________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૩૬૩ ગચ્છને વર્તમાન શ્રમણ સમુદાય એમની શિષ્ય પરંપરામાંથી છે. અંતિમ ગચ્છનાયક જિનેન્દ્રસાગરસૂરિ પછી રત્નસાગરજીની શિધ્યપરંપરાના શ્રમણોએ ગ૭ના નેતૃત્વની વિકટ ધરા વહન કરી અને નામશેષ થતા જતા ગ૭નું સંગઢન સુદઢ કરી તેની ધર્મપ્રવૃત્તિને પુનઃ ચેતનવંતી કરી. આ હકીકત આ ગચ્છના ઈતિહાસમાં અત્યંત નોંધનીય છે, જે વિશે પ્રસંગોપાત ઉલ્લેખ કરીશું. અહીં માત્ર એમની શિષ્ય પરંપરાના શ્રમણોને નામોલ્લેખ જ બસ થશે : (1) રત્નસાગર (૨) મેધસાગર (૩) વૃદ્ધિસાગર (૪) હીરસાગર (૫) સહજસાગર (૬) માસાગર (૭) રંગસાગર (૮) ફતેહસાગર (૯) દેવસાગર (૧૦) સ્વરૂપસાગર (૧૧) ગૌતમસાગર, જેમણે ક્રિોદ્ધાર કરીને આ ગચ્છના ઈતિહાસમાં નવો તબકકો પ્રવર્તાવ્યો. કવિ ડુંગર
૧૪૭૩. વા. ક્ષમાસિંધુના શિષ્ય કવિ ડુંગરે સં. ૧૯૨૦ ના ચૈત્ર વદિ ૨ ને બુધવારે સિકંદરાબાદમાં રહીને ૮૩ ગૂર્જર કડિકામાં “હોલિકા ચોપાઈ રચી. આ કવિએ ૧૩ કંડિકામાં “ખંભાત ચિત્ય પરિપાટી' ની તથા ઉપ કંડિકામાં બનેમિનાથ સ્તવન ” ની રચના પણ કરી. જુઓ જે. ગૂ. ક. ભા. ૩, પૃ. ૭૩૮-૪૦.
વાચક મૂલા
૧૪૭૪. વા. રત્નપ્રભના શિષ્ય વા. મૂલાએ સં. ૧૬૨૪ ના ફાગણ સુદી ૧૧ ના દિને સાચારમાં રહીને ૧૩૪ ગૂર્જર કંડિકામાં “ગજસુકુમાલ સંધિ” રચી. પ્રો. વેલણકરે “જિનરત્નકેશ” પૃ. ૧૦૨ માં આ ગ્રંથને “ગજસુકુમાલ ચતુદી ” તરીકે નોંધ્યું છે. મોહનલાલ દલીચંદ દેશાઈ જે. ગૂ. ક. ભા. ૩, પૃ. ૭૧૦ માં ઉક્ત ગ્રંથના કર્તા તરીકે રત્નપ્રભ શિવ જણાવે છે તે આ ગ્રંથકર્તાને જ ઉલ્લેખ છે.
૧૪૭૫. વા. મૂલાએ ધર્મમૂર્તિસૂરિના ગચ્છનાયકત્વ સમયમાં “ચત્યવંદન ” ની રચના કરી, જે ઉપયુક્ત કૃતિ પછીની રચના છે. ગ્રંથના અંત ભાગમાં કવિ પિતાના વાચકપદનો ઉલ્લેખ કરે છે. જુઓ ભીમશી માણેક સંપાદિત પંચ પ્રતિક્રમણ સૂત્ર. વાચક નાથાગણિ
૧૪૭૬. પઢાવલીમાં ઉલ્લેખ છે કે સં. ૧૬૬૬ માં પાલીનગરમાં સાચીહર જ્ઞાતીય નથમલ નામને બ્રાહ્મણ ધર્મમૂર્તિસૂરિના સંપર્કમાં આવ્યો. તે કાબેલ લહિયો હતો. આચાર્ય એના સુંદર અક્ષર જોઈ પ્રસન્ન થયા. તે વ્યાકરણ અને સંસ્કૃતમાં પણ નિપુણ હતો. પત્નીનાં મૃત્યુ બાદ તે એકાકી જીવન જીવે હતો. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી નથમલે દીક્ષા લીધી અને તેનું નાથાગણિ નામ રાખવામાં આવ્યું. દીક્ષા બાદ તેમણે ગ્રંથોદ્ધારનું કાર્ય ખંતથી ઉપાડયું. જયસિંહસૂરિ પ્રભૂતિ અંચલગરછના આચાર્યોએ રચેલા અનેક ગ્રંથની એમણે સુંદર પ્રતા લખી. એમના શિષ્ય ધર્મચકે પણ અનેક ગ્રંથોની પ્રતિ લખી હતી. ગોરજી માણેકરજી
૧૪૭૭. સમગ્ર કચ્છ ઉપર જાડેજા વંશની એકસૂત્રી સત્તા સ્થાપનાર ખેંગારજી પહેલાના ધર્મગુરુ. તરીકે અંચલગચ્છીય ગોરજી માણેકરજી કચ્છના ઈતિહાસમાં ભારે કીતિ પામ્યા છે. મહાકવિ નહાનાલાલે વંથલી જૈન પરિષદ-પ્રતિશ્કેત્સવ વખતે જણાવ્યું હતું કે વનરાજ ચાવડાને શીલગુણસૂરિને આશ્રય
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com