________________
-
--
- ----
-
૩૪૬
અચલગચ્છ દિગ્દર્શન વીસલનગર–અમદાવાદ (સં. ૧૫૮૪), અમદાવાદ (સં. ૧૫૮૫), હિરવાલ–અહમુદનગર–ચંપકદુર્ગ–અમદાવાદ (સં. ૧૫૮૭), પાટણ-ગંધાર (સં. ૧૫૯), સં.૧૬૦૨માં પાટણમાં તેઓ દિવંગત થયા.
આમ ગુણનિધાનસૂરિ પિતાના અલ્પ ગચ્છનાયક-પદકાલમાં ગુજરાત બહાર ન વિચરી શક્યા હોય એમ સૂચિત થાય છે. અલબત્ત, ગુજરાતના બધા જ મહત્ત્વનાં કેન્દ્રોમાં તેમણે પદાર્પણ કર્યું જ છે. એમના હદયસ્પર્શી ઉપદેશથી અનેક ભાવિ જીવોએ બોધ પામીને સુકૃત્યો દ્વારા પોતાનું જીવન કૃતાર્થ કર્યું છે, સર્વ ત્યાગના મંગલમય અને સર્વ કલ્યાણકારક માર્ગે વળ્યા છે. માત્ર અઢારેક વર્ષના અ૫ પદનાયકત્વકાલમાં એમનાં સમદશી નેતૃત્વ હેઠળ અંચલગચ્છની ધર્મપ્રવૃત્તિને સારે વેગ મળ્યો હતો. તેઓ વિશેષ જીવ્યા હોત તે ગુજરાત બહારના પ્રદેશમાં પણ વિચર્યા હોત. આ દૃષ્ટિએ એમને વિહાર પ્રદેશ સીમિત ગણાય. સ્વર્ગગમન
૧૩૯૯. મુનિ લાખા “ગુરુ પદાવલી'માં નોંધે છે તેમ ગુણનિધાનસૂરિ સં. ૧૬૦૨ માં પાટણમાં ૫૪ વર્ષનું આયુ પાળીને દિવંગત થયા. ધર્મમૂર્તિસૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં ગુણનિધાનસૂરિના એ વર્ષમાં થયેલાં સ્વર્ગગમનનું સ્થળ રાજનગર-અમદાવાદ દર્શાવવામાં આવ્યું છે. જે તે प्रभावकः श्री गुणनिधानसूरयः १६०२ संवत्सरे निजपट्टे श्री धर्ममूर्तिसूरीन् स्थापयित्वा રાશના સર્વ પ્રથાતા પદાવલીનું આ વિધાન બ્રાનત હેઈને સંશોધનીય છે.
૧૪૦૦. ગુણનિધાનસૂરિએ અલ્પ ગચ્છનાયકત્વકાલમાં સુંદર કાર્યો કરીને ગચ્છનું તેમજ શાસનનું સંગઠ્ઠન દઢ બનાવ્યું; એમના ઉપદેશથી અનેક પ્રતિકાઓ થઈ તે વખતે અંચલગચ્છની અન્ય શાખાઓ પણ વિકસિત હતી ઈત્યાદિ બાબતો આપણે સપ્રમાણ વિચારી ગયા હોઈને તેનું પુનર્લેખન અહીં અપ્રસ્તુત છે. અંચલગચ્છના આ પ્રતિભાસંપન્ન ગચ્છનાયકના અસાધારણ પ્રભાવને પરિચય અજ્ઞાત કતૃક ગુસ્તુતિ દ્વારા પણ મળી રહે છે –
ગુણ નિહાણાભિહા સુહમ સમ ગણહરા, ગંગજલ વિમલ કલકિત ધવલાધરા; પુવ્ય રસ સરિસ સુસંત રસ સાયરા, બ૬ અવર સાણ વિહરત સૂરીસરા. ૮ ઈ અઈસય ભાજન સિરિ જિનશાસન, કાનન પંચાનન પવર;
વિબુહા બલિ બોહણ ગુણમણિ રહણ, ગુણનિધાન ગુરુ જયઉ ચિ. ૯ અર્થાત ગુણનિધાનમૂરિ પૂર્વાચાર્યોની જેમ શુભ, શાંતિ રસના સાગર હતા. વિમલ કીતિને ધારણું કરતા ધણાં વરસ સુધી વિચર્યા હતા. “અતિશયોના પાત્ર, ગુણમણિના રોહણાચલ, શ્રી જિનશાસન રૂપી વચનના સરિસિંહ ગુણનિધાન ગુરુ વિબુધ જનોને બોધ પમાડતા ચિરકાલ જયવંતા વર્તે.' સ્તુતિના અંતિમ ઉદ્ગારોથી ગુણનિધાનસૂરિની વિદ્યમાનતામાં જ તેમના ગચ્છનાયકપદ પછી તેમના ભક્ત કોઈ શિષ્ય આ સ્તુતિ રચી જણાય છે. આ દૃષ્ટિએ એનાં વર્ણનની પ્રમાણભૂત ઘણું જ ગણાય.
૧૪•૧. સં. ૧૬૮૬ માં વાચક દેવસાગરે રચેલા વ્યુત્પત્તિ-રસાકરની પ્રશરિતમાં કવિએ ગુણનિધાનસૂરિના ગુણો વિશદ્ રીતે વર્ણવ્યા છે– तदन्ववनिविश्रुताः श्रुतसरस्वदंतः स्पृशः
प्रशांत मनसः सदा सदवधानधन्यर्द्धयः । सुशिष्ट जन सेविताः प्रकटदेवताधिष्टिता
बभूवुरतिविदवो गुणनिधानसूरीदवः ॥ ४ ॥
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com