________________
શ્રી ધર્મમૂતિસૂરિ
[૩૪૮ ધર્મમૂરત્તિસરિ. શ્રી સ્તંભતીર્થો સા. હાંસા, ભાર્યા હાંસલદે પુત્ર ધર્મદાસ. સંવત્ પનર પંચાસીઈ જન્મ, સંવત પર નવાણુંઈ દીક્ષા, સંવત્ સેલ બિડોત્તરે અહમદા(વાદ)નાગરિ ગચ્છનાયકપદ, સંવત્ સેલ ગણોતરે શ્રી પાટણિ નિર્વાણ. એવં સર્વાયુ વર્ષ પંચ્યાસી.”
૧૪૦૮. મુનિ લાખા “ગુરુ પટ્ટાવલી ”માં ધર્મમૂર્તિરિનાં મૂલ નામ, તેમની જ્ઞાતિ કે ગોત્ર વિશે ઉલ્લેખ કરતા નથી, પરંતુ તેઓ જે નોંધ આપે છે તે પટ્ટાવલાની બાબતો સાથે મેળ ખાય છે. ચરિત્રનાયકના જીવન વિષયક મુનિ લાખાની નોંધ પ્રમાણભૂત હેઈને અહીં ઉલ્લેખનીય છે :
१७ सत्तरमा श्री धर्ममूत्तिसूरि। स्थंभतीथें । मं० हंसराज पिता। हांसलदे माता। सं० १५८५ जन्म । स्थंभतीर्थे । सं० १५९९ दीक्षा । सं० १६०२ गच्छेशपदं श्री राजनगरे । सं० १६७१ निर्वाण श्री पत्ने । सर्वायु वर्ष ८६ ॥ १७ ॥
૧૪૦૯. મુનિ લાખા કૃત પટ્ટાવલીમાં ધર્મમૂર્તિ સૂરિના પિતાને મંત્રી કહ્યા છે એ વિધાન મહત્ત્વપૂર્ણ છે. ધર્મમૂતિ સૂરિ અભિજાત તેમજ રાજમાન્ય કુટુંબના હતા એ હકીકત આટલા સંક્ષિપ્ત નિર્દેશથી જ સ્પષ્ટ થઈ જાય છે.
૧૪૧૦. પ્રાચીન પટ્ટાવલીયંત્રમાં ધર્મમૂર્તિરિને શ્રીબાલી જ્ઞાતિના કહ્યા છે એ વાત પણ વિશેષ ઉલ્લેખનીય છે. અપરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલ પટ્ટાવલીમાં એમને ઓશવાળ કહ્યા છે તે વિશે આપણે નોંધી ગયા છીએ. પદાવલીનું વિધાન શંકિત જણાય છે. પદાવલીની અનેક બાબતો સંશોધનીય છે તે વિશે પણ આપણે વિચારી ગયા છીએ. પ્રાચીન પાવલી યંત્રની અન્ય બાબતે મુનિ લાખા કત ગુરુ પદાવલીની હકીકત સાથે મેળ ખાય છે. શ્રી હંસરાજના શ્રીમાળી હોવા સંબંધક કથન માટે જુઓ પ્રો. રવજી દેવરાજ દ્વારા સંપાદિત “શતપદી ભાષાંતર' પૃ. ૨૨૨-૩ માં પ્રકાશિત થયેલ પદાવલી યંત્ર તથા “જૈન ગૂર્જર કવિઓ', ભા. ૧, પૃ. ૭૭૬-“ અચલગચ્છની પઢાવલી' નં. ૬૩. ધર્મમૂતિસૂરિ શ્રીમાળી હતા એ વિધાન અભિપ્રેત છે.
૧૪૧૧. ધર્મમૂર્તિસૂરિ વિશેની પાશ્ચાત્ય વિદ્વાનોની નોંધ પણ અહીં ઉલ્લેખનીય છે. પ્રા.પિટર્સન સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ સને ૧૮૮૬ થી ૧૮૯૨ ની પ્રસ્તાવનામાં ધર્મમૂર્તિસૂરિને આ પ્રમાણે ઓળખાવે છે :
Dharmamurti-Mentioned as the guru of Sivasindhusuri in the Vidhipaksha gachchha, Chandrakula. Fourth in ascent from Udayasagara who wrote in Samvat 1804. 3, App. p. 238. Mentioned as the guru of Kalyansagara-munindra (Sivasindhusuri. See entry Kalyansagara ). 3, App. p. 220 ( Write “dhammamutti").
૧૪૧૨. . નેસ કલાટ ધર્મમૂર્તિસૂરિ વિશે “ઈન્ડિયન એન્ટીકવેરી', પુસ્તક ૨૩માં મહિતીપૂર્ણ નોંધ આ પ્રમાણે આપે છે :
9713. Dharmamurtisuri, son of Sa Hansaraja vanik in Trambavati and of Hansalade, mula naman Dharmadasa, born Samvat 1585, diksha 1599, acharya and gachchha-nayak 1602 in Amada vada + 1670 in Patan at the age of 85. He is called tyagi.
ચરિત્રનાયકના સમયમાં થયેલી કેટલીક સાહિત્ય પ્રવૃત્તિ વિશે પણ ડૉ. કલાટ નોંધે છે જેનો ઉલ્લેખ પાછળથી કરીશું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com