________________
૩૭૪
અચલગચ્છ દિગદર્શન ગૂ. ક. ભા. ૧, પૃ. ૨૪૩-૪; ભા. 1, પૃ. ૬૧૯ અને ૭૩૬. આ ગ્રંથ તેમણે મુનિપર્યાયમાં રો હતા એમ ‘પુનરતન મુની વિવઈ દારા સૂચિત થાય છે. ગજસાગરસૂરિ શિષ્ય
૧૫રર. ઉક્ત ગજસાગરસૂરિના અજ્ઞાત શિવે સં. ૧૬ ૬પ ના ફાગણ ને બુધે ૪૨ કંડિકામાં નેમિચરિત્ર ફાગ” ર. જુઓ જે. ગૂ. ક. ભા. ૧, પૃ. ૪૦ ૩. ગુણરત્નસૂરિ
૧૫૨૩. પુણ્યરત્નસૂરિના પટ્ટશિષ્ય ગુણરત્નસૂરિ થયા. “અંચલગચ્છ આચાર્ય–પરંપરાવિવરણ” નામક ગ્રંથ દ્વારા જણાય છે કે તેઓ ગૂર્જરદેશ અંતર્ગત પાટણનગરમાં શ્રીમાલી વંશીય સા. શવાની ભાર્યા કુંઅરીની કૂખે જન્મ્યા. “ગુણરત્નસૂરિ કવિત્ત ની પ્રત મુનિ કાન્તિસાગરને પ્રાપ્ત થયેલી, જેમાં એમના ઉચ્ચ ગુણોનું સુંદર વર્ણન મળે છે. જુએ :
સયલ શાસ્ત્ર અભ્યાસ, જંગમ તીરથ કહીજિજ; શ્રી પુણ્યરત્નસૂરિ પાટિ, દર્શનઈ સુખ લહીજિજ. ગુણિઈ ગૌતમ ઓપમા, મહિમા કીતિ અપાર;
સેવક સબસી ઈમ કહિ, ભવિજન એ સુખકાર. ૧૫ર૪. કાંતિસાગરજી જણાવે છે કે ગુણરત્નસૂરિ કૃત તીર્થકરના દોહા ઉપલબ્ધ છે. ઉક્ત કવિત્તના બધાં ૬૧ પદ્યો છે તે પ્રકાશમાં આવે તો એમના જીવન પર વિશેષ પ્રકાશ પાડી શકાય. જુઓ : જે. સ. પ્ર. વર્ષ ૭, અંક ૧૧, પૃ. ૫૩૦.
૧૫ર ૫. ગુણરત્નસૂરિની પાટે ક્ષમારત્નસૂરિ સ્થાપિત થયા. સં. ૧૭૧૧ માં રચાયેલ “ચિત્રસંભૂતિ ચેપઈમાં જ્ઞાનસાગરજી જણાવે છે કે “ક્ષમારત્નસૂરિ તસ પાટિ' એ દારા જણાય છે કે ગુણરત્નસૂરિ એ પહેલાં દેવગતિ પામ્યા હતા. તેઓને અનેક પદ્યોમાં અંચલગચ્છનાયક કે ગપતિ તરીકે વર્ણવવામાં આવ્યા હોઈને તેમનું ઉચ્ચ સ્થાન સહેજે સમજી શકાય એમ છે. તે જરત્નસૂરિ
૧૫૨૬. ભાવરત્નસૂરિના શિષ્ય તેજરત્નસૂરિને પરિચય અજ્ઞાત કતૃક “તેજરત્નસૂરિ સઝાય” દ્વારા મળી રહે છે. એ કૃતિ જિનવિજયજીએ “જૈન અતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય'માં પ્રકટ કરી છે. એ સંગ્રહની “સંયમરત્નસૂરિ સ્તુતિ ' વિશે સંપાદક જણાવે છે કે ચરિત્રનાયક અંચલગચ્છના હતા, પરંતુ તેઓ આગમગ૭ને જણાય છે. ઉકત સજઝાયને અતિહાસિક સાર નિમ્નત છે.
- ૧૫૨૭. ગુજરાત અંતર્ગત અમદાવાદ પાસે રાજપુર નામનું એક નાનું પરું હતું. તેમાં શ્રીમાલી નાતીય રૂપા નામને વણિક વસતિ હતો. તેને કુંવરી નામની ભાર્યાધી તેજપાલ નામનો પુત્ર થયો. એક વખત વિહરતા ભાવરત્નસૂરિ ત્યાં પધાર્યા. તેમને ઉપદેશ સાંભળી તેજ પાલને વૈરાગ્ય ઉ૫. સં. ૧૬૨૯ના આષાઢ સુદી ૧૦ને સામે ઉત્તમ સિદ્ધગે તેણે ગુરુ પાસે દીક્ષા લીધી. દીક્ષા મહોત્સવ શાહ વમાએ કર્યો. સં. ૧૬૩૫ ના વૈશાખ સુદી ૫ના દિને તેમને વ્ય જાણીને ભાવરત્નસૂરિએ ગ૭ભાર સપીને તેમને પોતાની પાટ ઉપર થાપ્યા. તે વખતે પદમહોત્સવ લખરાજના પુત્ર કુંઅરજીએ ઘણું વિર વાપરી ઉજવ્યો.
૧૫૨૮. સઝાયમાં તેજરત્નસૂરિને અંચલગચ્છપતિ કહ્યા છે. વાસ્તવમાં તેઓ આ ગચ્છના શાખા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com