________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૩૫૩ ઉક્ત શ્રેણીબંધુઓએ સુરિની આદરમાનપૂર્વક ભક્તિ કરી તેમજ તેમના ઉપદેશથી બે હજાર માણસના સંઘ સહિત સમેતશિખર તીર્થની યાત્રા કરી. આચાર્ય એ સંઘમાં ઉપસ્થિત રહ્યા. તદનંતર આચાર્ય અન્યત્ર વિચરી વાણુરસીમાં પધાર્યા તથા ત્યાં જ ચાતુર્માસ રહ્યા. પૂર્વ તેમજ ઉત્તર ભારતમાં ધર્મમૂનિસરિ કેટલેક સમય વિચર્યા અને અનેક જીવોને ધર્મ પમાડ્યો.
૧૪૩૦. નાગડા તેજસિંહની વિનનિધી આચાર્ય સં. ૧૯૨૪ માં પુનઃ નવાનગરમાં પધાર્યા તે વખતે પણ તે શ્રેણીમાં મોટા આડંબરપૂર્વક ગુનો પ્રવેશ મહોત્સવ કર્યો. એ અરસામાં તેણે આરંભેલા જિનાલયનું કાર્ય સંપન્ન થયું હતું. આ શિખરબંધ જિનાલય બે લાખ મુદ્રિકાને ખરચે તૈયાર થયું હતું. શ્રેણીના આગ્રહથી ત્યાં ચાતુર્માસ રહેલા ધર્માતિસૂરિના ઉપદેશથી નૂતન જિનપ્રાસાદમાં સં. ૧૬૨૪ ના પિષ સુદી ૮ ને દિવસે એકાવન જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ. મૂલનાયક તરીકે શ્રી શાંતિનાથ ભગવાનની સ્થાપના થઈ. તે પ્રસંગે તેજસિંહસાહ જ્ઞાતિબંધુઓને મિષ્ટાન્ન ભોજન કરાવ્યું તથા ગચ્છના સર્વે સાધુઓને ઘણો આદર સત્કાર કર્યો. ચાતુર્માસ બાદ આચાર્ય અન્યત્ર વિહાર કરી ગયા.
૧૪૩૧. સવંશીય વાહણી ગોત્રીય શ્રેણી વરજાંગ અંચલગીય શ્રાવક હતા. સં૧૬ર૭ માં તેણે ઘણું ધન ખરચીને ઝાલોરી, સારી, રાક્રહી અને સહી એ ચાર દેશ જમાડ્યા. એ જ વંશમાં ઝાલરમાં થયેલા કર્માએ ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. મૂળીમાં થયેલા જોડાસાહે ત્રણ હજાર માણસને સંઘ કાઢી ઘણું ધન ખરચી સં. ૧૬૧૧ તથા સ. ૧૬૧૫માં શત્રુંજયની યાત્રાઓ કરી. એ વંશના સીહ આદિ બંધુઓએ ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી શ્રી સુમતિનાથબિંબની પ્રતિષ્ઠા કરાવી ઘણું ધન ખરચ્યું, જે વિશે ભદ્રમાંથી ઉલ્લેખ મળે છે.
૧૪૩૨. ધર્મમૂર્તિસૂરિ અનેક ગામો તથા નગરોમાં પદાર્પણ કરતાં અનુક્રમે આગ્રાના લોઢાગોત્રીય ઋષભદાસના સુપુત્રો કુરપાલ અને સેનપાલના અત્યંત આગ્રહથી સં. ૧૬૨૮ માં આમા પધાર્યા. લેઢાબંધુઓએ ગુરુને પ્રવેશ મહોત્સવ કર્યો. તેમની વિનતિથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા. ત્યાંના જૈન સંવે આચાર્યની ઘણું જ ભક્તિ કરી. આચાર્યના ઉપદેશથી કુરપાલ અને સેનપાલે મળીને ત્યાં અંચલગીય ઉપાશ્રય બંધાવ્યો તથા વિશાળ જિનાલય બંધાવવાનાં કાર્યોને પણ પ્રારંભ કર્યો. તદનંતર ચાતુર્માસ બાદ સરિએ ત્યાંથી વિહાર કરીને પાવાપુરી આદિ તીર્થભૂમિઓની યાત્રા કરી.
૧૪૩૩. પાવાપુરીથી ઉપ્રવિહાર કરી સૂરિ પરિવાર સહિત સં. ૧૯૨૮ માં રાજનગર–અમદાવાદ પધાર્યા. ત્યાં શ્રીમાલીવંશીય શ્રેણી આભા આચાર્યને અનન્ય ભક્ત હતા. તેના આગ્રહથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા. ધર્મમૂતિસૂરિના ત્યાગ, વૈરાગ્ય આદિ અનુપમ ગુણેના સમૂહ જોઈને અમદાવાદના સંયે મળીને તેમને યુગપ્રધાનની પદવી આપી. આભા શ્રેણીએ આચાર્યના ઉપદેશથી ત્યાં એક જિનાલય બંધાવ્યું તથા સં. ૧૬૨૮ ના મહા સુદી ૧૩ ને દિવસે આચાર્યના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભગવાન આદિ ૧૩ જિનબિંબોની તેમાં પ્રતિષ્ઠા કરાવી. તિલકસાગર કૃત ‘રાજસાગરસૂરિ રાસ' (સં. ૧૭૨ ) માં ૬ શ્રી અને ૮ મી ઢાળમાં અમદાવાદની આગેવાન અને શ્રીમાન શ્રાવકેની નામાવલી આપી છે. તેમાં જણાવાયું છે –
વેણી દેસી તણો સુત વાધો, તસ પિતરાઈ પારસવીર જિં,
સાહુકુંઅરજી વાઘજીનો ભાઈ પરિખ ભાણ સુત સોહિં. . આઠમી ઢાળમાં આ નામના બીજા પણ શ્રાવકોને ઉલ્લેખ મળે છે. જુઓ જૈ. ઐ. ગૂર્જર કાવ્ય સંચય, સંપાદક મુનિ જિનવિજયજી. પૃ. ૫૪-૫૬.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com