________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૩પપ ચાતુર્માસ રહ્યા. તેમના ઉપદેશથી વડેરાગોત્રીય ધનપાલ તથા લાલણગોત્રીય ઋષભદાસ એ બન્ને દીવેર્યોએ મળીને પચીસ હજાર ટંકને ખરચે જેનાગમાં અને શાસ્ત્રોની પ્રતે લખાવી ગુરુને વહોરાવી. ધર્મમૃતિરિએ જેસલમેરના અંચલગચ્છીય ઉપાશ્રયમાં જ્ઞાનભંડાર કરાવી પથ્થર નિમિંત કબાટોમાં હાથપ્રતે સુરક્ષિત રખાવી. ઉક્ત બને શ્રાવકોએ જયશેખરસૂરિકૃત કપમુત્ર - ખાવબોધ ટીકાની બે પ્રત સ્વર્ણાક્ષરી સાહીથી લિપિબદ્ધ કરાવી. આવી રીતે સુરક્ષિત જ્ઞાનભંડારનું નિર્માણ કરાવી ચતુર્માસ બાદ આચાર્ય લેધવાપુરમાં રહેલાં અત્યંત પ્રાચીન શ્રી પાર્શ્વનાથ જિનમંદિરની યાત્રા કરવા માટે જેસલમેરના સંઘ સહિત પધાર્યા. તદનંતર તેઓ પારકરમાં વિહાર કરી ગયા.
૧૪૩૯. પદાવલીનાં વર્ણન દારા સૂચિત થાય છે કે એ વખતે ત્યાં કાપાલિક મતનો સાર પ્રચાર હશે. પટ્ટાવલીમાં એ વિષયક એક ચમત્કારિક પ્રસંગનું આ પ્રમાણે નિરુપણ છે : પારકરમાં ધર્મમૂર્તિ સૂરિને મોટી જ્યારે ધારણ કરનારો, કંથાથી ઢંકાયેલાં શરીરવાળે, બિહામણું મુખવાળો એક યોગી મલ્ય. આચાર્યના પ્રભાવશાળી વ્યક્તિત્વને જોઈ તે બત્રીસ લક્ષણા પુરુષને અભિપ્સિત વિદ્યાર્થે ભેગણુઓને બલિદાન આપવાના સ્વપનાઓ સેવે છે, અને આચાર્યની પાછળ જાય છે. આચાર્ય પણ પિતાના મનમાં શંકા પામીને એ ગી–વેશધારી દુષ્ટ કાપાલિકના મનની મેલી મુરાદ જાણી જાય છે અને તે કાંઈ મંત્ર વિદ્યાથી કરે તે પહેલાં જ આચાર્ય તેને ખંભિત કરી દે છે. નજીકના ગામમાં રહેનાર ઘણું લેકે વિવાહ પ્રસંગે ત્યાંથી પસાર થયા. તેમણે પથરની જેમ ચપ્પાદિત કાપાલિકને જે અને હર્ષિત થઈ આચાર્યને કહ્યું – “ભગવનઆ દુષ્ટ કાપાલિકે આસપાસના ગામોમાંથી અનેક બાળકોનું હરણ કર્યું છે. સારું થયું કે આપે તેને પથરય બનાવી દીધો છે !' નજીકના ગામના લોકો પણ આ હકીકત જાણી અત્યંત ખુશી થયા. અને ગુનાં પગલાં ગામના ચેરામાં સ્થાપ્યાં. આચાર્ય ગ્રામ્યજનોના અત્યંત આગ્રહવશાત ગામમાં ચાર દિવસ રહ્યા. તેમના ઉપદેશથી ત્યાં ઘણા લોકોએ જીવહિંસાનાં પ્રત્યાખ્યાન કર્યા.
૧૪૪૦. આચાર્ય ત્યાંથી વિહાર કરી નગરપારકરમાં પધાર્યા. સંધના આગ્રહથી તેઓ ત્યાં ચાતુર્માસ રહ્યા. ત્યાંથી બાડમેર પધાર્યા અને સંઘના આગ્રહથી સં. ૧૬પ૮ માં ત્યાં ચાતુર્માસ રહ્યા. બાડમેરમાં વડેરાગોત્રીય સાગરમલ્લ નામના શેઠે આચાર્યના શ્રીમુખથી શ્રાવકનાં બારે તો ગ્રહણ કર્યા. ગુરુના ઉપદેશથી તેણે સ્વામિવાત્સલ્યાદિ ધર્મકાર્યોમાં પણ ઘણું ધન ખરચ્યું. ત્યાંથી લોઢાગોત્રીય મંત્રી બાંધવા કુરપાલ અને સોનપાલની આગ્રહભરી વિનતિથી આચાર્ય સં. ૧૬૬૫ માં આગ્રા પધાર્યા અને તેમના ઉપદેશથી અનેક ધર્મકાર્યો થયાં એ વિશે પાછળથી સપ્રમાણુ ઉલ્લેખ કરીશું. આચાર્ય એ વર્ષે ત્યાં જ ચાતુર્માસ રહ્યા ચાતુર્માસ બાદ મંત્રી બાંધવોએ ધર્મમૂર્તિસૂરિની અધ્યક્ષતામાં સમેતશિખર તીર્થની કુટુંબસહિત યાત્રા કરી ધર્મકાર્યોમાં અઢળક ધન વાવવું. વાચકોને દાન આપવાના તેમજ સાધમિકેના ઉદ્ધારના અનેક કાર્યો આ શ્રેષ્ઠીવર્યોએ કર્યા છે. તીર્થયાત્રા કરવા ઉપરાંત અઠ્ઠાઈ મહોત્સવ ઉજવીને તેમજ સમેતશિખર તીર્થની પાદુકાઓની દેહરીઓને જિર્ણોદ્ધાર કરાવીને આ મંત્રી બાંધવોએ મહાપુણ્ય ઉપાર્જન કર્યું છે.
૧૪૪૧. સમેતશિખરની યાત્રાથી પાવન થઈ આચાર્ય પુનઃ આગ્રામાં પધાર્યા. ત્યાંથી અપ્રતિહત વિહરતા પિતાના ચરણકમળથી અનેક ગામો અને નગરોને પવિત્ર કરતાં પરિવાર સહિત જયપુરમાં પધાર્યા. ત્યાંના સંઘે મહોત્સવપૂર્વક તેમનો નગરપ્રવેશ કરાવ્યો. સંઘના આગ્રહથી તેઓ જયપુરમાં જ ચાતુર્માસ રહ્યા. ત્યાં નાગડાગોત્રીય જુહારમલ્લ નામના ઉત્તમ શ્રાવકે આચાર્યના ઉપદેશથી શ્રી શાંતિનાથ ભગવાનની સુવર્ણમય પ્રતિમા ભરાવી અને સં. ૧૬૬૬ ના પિષ સુદી ૫ ને દિવસે તેની પ્રતિષ્ઠા કરાવી. જુહારમલે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com