________________
શ્રી ગુણનિધાનસૂરિ અનુસાર જશવંત અત્તરને વ્યાપારી હતો અને મજદિખાના રાજદરબારમાં તે ઘણી લાગવગ ધરાવતો હતો એમ જાણી શકાય છે. ફરમાનોમાં જણાવવામાં આવ્યું છે કે શત્રુજ્ય જ્યારે મજાહિદખાનને જાગીરમાં મળ્યો ત્યારે જશવંતે તેને વિનતિ કરી સં. ૧૫૬૮ ના ફાગણ સુદી ૩ ને શુક્રવારે વિશાળ જિનપ્રાસાદ બનાવવાનું શરુ કર્યું. એ શિખરબદ્ધ જિનાલય તથા ૩૫ દેવકુલિકાઓ પણ બંધાવી. એ પછી અંચલ ગચ્છીય શ્રાવક-ચૌહત અને વીરપાલે પણ જિનાલયો બનાવવાનો પ્રારંભ કર્યો. ૩ વર્ષના કાર્ય બાદ ત્રણ મોટાં તથા નવ નાનાં જિનાલયે તેમણે નિર્માણ કર્યા.
૧૩ ૬૪. અકબરના શાહી ફરમાનેની પ્રાચીન નકલે પરથી ગુણનિધાનસૂરિના સમયની મહત્વની બાબત પર પ્રકાશ પાડી શકાય છે. એ ફરમાનેના મૂળ નકલ માટે જુઓ અગરચંદજી તથા ભંવરલાલજી નાહટા કૃત “યુગ પ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ' નામને ગ્રંથ. પ્રસ્તુત નકલે અશુદ્ધ હેઈને તેમાં કહેલ જશવંત ગંધી એ ગાંધી ગોત્રીય પણ હોઈ શકે. ગંધી પરથી તે અત્તરને વ્યાપારી હશે એમ અનુમાન કરાયું છે. બીજું, ચૌહત અને વીરપાલ વિશે પણ ઝાઝું કાંઈ જાણી શકાતું નથી. એ બંને ભાઈઓ પણ હોય. પ્રસ્તુત ફરમાનોમાં જણાવાયેલા જિનાલયે હાલમાં કયાં છે તે પણ ઓળખવું દુર્લભ છે. એ જિનાલય વિમલવસહીમાં હોય એવી સંભાવના છે.
૧૭૬૫. બીજી એક વાત પણ અહીં ઉલ્લેખનીય છે. સમ્રાટ અકબરે તપા અને ખરતરગચ્છના આચાર્યોને ફરમાનો લખી આપ્યાં છે. અંચલગચ્છના આચાર્યોને તેણે ફરમાનો આપ્યા છે કે કેમ તે વાતને નિર્ણય થઈ શકતો નથી. ઉપર્યુકત ફરમાન દ્વારા એટલું તો ચક્કસ કહી શકાય છે કે સમ્રાટ અકબર અંચલગચ્છથી અનભિજ્ઞ તે નહોતો જ ! શ્રમણ સમુદાય
૧૩૬. ગુણનિધાનસૂરિના પદનાયક સમય દરમિયાન થઈ ગયેલા શ્રમણો વિશે પ્રાચીન ગ્રંથોમાંથી પર્યાપ્ત પ્રમાણમાં માહિતી ઉપલબ્ધ થાય છે. એ વખતે ગચ્છમાં અનેક શાખા-પ્રશાખાઓ પ્રવર્તમાન હતી, જેમાં અનેક વિદ્વાનો અને તપસ્વીઓ થઈ ગયા છે. એ સૌ ગચ્છનાયકના અનુશાસન પ્રમાણે વર્તતા. શાખા-પ્રશાખાની વૃદ્ધિ હોવા છતાં ગચ્છનાયકની સર્વોપરિતા ઝાંખી પડી નહોતી. તેમને બોલ સોને માન્ય રહેતો. તેમની આજ્ઞાનો પ્રભાવ શાહી આજ્ઞાથીયે અધિકતર પ્રબલ લેખાતે. તેઓ સમગ્ર ગછને સંગદિત રાખતા. એમની આજ્ઞાની સામે ભલભલી સત્તાઓ પણ ટક્કર ઝીલવાને અસમર્થ નીવડતી • ને શિર કાવતી. સંપ્રદાયની છિન્નભિન્નતાના એ કપરા કાળમાં ગુણનિધાનસૂરિએ સુંદર આધ્યાત્મિક નેતૃત્વ પૂરું પાડયું. વાચક પુણ્યચંદ્ર
૧૩૬૭. વા. પુણ્યચંદ્ર ચંદ્રશાખાના આદ્ય શ્રમણ મનાય છે. એ શાખાના લાવણ્યચંદ્ર કૃત “વીર વંશાનુક્રમ ” માં એમના વિશે આ પ્રમાણે કહેવાયું છે : इतश्च श्री शालिनां गुणनिधानगणेश्वराणां । शिष्योत्तमाः प्रवर वाचक पुण्यचन्द्राः॥
એ પછી એ શાખાની પરંપરા આ પ્રમાણે છે: (૧) પુણ્યચંદ્ર (૨) માણિજ્યચંદ્ર (૩) વિનયચંદ્ર (૪) રવિચંદ (૫) દેવસાગર (૬) જયસાગર (૭) લમીચંદ્ર (૮) લાવણ્યચંદ્ર અને કુશલચંદ્ર. એ પછી પણ આ પરંપરા ચાલી છે. દેવસાગર કૃત “ વ્યુત્પત્તિ રત્નાકર' ગ્રંથની પ્રશસ્તિમાંથી વા. પુણ્યચંદ્ર અને એમની શિવ-પરંપરા વિશે સુંદર વર્ણન મળે છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com