________________
શ્રી ગુણનિધાનસૂરિ
૩૪૭ ૧૪૦૨. લાયચંદ્ર “વીરવંશાનુક્રમમાં ગુણનિધાનસૂરિનાં વ્યક્તિત્વને પરિચય આ પ્રમાણે આપે છે –
દયાની રૈવત વિશુદ્ર પ્રશાંતઃ | ફૂશ્વરે સુનિધાન રતિ પ્રસ્તિત્તર | ૨૮ .
ખરેખર, ગુણનિધાનસૂરિની ધ્યાનમગ્ન પ્રશાંત મૂર્તિ અંચલગરછના પદની પરંપરામાં વિશિષ્ટ ભાત પાડે એવી ગરિષ્ટ છે. છિન્નભિન્નતાના અને અનૈશ્યના એ યુગમાં એમનું ધર્યપૂર્ણ નેતૃત્વ અનિવાર્ય બની ગયું હતું એમ લાગે છે. એમની ધ્યાનમગ્ન પ્રશાંત મુખમુદ્રાએ કલુષિત અને અશાંત ભાવને શમાવી દીધા હશે !! તત્કાલીન યુગવતિ પરિબળોને લક્ષમાં રાખીને જ અંચલગચ્છના આ આત્મદશી ગચ્છનાયકની કારકિર્દીનું યથાર્થ દર્શન કરી શકાય અને એમની સફળતાનું યથાસ્થિત માપ કાઢી શકાય. અનેક વિચાર-વિભિન્નતા વચ્ચે એમણે અંચલગચ્છીય વિચારધારાને સફળતાથી મૂત્રપાત કર્યો હતો એ એમનું ખરેખર, મહાન કાર્ય હતું !
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com