________________
શ્રી ગુણનિધાનસૂરિ
૩૬૭
સં. ૧૫૬૦ છે. ભીમશી માણેક અને ડો. કલાટને સં. ૧૫૫ર અભિપ્રેત છે, જે વધારે સ્વીકાર્ય છે. પ્રાચીન પદાવલી યંત્રમાં એ વર્ષને જ નિર્દેશ છે. ઉક્ત ગુરુ-સ્તુતિમાં એ વિશે આ પ્રમાણે વર્ણન છે.
આગયા તત્ય સિદ્ધાંતસાયર ગુસ, વિહરમાણુ જણ નંદ સુરત; સેણિઉ મેહકુમરધ્વ જિણ આગ, કુમાર ગુમણું તથા અ.પ. ૪. વરસિ બાવર્નયે વિવિહ સિવ ભરે, સાર સંયમ સિરિ ગણીય પટ્ટણપુરે;
અ૫ દિવસંહિ બહુ ગંથ પરિજાયે, વયર સામિધ્વ સવિ સમયે ભર માણયે. ૫. અર્થાત એક વખત સિદ્ધાંતસાગરસૂરિ વિહરતા પાટણમાં પધાર્યા. શ્રેણિક રાજાએ જેમ શ્રી મહાવીર પ્રભુને મેઘકુમાર અર્પણ કર્યો હત; તેમ માત-પિતાએ સોનપાલને આચાર્યને આપો. સં. ૧૫૫ર માં પાટણમાં તેને દીક્ષા અપાઈ. થોડા સમયમાં જ વજસ્વામીની જેમ તેઓ ઘણા ગ્રંથોના પારગામી થયા.
૧૩૫૫. નાહટાજીના સંગ્રહની અજ્ઞાત કક પટ્ટાવલીને ઉલ્લેખ પણ અહીં પ્રસ્તુત છે. તેમાં આ પ્રમાણે નોંધ છે. “૬૩ ત્રઈસ મેં પાટે શ્રી ગુણનિધાનસૂરિ શ્રી અણહિલપુર પાટણ શ્રીમાલી જ્ઞાતિ શેઠ નગરાજ, ભાર્યા લીલા, પુત્ર સોનપાલ. પનર અડતાલેં જન્મ, સંવત પર બાવનમઈ શ્રી સિદ્ધાંતસાગર સૂરિ હસતે દીક્ષા, સંવત પનર પાસષ્ઠિ સ્તંભતીર્થે આચાર્યપદ સંવત્ પનર ચઉરાસીઈ ગચ્છનાયક પદ, સંવત સૌલ બીડોરે નિર્વાણ સર્જાયુ વર્ષ ૫૩ ત્રઈપન.'
૧૩૫૬. પદાવલી અનુસાર સં. ૧૫૮૪ માં ખંભાતમાં સૂરિપદ તેમજ ગુચ્છશપદ તેમને પ્રાપ્ત થયું. મુનિ લાખા સં. ૧૫૬૫ માં જાંબૂ-જંબુસરમાં સૂરિપદ પ્રાપ્ત થયું હોવાનું નેધે છે. નાહટાની ઉક્ત પ્રતમાં જાંબૂને બદલે ખંભાતને ઉલ્લેખ છે. પરંતુ જાંબૂ જ વધારે સ્વીકાર્ય છે કેમકે ઉકત ગુરુ-તુતિમાં પણ એ વિધાનને જ પુષ્ટિ મળે છે. જુઓ–
જબૂ નયરશ્મિ પણુસદ્ધિ સંવછરે, ભાવસાયર ગુરુ ભાવિ ગણેસરે;
દિતિ સિરિ સરિ પય તંમિ સિરિ વંશ, મંતિ ધરણે તયા બહુ ધણું વિષયે. ૬ અર્થાત સં. ૧૫૬૫ માં જંબુસરમાં ભાવસાગરસૂરિએ તેમને સૂરિપદે વિભૂષિત કર્યા. તે પ્રસંગે શ્રીમાલ વંશીય મંત્રી ધરણે ઘણું વિત વાપરી ઉત્સવ કર્યો. પૂર્વગામી પટ્ટધરને સૂરિપદ તેમજ ગચ્છશપદ સાથે પ્રાપ્ત થયું હઈને ગુણનિધાનમરિ માટે પણ એમ માની લેવામાં આવ્યું છેવાસ્તવમાં એમ નથી. ખંભાતના પ્રાધ્વંશીય શાહ વિજાહરે સં. ૧૫૮૪ માં કરેલા ઉત્સવમાં એમને ગમ્બેશ પદ પ્રદાન થયું. જુઓ:
નયર તંબાવાઈ પ્રાગવંશનૂઓ, શાહ વિજજાહરે જીવ યાદવ જૂઓ;
ગચ્છનાયક પથં દાવ ભાવઉં, જાણું ચઉરસીઈ કઈ જુગે આગઉ. ૭ પ્રકીર્ણ પ્રસંગો:
૧૩પ૭. સવંશીય ગાહાત્રીય જેસંગ નામના અંચલગચ્છીય શ્રાવકે પથદડિયામાં સં. ૧૫૮૫ માં વાવ બંધાવી. એ વંશના વીરાની પત્નીએ અપુત્ર હોવાથી સં. ૧૫૯૦ માં યક્ષનું આરાધન કર્યું અને તેના વરદાનથી તેને છ પુત્રો થયા. સં. ૧૫૯૬ માં એ વંશના શ્રાવક માણુકે પીછણમાં એક તળાવ બંધાવ્યું ઈત્યાદિ વિશે ભટ્ટ-ગ્રંથોમાં ઉલ્લેખ છે.
૧૩૫૮. શ્રીમાળી જ્ઞાતીય ખુફિયાણ-ખેડાણ ગત્રીય મંત્રી ધરણે ગુણનિધાનસરિના ઉપદેશથી
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com