ૬૪ ૧૫૧૨. મુનિશીલગણિન વિહાર રાજસ્થાન તરફ સવિશેષ હોય એમ જણાય છે. બાડમેરના શ્રી પાર્શ્વનાથજીના જિનમંદિરની પ્રતિષ્ઠા લેખ આ વિધાનને પુષ્ટિ આપે છે. લેખ આ પ્રમાણે છે :
सं० १६६५ वर्षे उकेशवंशे सा० ठाकुरसी कु० प्र. क...प्रमुख श्री संघेन उ० श्री विद्यासागरगणि शिष्येण श्री विद्याशीलगणि शिष्य वा० श्री विवेकमेरुगणि शिष्य पं० श्री मुनिशीलगणि नित्य प्रणति । श्री अंचलगच्छे ॥
૧૫૧૩. મુનિશીલના શિષ્ય ગુણશીલ થયા. જેમના શિષ્ય ઉપાધ્યાય વિનયશીલ વિશે પાછળથી સપ્રમાણુ વિચાર કરીશું. ત્રિપુટી મહારાજ “જૈન પરંપરાનો ઈતિહાસ' ભા. ૨, પૃ. ૫૩૬માં આ પરંપરાને અંચલગચ્છની પાલીતાણા શાખાય જણાવે છે. આચાર્ય પુણ્યપ્રભસૂરિ અને એમના શિષ્યો
૧૫૧૪. અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં તત્કાલીન આચાર્યા પરિવારનો નિર્દેશ સુદ્ધા ન હોઈને એવી છાપ પ્રવર્તમાન છે કે તે વખતે ગચ્છનાયક ધર્મમૂર્તિરિ ઉપરાંત એક માત્ર કલ્યાણસાગરસૂરિ જ આચાર્યપદ ધારક હતા. પરંતુ એ વિચાર બ્રાંત છે. તત્કાલીન વિદ્યમાન આચાર્ય અને એમના શિષ્ય પરિવાર વિશે અણુ દ્વારા પ્રકાશ પાડી શકાય છે.
૧૫૧૫. સેમકીર્તિ સૂરિ કૃત “સપ્તવ્યસન કથા સમુચ્ચય'ની પ્રતપુષ્પિકા આ પ્રમાણે છે–
इत्याचे भट्टारक श्री धर्मसेन भ० भीमसेनदेव शिष्य आवार्य सोमकीति विरचिते सप्तव्यसनकथासमुच्चये परस्त्रीव्यसनफलवर्णनो नाम सप्तमः सर्गः समाप्त इति । संवत्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com