________________
ઉપર
અંચલગચ૭ દિગ્દર્શન ધર્મમૂર્તિના ઉપદેશથી તેજસીશાહે ત્યાં બંધાવેલાં જિનાલયને પણ મુસલમાન સૈન્ય ખંડિત કર્યું અને આશાતના પહોંચાડી. આ પ્રસંગ સં. ૧૬૨૪ માં બન્યો હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
૧૪૨૩. એસવંશીય વડેરાગાત્રીય સમરસી નામને અંચલગચ્છીય શ્રાવક રાધનપુરથી દીવમાં આવીને વ. તે અત્યંત ધનવાન હોવા ઉપરાંત ધર્મચુસ્ત પણ હતો. તેણે ધર્મકાર્યોમાં અઢળક ધન ખરચ્યું હતું. તેના આગ્રહથી ઘર્મમૂર્તિ સુરિ દીવ પધારેલા અને આગમ-વાચના કરેલી.
૧૪૨૪ સવંશીય વાહણ ગોત્રીય શ્રેણી વરજાગે સં. ૧૯૨૭માં ઘણું ધન ખરચીને ઝાલોરી, સારી, રાહી અને સરોહી એ ચાર દેશને જમાડ્યા. આ વંશમાં ઝાલેરમાં થયેલા કર્માએ ધર્મ કાર્યોમાં ઘણું ધન ખરચ્યું હતું. મૂળીમાં થયેલા નેડાશાહે ત્રણ હજાર માણસોને સંઘ કાઢીને સં. ૧૬૧૧ અને ૧૬૧૫ માં એમ બે વાર શત્રુંજયની યાત્રા કરી લક્ષ્મી કૃતાર્થ કરી. આ વંશના સીહા આદિ ભાઈઓએ ધર્મમૂર્તિ સરિના ઉપદેશથી શ્રી સુમતિનાથબિંબની મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરી.
૧૪૨૫. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી અંચલગચ્છીય શ્રાવકેએ ઘણું ધર્મકાર્યો કર્યા છે, જે અંગે પાછળથી સપ્રમાણ વિચારણું કરીશું. સુરતના અંચલગચ્છીય સંઘે સં. ૧૬૫૩ માં. શ્રી સંભવનાથ જિનાલય નિર્માણ કરાવી મૂલનાયકની મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરી. આચાર્યના ઉપદેશથી જિનાલય નિર્માણના બીજા પણ અનેક કાર્યો થયાં છે જે અંગે પ્રસંગોપાત ઉલ્લેખ કરીશું. ધર્મપ્રચાર
૧૪૨૬. ધર્મમૂર્તિસરિએ ગચછના ઉદ્ધારર્થે કિયોદ્ધાર કર્યો એ વિશે આપણે વિચારી ગયા. કિદ્ધારની સાથે તેમણે ધર્મપ્રચારના અનીવાર્ય કાર્યને પણ ગતિમાન બનાવી છે તેમજ શાસનનું સંગઠ્ઠન દઢ કર્યું. અપેક્ષિત ઉદ્દેશ અનુસાર એમને વિહાર દેશ પણ વિશાળ જણાય છે. અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં ધર્મમૂર્તિસૂરિનું જીવનવૃત્ત પ્રાય: વર્ષવાર કમમાં નિબદ્ધ છે. એમના વિહાક્રમનું તથા વર્ધા નિવાસનું તેમાંથી ક્રમબદ્ધ વર્ણન મળે છે. ચરિત્રનાયકના જીવન વિષયક અનેક જ્ઞાતવ્ય તેમજ તથ્યપૂર્ણ બાબતોનું એ પટ્ટાવલીમાં વિશદ રીતિથી વર્ણન કરવામાં આવ્યું હેઈને તેનો ઉલ્લેખ વિવક્ષિત છે. પશ્ચિમ ભારતના સમગ્ર મુખ્ય નગરો અને ગામોમાં રહેલા એમના અસંખ્ય ધર્મિષ્ટ અને ધનિક શ્રાવક-શ્રાવિકાઓના કુટુંબોને તેમજ વ્યક્તિઓને તેમાં નામોલ્લેખ મળે છે. એટલું જ નહીં એમણે કયાં, કેવી રીતે પૂજા, પ્રતિષ્ઠા કે સંત્સવ આદિ ધર્મકાર્યો કર્યા એ બધાનું નિશ્ચિત વિધાન પણ મળે છે.
૧૪૨૭. આબૂતીર્થમાં દેવીનું વરદાન પ્રાપ્ત કર્યા પછી ધર્મમૂર્તિ સરિ સહી નગર પધાર્યા અને ચાતુર્માસ રહ્યા.
૧૪૨૮. સં. ૧૬૧૩ માં આચાર્ય નવાનગર પધાર્યા. નાગ તેજસિંહ શ્રાવકે તેમને આબરપૂર્વક પ્રવેશ–મહોત્સવ કર્યો. તેજસિંહસાહના આગ્રહથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા. તેમના ઉપદેશથી તેજસિંહરાહે નવાનગરમાં જિનાલય બંધાવવાને પ્રારંભ કર્યો એ વિશે પાછળથી ઉલ્લેખ કરીશું.
૧૪૨૯. સં. ૧૬૧૪ માં મૂરિ શત્રુજ્ય તીથાધિરાજમાં પધાર્યા, ક્રિોદ્ધાર કર્યો તેમજ ત્યાં શિષ્ય પરિવાર સહિત તેઓ પાલીતાણામાં ચાતુર્માસ રહ્યા. ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા તથા સં. ૧૬૧૫ માં ત્યાં જ ચાતુર્માસ રહ્યા. તદઅંતર ત્યાંથી વિહાર કરી તેઓ ઉદયપુર પધાર્યા. ત્યાં ચાતુર્માસ રહી સં. ૧૬૧૭માં આગ્રામાં પધાર્યા. ત્યાં સમ્રાટ અકબરને માન્ય લેતાગોત્રીય ઋષભદાસ તથા તેના ભાઈ પ્રેમને ધામધૂમથી આચાર્યને પ્રવેશ–મહોત્સવ કર્યો. સંઘના આગ્રહથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com