________________
અચલગરછ દર્શન १५६६ माघ कृष्ण २ । उकेश नाथाकः
पत्तने धर्मनाथादि ६ १५६७ वैशाख कृष्ण १० श्रीमालीय सिंधराज कडीग्रामे पद्मप्रभादि ४ १५६८ माघ शुक्ल ५ मीठडीया उदाकः अमदावादे सुविधिनाथादि ३ १५६८ माघ शुक्ल ५ श्रीवन्शीय लालाकः अमदावादे सुपार्थ्यादि । १५७३ पौष शुक्ल २ श्रीवन्शीय श्रीकर्ण वडनगरे चन्द्रप्रभादि ११ १५७४ माघ शुक्ल १३ परमार पतोलः अमदावादे शांतिनाथादि २ १५७६ वैशाख शुक्ल ३ श्रीवन्शीय जावडा अमदावादे आदिनाथादि ३ १५७६ चैत्र कृष्ण ५ प्राग्वाट सहजाकः वडनगरे सुविध्यादि ५ १५७२ वैशाख कृष्ण १ श्रीमालीय कर्मा वडनगरे नमिनाथादि २ १५७९ पौष शुक्ल ५ वडोरा देवराजः अमदावादे नेमिनाथादि ३ વિહાર પ્રદેશ
૧૩૩૯. ઉપર્યુક્ત પ્રમાણે દ્વારા ભાવસાગરસૂરિ વિહાર પ્રદેશ આ પ્રમાણે સૂચિત થાય છે :માંડલ-પાટણ (સં. ૧૫૬૦), અમરકોટ-પાટણ (સં. ૧૫૬૧), જાંબૂગ્રામ (સં. ૧૫૬૩), અમદાવાદ (સં. ૧૫૬૪), દેઢિયાગ્રામ અમદાવાદ (સં. ૧૫૬૫), પાટણ-અમદાવાદ (સં. ૧૫૬૬), કોટાદુર્ગ–અમદાવાદકડીગ્રામ (સં. ૧૫૬૭), અમદાવાદ (સ. ૧૫૬૮), અમદાવાદ-ચાંપાનેર (સં. ૧૫૭૦), વડનગર (સં. ૧૫૭૩), અમદાવાદ સં. ૧૫૭૪), પત્ત-સહાનગર–અમદાવાદ-વડનગર (સં. ૧૫૭૬), વડનગર અમદાવાદ (સં. ૧૫૭૯), ઈત્યાદિ.
૧૩૪૦. ભાવસાગરસૂરિ ભિન્નમાલમાં જનમ્યા, ખંભાતમાં દીક્ષિત થયા, માંડલમાં ગએશપદસ્થ થયા અને ખંભાતમાં દેવલેક પામ્યા, જે વિશે આગળ ઉલ્લેખ થઈ ગયો છે. એમનાં જીવનનિપણમાં આ કેન્દ્રો યાદગાર રહેશે; ઉપરાંત અમદાવાદ-પાટણચાંપાનેર એમના વિહારનાં મુખ્ય કેન્દ્રો ગણી શકાય. આ ત્રણેય નગરે રાજકીય દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતાં. અલબત્ત, પાટણે તેમજ ચાંપાનેરે પોતાનું અગાઉનું પ્રભુત્વ ગુમાવી દીધું હતું. ગુજરાતની રાજધાની તરીકે અમદાવાદ એ વખતે સમૃદ્ધિનાં શિખરે બિરાજતું હતું. ભારતવર્ષના અગત્યનાં નગરોમાં એ પંકાતું હતું. અમદાવાદના રાજભાન્ય શ્રેણીઓ અને મંત્રીઓ ભાવસાગરસૂરિના શ્રાવકે હતા, તે વિશે પણ આપણે વિચારી ગયા છીએ. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ ઇત્યાદિ પશ્ચિમ ભારતમાં અનેક મુખ્ય કેન્દ્રોમાં ભાવસાગરસૂરિએ પદાર્પણ કર્યું છે. એમના ઉપદેશથી પ્રતિષ્ઠા-તીર્થસંધાદિ અનેક કાર્યો થયાં છે. એમને પ્રતિબંધ પામીને અનેક ભવિ જીવો ધર્મારાધનનાં માર્ગે વળ્યા છે, તેમજ પ્રવજ્યા અંગીકાર કરીને પિતાનું જીવન કૃતાર્થ કર્યું છે. આ બધું ભાવસાગરસૂરિના ઉપદેશ અને પ્રેરણાનું ફળ હતું. શ્રમણ-જીવન
૧૩૪૧. ભાવસાગરસૂરિનું ભ્રમણજીવન ઊર્ધ્વગામી હતું. એમની ક્રિયા પૂર્ણ જીવનચારિક વિશે વીરવંશાનુક્રમમાં લાવણ્યચંદ્ર યથાર્થ વર્ણવે છે: ઈ માવતારવિમુર્જર વિના તત્કાલીન પ્રાદુર્ભુત વિભિન્ન વિચારધારાઓ વખતે આવા ક્રિયાપાત્ર અને કર્મઠ ગચ્છનાયકની જ આવશ્યક્તા હતી. આ દૃષ્ટિએ અંચલગચ્છ ભાવસાગરસૂરિ જેવા ચારિત્ર્યસંપન્ન ગચ્છનાયકને પિતાનું નેતૃત્વ સંપીને જૈન સમાજની ભારે સેવા કરી ગણાય. “મુક્તિ મુક્તાવલી નાં અવતરણે પણ આ સંદર્ભમાં વિવક્ષિત છે :
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com