________________
અંચલગચ્છ જિદ ન સં. ૧૫૬૫ માં ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. એ વર્ષમાં તે ગુરુને પદમહોત્સવ જાંબૂરામમાં કર્યો. મંત્રી ધરણના પૂર્વજ જગદેવશેઆ વંશના પ્રસિદ્ધ પુરષ થઈ ગયા. તેઓ બેનાતટ-બેણપ બંદરમાં વસતા હતા. જકાત માટે ત્યાંના રાજા સાથે તેમને વાંધો પડતાં અઢાર લાખ લહારી ખરચીને બેણપ બંદર પાસે સાત ગાઉ સુધીને કિનારો પથ્થર, કચરો વગેરે ભરાવીને પૂરાવી નાખે. આથી કોઈ વ્યાપારીનું વહાણ તે બંદરમાં જઈ શકયું નહીં. વ્યાપાર ન ચાલવાથી બંદર ઉજજડ થઈ ગયું. વ્યા પારીઓ અન્ય શહેરમાં સ્થળાંતર કરી ગયા. વિજાપુરમાં વસેલા તે જગદેવના પુત્ર સોમચંદે તથા ગુણચંદ્ર મળીને આબૂનાં વસ્તુપાળ-તેજપાળના બંધાવેલાં જિનાલયે જેને મુસલમાનોએ ખંડિત કરેલાં-તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ વંશમાં ઝાલાવાડમાં થયેલા ભોજા શેઠ ત્યાંના રાજાના અધિકારી હતા. જૂનાગઢના રાજા રા'માંડલિકે તેનું અપમાન કરવાથી ભોજાશેઠ ગુજરાતના રાજા મહમદ સાથે મળી જઈ જૂનાગઢ પર ચડાઈ કરાવી અને તેને નાશ કરાવ્યો. ગુણનિધાનસૂરિના આચાર્યપદ મહોત્સવમાં સં. ૧૫૬૫ માં જાંબૂનગરમાં મંત્રી ધરણે ઘણું દ્રવ્ય વાપર્યું હતું તે વિશે આપણે ઉલ્લેખ કરી ગયા છીએ.
૧૩૫૯. સવંશીય દેટીઆશાખીય દેઈશાહ રાહુથડમાં વસતા હતા. સં. ૧૫૯૫ માં તેમણે ઘણું દ્રવ્ય ખરચીને અનેક ધર્મકાર્યો કર્યા છે. દેઈશાહને માંડલ, ઘડીઓ, રાજે, ડાહીઓ, નાગઈઓ અને લાખે નામના છ પુત્ર થયા. દેટીઆ શાખાની ઉત્પત્તિ વિશે આપણે આગળ ઉલ્લેખ કરી ગયા.
૧૩૬૦. સં. ૧૫૮૬ ના ફાગણ વદિ ૨ ને શનિવારે, મઘા નક્ષત્રમાં, શૌભાગમાં મુકંદ અલવર ગઢમાં રાયપશ્રેણું મૂત્રની પ્રત ગુણનિધાનસૂરિના રાજ્યમાં લખી; ચૌધરી વેગાના પુત્ર શ્રીરંગની ભાર્યા શ્રીરંગબીએ કર્મના ક્ષય અર્થે એ પ્રત લખાવી એમ પ્રતપુપિકા દ્વારા જાણી શકાય છે. જુઓ
संवत् १५८६ वर्षे फाल्गुन वदि २ शनिवारे । मघानक्षत्रे सौभन नामयोगे । लि. अलवरगढ दुर्गेपि लि० मकुंद ॥ श्री अंचलगच्छे श्री गुणनिधानसूरिविजयराज्ये ॥ चउधरी वेगा ॥ तत्पुत्र पुन्यपवित्र च श्रीरंग भार्या सुश्राविका पुण्य प्रभाविका जिनआज्ञा प्रतिपालिका । श्रीरंगश्री लिखापितं कर्मक्षयार्थ ॥ शुभं भवतु लेखकपाठकयाः I છ li શ્રી II
૧૩૬૧. જયશેખરસુરિ કૃત ઉપદેશ ચિન્તામણિની પ્રત સં. ૧૫૯૬ ના ભાદરવા વદિ ૧૪ ને સોમવારે પાટણનગરમાં અંચલગચ્છીય શ્રાવકોએ લખાવી એમ પ્રત પુપિકા દ્વારા સૂચિત થાય છે. જુઓ–
संवत १५९६ भाद्रवा वदी १४ सोमवासरे ॥ श्री पत्तननगरे श्री अञ्चलगच्छे ટિણિતા શ્રી નાથા ૨૧૩૬ છે.
૧૩૬૨. અગરચંદ નાહટાને ૧૬ મી સદીની ચિત્ય પરિપાટી પ્રાપ્ત થઈ છે તેમાં ચિતોડના પ્રાચીન જૈન શ્વેતાંબર મંદિર અને મૂતિઓને નિદે છે. ચિયપરિપાટીના ઉલ્લેખાનુસાર એ વખતે ત્યાં ૩૨ જૈન મંદિરો અને નવેક હજાર પ્રતિમાઓ આદિ હતાં. ત્યાં શ્રી શીતલનાથજીનું મંદિર અંચલગચ્છીય હતું, જેમાં તે વખતે ૩૩૮ જિનબિંબ પ્રતિષ્ઠિત હતાં. જુઓ. જે. સ. પ્ર. વર્ષ ૧૨, અંક ૭, પૃ. ૨૦૦-૪ માં “ ચિતૌડકે પ્રાચીન જૈન શ્વેતાંબર મંદિર ” નામક લેખ. રાજમાન્ય શ્રાવક જશવંત
૧૦૬૩ગુણનિધાનસૂરિના સમયમાં અંચલગચ્છીય શ્રાવક જશવંતની કારકિર્દી વિશેષ ઉલ્લેખનીય છે, આ રાજમાન્ય શ્રેષ્ઠી વિશે સમ્રાટ અકબરના શાહી ફરમાનોમાં મહત્વપૂર્ણ ઉલ્લેબ મળી આવે છે. એ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com