________________
અચલગચ્છ દિગ્દર્શને મુખ્ય હતે. જો તેમ ન થયું હતું, તે પાટણ તથા સોલંકી રાજ્ય હેત નહિ, એટલું જ નહિ પણ ગુજરાતના પાટનગર તરીકે સાત સૈકા સુધી (પાટણ) રહ્યું છે જેને જ આભારી છે, કેમકે પાટણમાં રહી જેનેએ શું કર્યું, તે માટે સાત સિકાના ઈતિહાસમાંથી ઘણું મળે છે.” (“જૈન”, ૨૭–૪-૨૫). હેમચંદ્રાચાર્ય અને કુમારપાળને સંપર્ક પણ ઈતિહાસ પ્રસિદ્ધ છે. કચ્છના રાજ્ય વિશે પણ કહી શકાય કે જે માણેકમેરજીને આશ્રય મહારાવ ખેંગારજીને ન મળ્યો હોત તો કચ્છનો ઈતિહાસ જુદી રીતે જ લખાયો હોત.
૧૪૭૮. માણેકમેરજીના જીવનવૃત્તની સાથે કચ્છના રાજ્યનો ઈતિહાસ સંકળાયેલ હોઈને તે વિશે સંક્ષિપ્ત ઉલ્લેખ કરવો અહીં પ્રાપ્ત થાય છે. ખેંગારજીના પિતા હમીરજી અને જામરાવળ, જેણે જામનગરની ગાદી સ્થાપેલી, તેમની વચ્ચે વેરભાવ જાગે. જામરાવળના પિતા લાખાનું ખૂન કરવામાં હમીરઅને હાથ ન હોવા છતાં, જામરાવલે કપટ કરી તેમનું નિકંદન કાઢી નાખ્યું. સદ્ભાગ્યે જામરાવલે તેમને આપેલા નિમંત્રણ વખતે હમીરજીના ત્રણ કુંવરો–ખેંગારજી, સાહેબ અને રાયબજી તે વખતે બારા જાગીરમાં ગયા હતા. સ્વામી–ભક્ત છછર ખુદ પિતાના માલિક હમીરજી સાથે બારા ગયો હતો, પણ તેને આ ખૂનખાર કૃત્યની ગંધ આવવાથી હમીરછ કપાઈ મૂઆ તે પહેલાં જ તે નાસી છૂટયો હતો. તે વિંઝાણ આવ્યો અને એક સારે ઊંટ મેળવી બે કુંવરને તે પર બેસાડી ભાગી છૂટયો. માર્ગમાં
કલી આડી આવી. જામરાવલના લોહીથી ખરડાયેલા હાથમાંથી એ બન્ને રાજકુંવરે કેવી રીતે છટકવા પામ્યા, તેની હકીક્ત કચ્છની અતિ પ્રખ્યાત કીર્તિ-કથાઓમાંની એક છે. અહીં એને વિસ્તાર અપ્રસ્તુત છે.
૧૪૭૯. આ કુંવરે કચ્છમાં આશ્રય મેળવી શકે તેમ ન હતું. દેદે જે વાગડમાં હતો, તે તેઓના દુશ્મન રાવળનો મિત્ર હતો. દુશ્મને એ પીછો પકડે હેવા છતાં તેઓ રણ પાર કરી ધ્રાંગધ્રા રાજ્યના ચરાડવા ગામે સહિસલામત આવ્યા. અહીં માણેકમેરજી સાથે તેમનો સમાગમ થયો. ભીખારીના વેશમાં હોવા છતાં બન્ને કુમારેને જોઈ ગેરછ બોલી ઉઠયા–“આ બને અનાથ બાળકો રાજવંશી લાગે છે. તેમને એક ચક્રવર્તી રાજા થશે.” પ્રથમ તો છછરબૂઢાને શંકા ગયેલી અને તેણે તલવાર પણ ખેંચેલી. પરંતુ જ્યારે માણેકમેરજીએ ભવિષ્યવાણી ઉચ્ચારી ત્યારે જાસૂસ હોવાની તેની શંકા નિર્મૂળ થઈ ગઈ. ગોરજીએ તો એમ પણ કહ્યું કે આ ભવિષ્ય જે બટું પડે તો મારી બધી વિદ્યા ખોટી છે એમ હું સ્વીકારીશ.” માણેકબેરજી એમને પિતાની પિશાળમાં તેડી ગયા, ત્યાં તેમની દરેક પ્રકારે ખાતર બરદાસ્ત કરી અને રાત્રે વિશ્રામ કરાવ્યો. સવારે જ્યારે તેઓએ વિદાય માગી, ત્યારે માણેકબેરજીએ કુંવર ખેંગારજીને એક ચમત્કારી સાંગ-ભાલું બક્ષિસ કરીને ભવિષ્ય ભાખ્યું છે ? આ સાંગ વડે તમે ઘણ કાર્યો કરશે.” ગોરજીએ બન્ને કુંવરને પિતાના આશીર્વાદ આપ્યા અને ખાસ સુચના આપી કે અમદાવાદ શહેરમાં દાખલ થતી વખતે તમારે ઊંચા કદના કાળા ઘોડા ઉપર બેસીને જ દાખલ થવું. પણ તે વાહન તદ્દન વેળા કે કાળા રંગનું હોવું જોઈએ.
૧૪૮૦. માણેકમેરજીના આશીર્વચન પ્રમાણે બધું થયું. ગોરજીએ આપેલી માંગથી સિંહને વધ કરી અમદાવાદના સુલતાન મહમદને બચાવ્યો, જેના બદલામાં મહારાવના ઈલ્કાબની સાથે તેમને સૈન્ય સાથે મોરબી જવાની મંજુરી મળી. ખેંગારજી અને તેમના ભાઈએ સુલતાને આપેલા સિન્ય વડે પિતાના પરાક્રમ બળથી મોરબીમાં રહીને કચ્છની ગાદી મેળવવા બૃહ ગોઠવ્યો, જેમાં તેઓ સફળ થયા. જામરાવળે કચ્છ છોડીને હાલારમાં આવી જામવંશની ગાદી સ્થાપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com