________________
શ્રી ભાવસાગરસૂરિ
૧૩૪૨. “કેટલાયે કાવ્યકલાને કલાપ કરવામાં કુશળ હોય છે, કેટલાક લક્ષણ એટલે વ્યાકરણમાં દક્ષ હોય છે, કેટલાક તર્ક-વિતર્કના તત્તમાં નિપુણ હોય છે, કેટલાક સિદ્ધાંતમાં પ્રવીણ હોય છે, કેટલાક માત્ર અક્ષરશાસ્ત્રમાં પારંગત હોય છે, જ્યોતિષના જ્ઞાતાઓ તો પુષ્કળ હોય છે, પરંતુ ચારિત્રમાં જ જેમણે વિલાસનું વસતિસ્થાન કર્યું હોય એવા આચાર્યો સ્વ૯૫ છે..” “જેમ ચંદનનો ભાર વહનાર ગર્દભ ભારનો ભાગી છે પણ ચંદનનો ભાગી નથી, તેમ જ્ઞાની ચારિત્રહીન હોય તો તે જ્ઞાનને ભાગી છે, પણ સુગતિનો ભાગી નથી.”
૧૩૪૩. આપણે જોઈ ગયા કે લંકાશાહ, કડવાશાહે, બીજાશાહે, પાર્ધચંદ્ર અનુક્રમે કાગચ્છ, કટુકગચ્છ, બીજામત, પાર્ધચંદ્રગચ્છ પ્રવર્તાવીને જૈનશાસનમાં સંપ્રદાયની છિન્નભિન્નતા વધારી દીધી. આમ એક બાજુ પ્રતિમાનિષેધ, બીજી બાજુ સાધુજનનિષેધ અને સામાન્ય રીતે અન્ય સમાચારી પ્રરૂપણ થઈ ગઈ હતી. વળી સંપ્રદાયમાં ક્રિયાશિથિલતા હતી. આવી પરિસ્થિતિમાં તપાગચ્છના આનન્દવિમલસૂરિએ સં. ૧૫૮૨ માં ધર્મશિથિલતા દૂર કરવા માટે ક્રિોદ્ધાર કર્યો. પોતે ૧૪ વર્ષ લગી ઉગ્ર તપશ્ચર્યા આદરી હતી અને સ્થળે સ્થળે વિચરી ઉગ્ર વિહાર કર્યો હતો, તેથી લોકો પર તેમની સારી છાપ પડી. સાધુઓ માટે ૩૫ બેલના નિયમોનો લેખ પાટણમાંથી સં. ૧૫૮૩ માં બહાર પાડ્યો, જુઓ જે. સા. સંશોધક, નં. ૩, અં. ૪, પૃ. ૩૫૯. તેમાં ગુરુની આજ્ઞાથી વિહાર કરવો, વણિક સિવાયના બીજાને દીક્ષા ન દેવી, પરીક્ષા કરી ગુરુ પાસે વિધિપૂર્વક દીક્ષા દેવી, અમુક તપ અમુક વખતે અવશ્ય કરવા, દ્રવ્ય અપાવી કેઈએ ભટની પાસે ન ભણવું, એક હજાર બ્લોક કરતાં વધુ લહીઆ પાસે ન લખાવવું અર્થાત પોતે લખવું, ઇત્યાદિ નિયમો છે. આ બોલ દ્વારા તે વખતના સાધુસંઘની સ્થિતિ પર પ્રકાશ પડે છે. જેસલમેરમાં પૂર્વે સોમપ્રભસૂરિએ જલના અભાવને લીધે દુષ્કર ક્ષેત્ર જાણું ત્યાં વિહાર કરવા માટે સાધને માટે પ્રતિષેધ કર્યો હતો તે આનંદવિમલસૂરિએ દૂર કર્યો અને ત્યાં તેમના વિદ્યાસાગર ઉપાધ્યાયે (ધર્મસાગરના ગુરુ) ખરતરગચ્છવાળા સાથે વાદ કર્યો તથા અન્ય સ્થળેએ બીજા પક્ષીઓ સાથે વાદ કર્યો. જુઓ ધર્મસાગર કૃત પટ્ટાવલી..
૧૩૪૪. મો. દ. દેશાઈ “જે. સા. સં. ઇતિહાસ” પૃ. ૫૧૨ માં નોંધે છે: “એકંદરે દરેક દર્શનમાં સંપ્રદાયમાં ભાંગડ-ભિન્નતા–વિચ્છિન્નતા થયેલ છે. મુસલમાની કાળ હતો. લેકામાં અનેક જાતના ખળભળાટ વધુ વધુ થયા કરતા. રાજસ્થિતિ, વ્યાપાર, રહેણીકરણી વગેરે બદલાયાં. મહમદ બેગડાના જુલમો વધ્યા. તેણે સં. ૧૫ર૭ માં જૂનાગઢના હિંદુ રાજા રામાંડલિક પર બીજી વાર હુમલો કરી તેને વટલાવી મુસલમાન કર્યો, અને ત્યાંનાં દહેરાંની સોનાની મૂર્તિઓ લૂટી ગયે. દ્વારકાનાં દહેરાંએનો નાશ કર્યો, ને ત્યાંના હિન્દુ રાજા ભીમને તેના શરીરના કકડા કરી એક એક કકડા દરેક દરવાજે ચુંટાડવા હુકમ સાથે અમદાવાદ મોકલ્યો. સં. ૧૫૫૦ માં ચાંપાનેર કબજે લઈ તેના ઘવાયેલા હિંદુ રાજા રાવળ તથા પ્રધાન ડુંગરસીને મુસલમાન થવા નાકબૂલ થતાં મારી નાંખ્યા. જૂનાગઢ ને ચાંપાનેર એ બે ગઢ જીતવાથી તે બેગડો કહેવાય. તે સં. ૧૫૭૦ માં મરણ પામે. લાવણ્યસમયે પિતાના સં. ૧૫૬૮ માં રચેલા વિમલપ્રબંધમાં મૂકેલી કડીઓ યથાર્થ આ કાલ માટે લાગુ પડતી હતી કેઃ “જિહાં જિહાં જાણઈ હીન્દુ નામ, તિહાં તિહાં દેશ ઉજાઈ ગામ, હીન્દુનું અવતરીઉ કાલ, જુ ચાલિ / ; કરિ સંભાલ.”
૧૩૪૫. આવા વિભિન્નતાના યુગમાં તપાગચ્છીય આનંદવિમલસૂરિએ અને અંચલગચ્છીય ભાવસારસમરિએ શાસનનાં ઐકય માટે ભગીરથ કાર્યો કર્યા. ખરતરગછે પણ સંપ્રદાયની છિન્નભિન્નતાના -
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com