________________
શ્રી ભાવસાગરસૂરિ
૩૩૫ અત્યંત નિર્મળ હોઈને, પ્રેરણાદાયક બની સંપ્રદાયોની છિન્નભિન્નતાના યુગમાં એમનું નેતૃત્વ અનીવાર્ય બની. ગયું હતું, ઈત્યાદિ બાબતો આપણે સપ્રમાણ ચચી ગયા હોઈને તેનું પુનલેખન અહીં અપ્રસ્તુત છે. ભાવસાગરસૂરિ અનયના યુગમાં જન્મ્યા હોવા છતાં એમના નિર્મળ ચરિયે બધાને એકસૂત્રે ગૂંધી દીધા. અન્ય ગચ્છને કર્ણધારોએ પણ પોતાના ગ૭ને એવી જ દોરવણી આપી અને જેનશાસનને અવનતિમાંથી ઉગારી લીધું. જે એમ ન થયું હોત તો પરિસ્થિતિ કાંઈક બીજી જ હોત. આટલા ભગીરથ પ્રયત્નો સ્થાનકવાસી સંપ્રદાયે મૂર્તિપૂજક જેટલું સંખ્યાબળ જમાવી દીધું હતું !! ભાવસાગરસૂરિની મહાનતાને વર્ણવતાં કોઈ અજ્ઞાત કવિએ અંચલગચ્છીય ગુર્વાવલી માં એમને “ યુગ પ્રધાન’ કહ્યા છે તે ચિત જ છે :–
યુગ પ્રધાન પન્નરમાઈ પાટિ, સેવ્યા બહુ ભવિયનઈ થાટિ;
વિદ્યા–લબધિ તણું ભંડાર, સિરિ ભાવસાગરસૂરિ ગણધાર. ૫ અનેકના યુગમાં તેમણે અંચલગચ્છના વિચારે અને આદર્શોને પુરસ્કાર કર્યો એ જ એમનું સર્વશ્રેષ્ઠ પ્રદાન છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com