________________
૧૭.
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૧૪૦૩. ખંભાતના શ્રેષ્ઠી હંસરાજની ભાર્યા હાંસલદેની કુખેથી સં. ૧પ૮પ માં એમનો જન્મ થયો હતા. પટ્ટાવલીમાંથી ધર્મમૂર્તિરિનાં પૂર્વજીવન વિશે બીજી પણ કેટલીક માહિતી ઉપલબ્ધ બને છે જેને સંક્ષિપ્ત સાર પણ અહીં વિવક્ષિત છે.
૧૪૦૪. ગુજરાત દેશ અંતર્ગત તીર્થકરોના અનેક મંદિરો પર રહેલી પતાકાની શ્રેણિથી નાશ થયેલ છે પાપ જેમાંથી, તથા વિવિધ પ્રકારની અનેક જાતિઓવાળા ધનવાન નાગરિકના સમૂહથી શોભતી એવી –બાવતી નગરી છે, જેનું બીજું નામ સ્તંભપુરી છે, તે નગરીની અંદર પાંચ અણુવ્રતને પાલનારે, શ્રી અરિહંતપ્રભુનાં પૂજાદિ ધર્મકાર્યોમાં રક્ત થયેલ તથા ઓશવાળ જ્ઞાતીય લેકેના સમૂહમાં મુકુટ સમાન અને નાગાગોત્રમાં આભૂષણ સમાન હંસરાજ નામે એકી વસતા હતા. તેને શિલાદિ અનેક ગુણોના સમૂહથી વિસ્તાર પામેલા યશના સમૂહવાળી, અને ઉત્તમ રૂ૫ તથા સૌભાગ્યથી શોભતી હાંસલદે નામની સ્ત્રી હતી.
૧૪૦૫. પટ્ટાવલીમાં હાંસલદેએ ગર્ભાધાન પ્રસંગે સ્વપ્નમાં પિતાને જિનેશ્વર પ્રભુની પૂજા કરતી નીરખી હતી એ વિષયક સવિસ્તીર્ણ પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. હાંસલદે હર્ષિત થઈ સ્વપ્નની વાત પોતાના પતિને કહે છે. પતિ જણાવે છેપ્રિયે! તે આજે અત્યંત મહર સ્વપ્ન જોયેલું છે. સ્વખાનુસાર તું થોડા સમયમાં જ જૈનધર્મની ઘણી જ પ્રભાવનાના સ્થાનભૂત એવા એક પુત્રને જન્મ આપીશ.” પિતાના સ્વામીના મુખરૂપી આકાશમાંથી પડેલી મેઘધારા સમાન વચનોની રચનાથી કદમ્બવૃક્ષના પુષ્પોની માલાની જેમ રોમાંચિત શરીરવાળી તથા હાસ્યયુક્ત મુખવાળી અને લજજાથી જરા નમેલાં અંગવાળી તે હાંસલદે અમૃતને પણવિસ્મૃત કરાવતી વાણીવડે પિતાના સ્વામીને કહેવા લાગી-સ્વામિના આપે કહેલું વચન મુકુટની પેઠે મારા મસ્તક પર ચડાવું છું.” ઈત્યાદિ.
૧૪૦૬. પટ્ટાવલીનાં વર્ણનાનુસાર ઉક્ત પ્રસંગ પછી નવ માસ વિત્યે સં. ૧૫૮૫ ના પિષ સુદી અને દિવસે હાંસલદેએ ધર્મદાસ નામના તેવી બાળકને જન્મ આપ્યો. એક સમયે ગુણનિધાનસૂરિ વિહરતા ત્યાં પધાર્યા. તેમની ધર્મદેશના સાંભળીને વૈરાગ્ય પ્રાપ્ત થવાથી બાળકે પોતાના માતાપિતાની અનુજ્ઞા પ્રાપ્ત કરી સં. ૧૫૯માં દીક્ષા લીધી. નવોદિત મુનિનું નામ ધર્મદાસ રાખવામાં આવ્યું. આગમ આદિ ધર્મશાસ્ત્રોના પારગામી થયેલા તેમને ઉપસ્થાપના સમયે–એટલે કે વડી દીક્ષા દેતી વેળાએ ગુરુ દ્વારા ધર્મમૂર્તિ એવું નામકરણ થયું. સં. ૧૬૨ માં રાજનગરમાં સરિપદની પ્રાપ્તિ સહિત તેઓ ગચ્છનાયકનું પદ પામ્યા.
૧૪૦૭. નાહટાજીના સંગ્રહની અજ્ઞાત કક “અંચલગચ્છ અપરના વિધિપલગરછ-પટ્ટાવી (વિસ્તૃત વર્ણનરૂપ)માં ધર્મમૂર્તિસૂરિ વિષે આ પ્રમાણે ઉલ્લેખ છે– ૬૪. ચઉઠિમઈ માટે શ્રી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com