________________
૩૫૬
'અંચલગચ્છ દિગ્દર્ભ પિતાની પત્ની રમાદેવી સહિત શ્રાવકનાં બારે વ્રત ગુરુના શ્રીમુખથી અંગીકાર કર્યા; ઘણું ધન ખરચીને તેમણે સ્વામિવાત્સલ્યાદિ ધર્મકાર્યો કર્યા; તેમજ જૈન શાસ્ત્રના બાર ગ્રંથે લિપિલબ્ધ કરાવી તેમણે ગુરુને વહોરાવ્યા. ચાતુર્માસ બાદ આચાર્ય ત્યાંથી વિહાર કરી અનુક્રમે સાદરી નગરમાં પધાર્યા. ત્યાંના સંઘે આડંબરપૂર્વક તેમને પ્રવેશ મહોત્સવ કર્યો. એમની ધર્મદેશનાથી પ્રભાવિત થઈ પોરવાડ જ્ઞાતીય સમરસિંહ નામના શ્રાવકે ત્યાંની પંચતીથીને બસો માણસને સંઘ ધર્મમૂર્તિરિની અધ્યક્ષતામાં કહ્યો. આચાર્ય પરિવાર સહિત સંઘ સમેત પ્રથમ રાણકપુરમાં પધાર્યા. સંઘપતિ સમરસિંહના પિતા ધનાસાહ રાણકપુરનાં ભવ્ય જિનાલયના દર્શન કરીને ધન્યતા અનુભવવા લાગ્યા. સમરસિંહે જિનાલયના જીર્ણોદ્ધારનું કાર્ય પણ પ્રારંભળ્યું. રાણપુરથી સંધ નાડોલ ગયો. સાથે ત્યાં બે દિવસ સ્થિરતા કરી. નાડેલના સંધે પણ આચાર્યની સારી ભક્તિ કરી. ત્યાંથી સંઘ નાડૂલાઈ ગયો. એ પછી વરાણા ગામમાં યાત્રાર્થે સંઘે ત્રણ દિવસની સ્થિરતા કરી. ત્યાં શ્રી પાર્શ્વનાથ જિનાલયને અવસ્થામાં જોઈ ગુસ્ના ઉપદેશથી સંધપતિ સમરસિંહે તીર્થોદ્ધારનું કાર્ય પ્રારંવ્યું. ત્યાંથી સંઘ ઘાણેરાની યાત્રા કરી પુનઃ સાદરીમાં પધાર્યો. ધર્મમૂતિ સૂરિના ઉપદેશથી સંઘપતિએ બાર વ્રતો અંગીકાર કર્યા. સ્વામિવાત્સલ્ય આદિ કાર્યોમાં ઘણું ધન ખરચ્યું. આચાર્યના ઉપદેશથી તેણે શ્રી યુગાદિદેવની રૌય પ્રતિમા ભરાવી. સં. ૧૬૬૬ ના વૈશાખ સુદી ૧૩ ને દિવસે મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી. સમરસિંહે શેષ ધન પણ ધર્મકાર્યોમાં વાવરી આચાર્ય પાસે સં. ૧૬૬૬ ના વૈશાખ વદિ ૯ ને દિવસે પ્રજ્યા અંગીકાર કરી. ગુએ તેમનું સૌભાગ્યસાગર એવું ગુણનિષ્પન્ન નામ રાખ્યું. સમરસિંહના ગુણસિંહ આદિ ત્રણ પુત્રોએ દીક્ષા મહોત્સવ કર્યો. આ અંગે પાછળથી પણ ઉલ્લેખ કરીશું. ક ૧૪૪૨. સાદરીથી વિહાર કરી આચાર્ય પરિવાર સહિત પાલી નગરમાં પધાર્યા. ત્યાંના સંઘે પણ અત્યંત આદરમાનથી તેમને પ્રવેશ મહોત્સવ કર્યો. ત્યાંના સાચીહર જ્ઞાતીય નથમલ્લ નામના વિદ્વાન બ્રાહ્મણને પ્રતિબોધ આપી દીક્ષિત કર્યો. અને તેમનું નાથાગણિ એવું નામ ગુરુએ રાખ્યું. જે વિશે પાછળથી સપ્રમાણ ઉલ્લેખ કરીશું. પાલીના સંધના આગ્રહથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા. ત્યાંના શ્રેણી મહિરાજે ગુની ભાવથી ઘણી ભક્તિ કરી. ગુરના ઉપદેશથી મહિરાજે ત્યાં એક મનહર ઉપાશ્રય પણ બંધાવ્યો.
૧૪૪૩. ચાતુર્માસ બાદ પાલીથી વિહાર કરી આચાર્ય સમુદાય સહિત જોધપુરમાં પધાર્યા. સહસ્ત્રમલ પ્રભૂતિ શ્રાવકેએ તેમને મહોત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યો. ત્યાંના સંધના આગ્રહથી આચાર્ય જોધપુરમાં જ ચાતુર્માસ રહ્યા. આચાર્યના ઉપદેશથી સહસ્ત્રલે નાગોરથી દસ લહીને તેડાવી ઘણું જૈન ગ્રંથો લખાવ્યા. ત્યાં નવું ભંડાર કરાવીને બધા ગ્રંથો તેમાં સંગ્રહિત કરવામાં આવ્યા.
૧૪૪૪. ત્યાંથી વિહાર કરી અનુક્રમે ગુરુ પાલણપુરમાં પધાર્યા. ત્યાંના સંઘે તેમનો આડંબરપૂર્વક નગરપ્રવેશ કરાવ્યું. એકવીસ મુનિઓના પરિવાર સહિત ગુરુ ત્યાં બિરાજ્યા. એમના આગમનથી ત્યાં ધર્મભાવનાની વૃદ્ધિ થઈ. શ્રાવકે આચાર્યને ધર્મોપદેશ સાંભળી હર્ષિત થયા. ત્યાંના વડેરાગેત્રીય રવિચંદ્ર નામના શ્રાવકના અત્યંત આગ્રહથી ધર્મમૂર્તિસૂરિએ તે શ્રાવકના પંચમી તપના ઉદ્યાપન-ઉજમણુ પ્રસંગ સુધી સ્થિરતા કરી. આચાર્યના ઉપદેશથી રવિચંદ્ર મહોત્સવ પૂર્વક પંચમી તપનું ઉદ્યાપન કર્યું અને તે પ્રસંગે ઘણું ધન ખરચીને વિવિધ પ્રકારે જ્ઞાનની ભક્તિ કરી. તેણે સ્વામિવાત્સલ્યાદિ ધર્મકાર્યો પણ કર્યા. આચાર્યના ઉપદેશથી રવિચંદ્ર કસોટી પાષાણનિર્મિત શ્રી નેમિનાથ જિનેશ્વરની દર્શનીય સ્મૃતિ ભરાવી. આચાર્યનું શરીર દ્ધાવસ્થાથી ક્ષીણ થઈ ગયું હઈને ત્યાંના સંઘે તેમને એ ઉમરે વિહારન કરવાની અને પાલણપુરમાં જ સ્થિરવાસ રહેવાની આગ્રહભરી વિનંતિ કરી. ગુરુએ તેમને જણાવ્યું– શ્રાવકવેર્યો !
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com