________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૩૬૧ શ્રમણ પરિવાર
૧૪૬ ૨. ગચ્છનાયક ધર્મમૂર્તિસૂરિના સમયમાં થઈ ગયેલા શ્રેમ વિશે પ્રચુર પ્રમાણમાં માહિતીપૂર્ણ ઉલ્લેખ સંપ્રાપ્ત છે. એ વખતે પરિવ્રાજક અને પંડિત તરીકે અનેક શ્રમણોએ નામના પ્રાપ્ત કરેલી. એ વખતે અંચલગચ્છની અનેક શાખાઓ પણ ફલીફાલી પ્રવર્તતી હતી, જે કાળક્રમે લુપ્તપ્રાયઃ થતી રહી. એ શાખાઓએ ગની તેમજ જૈન શાસનની ભારે સેવા કરી તેને ગૌરવાન્વિત ઈતિહાસ હસ્તલિખિત ગ્રંથોમાં નિબદ્ધ છે.
૧૪૬૩. પહાવલીના કથનાનુસાર ધર્મમૂર્તિસૂરિને શિ–પરિવાર આ પ્રમાણે હતો: ૭ મહેપાધ્યાય, પ ઉપાધ્યાય; ૮ પ્રવર્તક, ૮૨ યતિ, ૫ મહત્તરા, ૧૧ પ્રવત્તિની, પ૭ સાવી. મહેપાધ્યાયોનાં નામ આ પ્રમાણે છે : (૧) રત્નસાગર (૨' વિનયસાગર (૩) ઉદયસાગર () દેવસાગર (૫) સૌભાગ્યસાગર (૬) લબ્ધિસાગર, હ) સુરસાગર. ઉપાધ્યાયોનાં નામ આ પ્રમાણે છે : (૧) સકલમૂર્તિ (૨) નાથાચંદ્ર (૩) માણિકચંદ (૪) રાજમૂર્તિ (૫) સકલકીતિ. એમના પરિવારમાં સાગર, મૂર્તિ, ચંદ્ર, કીતિ વિગેરે શાખાઓ પ્રાદુર્ભત થઈ, જ્ઞાનવર્સ્કન પ્રકૃતિ પ્રવર્તકના પરિવારથી વર્ધાનશાખા પ્રકટી.
૧૪૬૪. અમરસાગરસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી દ્વારા એવી છાપ પડે છે કે ગચ્છનાયક સિવાય તે વખતે અન્ય કોઈ આચાર્યપદ-ધારક અંચલગચ્છમાં વિદ્યમાન નહોતા. વસ્તુતઃ એ સમજણ બ્રાન છે. પદાવલી કથિત શ્રમણોની નામાવલીથી અધિક પદધારક શ્રમણોની વિદ્યમાનતા અિતિહાસિક પ્રમાણોથી સિદ્ધ થાય છે, એટલું જ નહીં અન્વેષણ દ્વારા એમ પણ જાણી શકાય છે કે તે વખતે આચાર્ય. પદ ધારક પણ હતા. તદુપરાંત સાધ્વી સમુદાયની બહુલતા પણ હતી. એ સંબંધક સંક્ષિપ્ત નિર્દેશ અહીં પ્રસ્તુત છે. મહાપાધ્યાય રત્નસાગરજી
૧૪૬૫. પટ્ટાવલી દ્વારા સ્પષ્ટ થાય છે કે રત્નસાગરજી તે વખતે અત્યંત આદરણીય સ્થાન ધરાવતા હતા. પદાવલીમાં વિધાન છે કે તેઓ ગચ્છમાં વય, દીક્ષા તથા જ્ઞાન પર્યાયથી વડિલ હતા. ગુરુએ કલ્યાણસાગરસૂરિને ગમ્બેશપદે વિભૂષિત કર્યા પછી તેઓ મંત્રીની જેમ ગચ્છની સેવા કરતા રહ્યા. ગચ્છના . સર્વે સાધુઓને તેઓ સમદષ્ટિથી જોતા; તેમને ગ્રહણ, આવનાદિ શિક્ષા પ્રદાન કરવા ઉઘુક્ત રહેતા. તેઓ જનાગમ, ન્યાય, કાવ્ય, વ્યાકરણાદિ શાસ્ત્રોમાં નિપુણ અને મિષ્ટભાષી હતા. સમસ્ત ગ૭ની સારસંભાળ તેઓ ખંતથી કરતા. તેમના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાએ, તેમણે પ્રતિબંધિત કરેલા શ્રાવકશ્રાવિકાઓ તથા તેમના હસ્તદીક્ષિત પ્રમાણેનું વર્ણન તેમના પ્રશિષ્ય વૃદ્ધિસાગરે ચઢાળિયામાં કર્યું છે એમ પણ પદાવલીમાં ઉલ્લેખ છે.
૧૪૬૬. સાધી ગુણશ્રી રચિત “ગુરુગુણ વિશી' નામક ગહુલી દ્વારા મહોપાધ્યાયજીના જીવન પર વિશેષ પ્રકાશ પાડી શકાય છે. પ્રસ્તુત ગફુલી ગુણશ્રીએ સં. ૧૯૨૧ માં કપડવંજમાં ચોમાસું રહીને રચી હતી. જુઓ સોમચંદ ધારસી દારા સંપાદિત પદાવલી, પૃ. ૩૯૦. એને ઐતિહાસિક સાર નિક્ત છે.
૧૪ ૬૭. કચ્છના જખ્ખ ગામમાં દશા ઓશવાળ જ્ઞાતીય, નાગડા ગેત્રીય આસુ નામના શેઠની કર્મા નામની ભાર્યાની કુખે સં. ૧૬ ૨૬ ના પોષ દશમીની તિથિએ રતનશી નામના મનહર પુત્રને જન્મ થયો. બાળક સાત વર્ષનો થયો ત્યારે તેના માતપિતા મૃત્યુ પામ્યાં અને તેના કાકા રણસીએ તેને ઉછેર્યો
૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com