________________
શ્રી ગુણનિધાનસૂરિ
અંચલગચ્છ ગિરૂઆ ગચ્છનાયક, જે તપ તેજ દિશૃંદ;
રાજહંસ કમલા સિરિ ઉરિ, ગજસાગર સુરીન્દો રે. હેમકાનિત
૧૩૫. ભાવસાગરસૂરિ શિ. સુમતિસાગરસૂરિ શિ. હેમકાનિએ સં. ૧૫૮૯ ના ભાદરવા ૮ ને રવિવારે “શ્રાવક વિધિ ચઉપઈ' અંગ, ઉપાંગ, નિર્યુકિત વિગેરેને આધાર લઈ રચી. જુઓ જે. ગૂ. ક. ભા. ૭, પૃ. ૧૪૯૪. સેવક
૧૩૭૬. ગુણનિધાનસૂરિના શિષ્ય સેવક સં. ૧૫૯૦ ના કાર્તિક સુદી ૮ ને ગુરુવારે “આદિનાથદેવ રાસ-ધવલ” ની રચના કરી. જુઓ જે. ગૂ. ક. ભા. 2, પૃ. ૫૮૧. (૨) “ઋષભદેવ વિવાહ-ધવલબંધ'
૪ ઢાલ. આની સં. ૧૫૯૦ ના માઘ વદિ ૧૧ ની પ્રત ઉપલબ્ધ છે. થરાદના થિરાપદ્રગથ્વીય ભંડારમાં પણ ૨૨ પત્રની પ્રત છે. (૩) “સીમંધર સ્વામી શોભા તરંગ', ૫ ઉલ્લાસમાં ગૂર્જર પદ્યકૃતિ. (૩) આકુમાર વિવાહલઉ” ગાથા ૪૬ ગૂર્જર પદ્યકૃતિ.
૧૩૭૭. “સીમંધર સ્વામી શેભા તરંગ” એ કૃતિ કફઆગીય સેવક અમરનામ તેજપાલની છે એમ અગરચંદ નાહટાએ સિદ્ધ કર્યું છે. જુઓ જૈ. સ. પ્ર. વર્ષ ૧૭, અંક ૮–૯. વિજયયતીન્દ્રસૂરિએ સેવક કૃત “વીસ તીર્થંકર ભાસ', પત્ર ૭, શાહ ચુપલ લિખિત; “સુદર્શન ભાસ” પત્ર ૨ થરાદના ઉકત ભંડારમાં હોવાનું ખેંચ્યું છે. જુઓ જે. સ. પ્ર. વર્ષ ૧૩, પૃ. ૧૭૬. આ કૃતિઓ આ ગ્રંથકારની જ સંભવે છે. અંચલગચ્છમાં પણ આ નામના અનેક કવિઓ થઈ ગયા છે. દયાશીલ
૧૩૭૮. ગુણનિધાનસૂરિના સમયમાં સં. ૧૫૯૮ માં ઘોઘા ભંડારની એક પ્રત દયાશીલને વહેરાવવામાં આવેલી એમ પુષ્પિકા દ્વારા જણાય છે. જુઓ જૈ. ગૂ. ક. ભાગ ૨, પૃ. ૭૭૪. વિજયશીલના આ નામના શિષ્ય પણ અંચલગચ્છમાં થઈ ગયા છે. સંયમમૂતિ
૧૩૭૯. વા. કમલમેરુના શિષ્ય સંયમમૂર્તિએ સં. ૧૫૯૪ માં જેઠ સુદી ૩ બુધે કાવિંદાનગરમાં રહીને ૨૦૧ ગૂર્જર ગાથામાં “કલાવતી ચોપાઈ રચી. જુઓ જૈ. ગૂ. ક. ભા. 2, પૃ. ૬૦૪–૫. મુનિચંદના શિષ્ય તથા ઉપા. વિનયમૂર્તિના શિષ્ય પણ આ નામના થઈ ગયા છે. વા. વિદ્યાવલ્લભગણિ
૧૩૮૦. વા. વિદ્યાવલ્લભગણિએ સં. ૧૫૯૪ ના માગશર સુદી ૧૩ ને ગુરુવારે લોલાડા ગામમાં રહીને “શ્રાદ્ધ જિતકલ્પ વૃત્તિની કત લખી. જુઓ પુષિકઃ
संवत् १५९४ वर्षे मार्गशीर्ष शुदि त्रयोदश्यां गुरुवासरे लोलाडाग्रामे अचलगच्छे वा० विद्यावल्लभगणिभिलिखितं ॥ વા. રંગતિલકગણિ અને પં. ભાવન
૧૩૮૧. વા. રંગતિલકગણિએ સં. ૧૫૯૭ ના ફાગણ વદિ ૮ ને બુધે ચિત્રકૂટ દુર્ગમાં રાજાધિરાજ વણવીરના રાજ્યમાં “ઉપાસક દશાંગસુત્ર ની પ્રત લખી, મંત્રી સુરાએ લખાવી. પુપિકા આ પ્રમાણે છે:
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com