________________
શ્રી ગુણનિધાનસૂરિ
૩૪૩ ૧૯૮૮, પ્રાય: હાનિધાનના શિષ્ય ૫. લક્ષ્મીનિધાને સ. ૧૬૧૭ ના કાર્તિક સુદી ૭ ને શુક્રવાર પછી સ્તંભતીર્થ મતપત્રમાં અન્ય ગાના આચાર્યો સાથે સહી કરી જાહેર કર્યું કે નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિ ખરતરગચ્છના હતા. જુઓ “ સમાચાર શતક.' પં. વિદ્યાશીલ
૧૩૮૯. પં. વિદ્યાશીલે સં. ૧પ૯પ ના આસો સુદીમાં ગુરુવારે ભાવસાગરસૂરિ શિવ કૃત “નવતત્ત્વ ચપઈની પ્રત સત્યપુરમાં લખી. જુઓ પુષિકા :
वाणानंदे वाणयुक्ते च इन्दे १५३५ तस्मिन् वर्षे अश्विनी शुक्लपक्षे गुरो पूर्णा० अंचलगच्छे गुणनिधानसूरि राज्ये सत्यपुरमध्ये पं. विद्याशीलमुनि आत्मवाचनाय लि०॥
વિદ્યાશીલના શિષ્ય વિવેક અને તેમના મુનિશીલ થયા. પં. ગુણરાજ અને તિલકગણિ
૧૩૯૦. આ બન્ને શ્રમણો સં. ૧૫૮૭ ના વૈશાખ વદિ ૬ને રવિવારે કર્ભાશાહે શત્રુંજયના કરાવેલા ઉદ્ધાર પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. એ વખતે બધા ગએ સર્વાનુમતે ઠરાવ્યું હતું કે શત્રુંજયતીર્થ બધા કહેતાંબર ગચ્છનું છે. લેખ આ મતલબને છે : “શત્રુંજયતીર્થ ઉપરકા મૂલ ગઢ ઔર મૂલકા શ્રી આદિનાથ ભગવાનના મંદિર સમસ્ત જૈનો કે લિયે હૈ ઔર બાકી સબ દેવકુલિકાયૅ ભિન્ન ભિન્ન ગચ્છવાલોં કી સમઝની ચાહિયે. યહ તીર્થ સબ જેને કે લિયે એક સમાન હૈ. એક વ્યકિત ઈસ પર અપના અધિકાર જમા નહીં સકતી. અસા હોને પર બી યદિ કોઈ અપની માલિકી સાબિત કરના ચાહે તો ઉસે દસ વિષયક કોઈ પ્રામાણિક લેખ યા પ્રથાક્ષર દિખાના ચાહિયે. પૈસા કરને પર હમ ઉસકી સત્યતા સ્વીકાર કરેંગે...અંચલગચ્છીય યતિ તિલકગણિ ઓર પંડિત ગુણરાજગણિ લિખિતં.' જિનવિજયજી સંપાદિત “શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ.”
૧૨૯૧. ૫. ગુણરાજ પાછળથી આચાર્યપદે વિભૂષિત થયા હતા અને તેમના ગુરુ માણિજ્યકુંજરસુરિ અને શિષ્ય વિજયહંસરિ હતા એમ સંભવે છે. એ પરંપરાના આચાર્યો વિશે આગળ ઉલ્લેખ થઈ ગયો છે. ઉપાધ્યાય ઉદયરાજ અને શિષ્ય
૧૨૯૨. ઉપા. ઉદયરાજના વા. વિમલરંગ, પં. દેવચંદ્ર, ૫. જ્ઞાનરંગ, પં. તિલકરાજ, સેમચંદ્ર, હર્ષરત્ન, ગુણરત્ન, દયારત્ન વિગેરે શિષ્યએ આબુની યાત્રા કરી. શ્રીમાલી ખેતા, વરશી, છીમા, ભજાડા, રામા ઈત્યાદિ શ્રાવકો પણ સાથે હતા. ગુણનિધાનસૂરિના પ્રસાદથી જ્ઞાનરંગ અને હર્ષરને ત્યાં ચોમાસું કર્યું ઈત્યાદિ બાબતો વિમલવસહીના સ્તંભ-લેખ દ્વારા જાણી શકાય છે. જુઓ જયંતવિજયજીને આબૂ લેખ સંગ્રહ તથા અંચલગચ્છીય લેખ સંગ્રહ.
૧૩૯૩. ધર્મપ્રભસૂરિ કૃત “કાલભાચાર્ય ક્યા ” ની પ્રત સં. ૧૫૭૭ ના કાર્તિક સુદી ૧૫ ને શુક્ર ઓસવાળ ડુંગર, ભાર્યા દેહુણદેના પુત્ર સંધપતિ વીજપાલે લખાવી અને ઉદયરાજને વીડઉદ્ર ગામમાં ભેટ ધરી. જુઓ “કાલિકાચાર્ય કથા સંગ્રહ ', પૃ. ૯૬. જુઓ પુષ્પિકા : इति श्री कालिकाचार्य कथा संक्षेप [तः] कृता ।
सम्वत् १५ आषाढादि ७७ वर्षे लिखितम् ॥ नक्षत्राक्षत्र(त) पूरित मरकतस्थालं विशालं नभः,
पीयूषद्युतिनालिकेरकलितं चन्द्रप्रभावादनम् ।
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com