________________
અંચલગચ્છ દિગ્દર્શન આ યુગમાં પિતાને સુંદર હિસ્સો પૂરાવ્યો. ડો. ભાંડારકરે પિતાના ચતુર્થ હસ્તપ્રત વિષયક અહેવાલમાં રજૂ કરેલી અંચલગચ્છની પદાવલીમાં, ભાવસાગરસૂરિના સમયમાં થઈ ગયેલા આનંદવિમલસૂરિ વિશે આ પ્રમાણે ઉલ્લેખ છે : દર શ્રી માવહારિરિસં. ૧૮૪ મriવિમર્દષિમતા (?). માત્ર આટલો સંક્ષિપ્ત નિર્દેશ એ વખતના અશાંત યુગ પર ઘણું ઘણું કહી જાય છે. આનંદવિમલસૂરિની જેમ ભાવસાગરસૂરિએ પણ બોલ-નિયમો કાઢયા હશે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે એ અંગે કશું ઉપલબ્ધ થઈ શક્યું નથી. ભાવસાગરસૂરિનું નિર્મળ શ્રમણજીવન એ વખતે અનેકને પ્રેરણાદાયક બન્યું હશે ! જે સ્વયં ગુણ છે, ગુણધારક છે તે જ અન્ય પર પિતાનો પ્રભાવ પડી શકે એ હકીકત સર્વવિદિત અને સર્વમાન્ય છે. ગ્રંથ રષ્ના
૧૩૪૬. કપરા સંજોગોમાં ગચ્છની વિક્ટ ધુરા સફળતાથી વહાવતાની સાથે ભાવસાગરસૂરિએ ગ્રંથ રચના પણ કરી છે, એ હકીકત એમની જ્ઞાનપિપાસા અને વિદ્યાવ્યાસંગ સૂચવે છે. એમણે રચેલ “શ્રી વીરવંશ પટ્ટાનુપદ ગુર્નાવલી નામની ૨૩૧ પ્રાકૃત ગાથાની કૃતિ ખંભાતના જ્ઞાન ભંડારમાં વિદ્યમાન છે. એ સિવાય બીજી પણ કૃતિઓ એમણે રચી હશે, કિન્તુ દુર્ભાગે અન્ય કોઈ કૃતિ ઉપલબ્ધ બની શકી નથી, તેમજ તેમણે રચેલા ગ્રંથની નામાવલી પણ પ્રાપ્ય રહી નથી.
૧૩૪૭. પ્રસ્તુત ગુર્નાવલી પટ્ટાવલી સાહિત્યમાં નવી જ ભાત પાડે એવી અપૂર્વ કૃતિ છે. આદ્ય પધર સુધર્માસ્વામીથી લઈને ઠેઠ ગ્રંથકર્તાના ગુરુ અને પૂર્વવતી પટ્ટધર સિદ્ધાંતસાગરસૂરિના સમય સુધી ઐતિહાસિક વૃત્તાંત તેમાં શંખલાબદ્ધ નિબદ્ધ છે જે અત્યંત વિશ્વસનીય છે. અંચલગચ્છના ઈતિહાસ નિરૂપણ માટે આ ગુર્વાવલી ખૂબ જ આધારભૂત વિશ્વસનીય ગ્રંથ છે. એટલું જ નહીં તત્કાલીન પ્રાકૃત ભાષાનું સ્વરૂપ જવા માટે પણ એ એટલી જ અભ્યસનીય કૃતિ છે આ એક જ કૃતિ અનુપલબ્ધ રહી હતી તે અંચલગચ્છના ઈતિહાસની મહત્વપૂર્ણ કડીઓ ખંડિત જ રહેત. આ ગ્રંથ: હાથપ્રત રૂપે ભંડારમાં જ સુરક્ષિત છે. આ મહત્વપૂર્ણ ઐતિહાસિક ગ્રંથનું પ્રકાશન વિદ્વત્સમાજ અને ખાસ કરીને ઈતિહાસના અભ્યાસીઓ માટે સાહાયક હોઈને આવકારદાયક છે. સ્વરરામન.
૧૩૪૮. અંચલગચ્છના. આ અતિશયવાન સૂત્રધાર સં. ૧૫૮૩ માં અડસઠ વર્ષનું આયુ પાળીને ખંભાતમાં દિવંગત થયા. પટ્ટાવલીમાં માત્ર એટલે જ ઉલ્લેખ છે કે તેઓ ગુણનિધાનસૂરિને પોતાની પાટે સ્થાપીને સં. ૧૫૮૩માં સ્વર્ગે પધાર્યા : ઉમરે ૧૮૩ સંવરે શ્રી ગુનિયાની
રજપશિલ્લા સંમત ને કથાના અન્ય ગ્રંથમાં પણ આ વિધાન હોઈને સર્વ માન્ય છે. અલબત્ત, એમના જન્મના વર્ષ માટે મતભેદ છે-કેટલાક ગ્રંથકારે એમના જન્મનું વર્ષ સં. ૧૫૧૬ ને બદલે સં. ૧૫૧ સ્વીકારતા હોઈને, ભાવસાગરસૂરિ ૭૩ વર્ષનું આયુ પાળીને સ્વર્ગ સંચર્યા હોવાનું નોંધે છે. આપણે વિચારી ગયા કે ભાવસાગરસૂરિ સ્તુતિ ચરિત્રનાયકનાં જીવનવૃત્ત માટે અત્યંત આધારભૂત ગ્રંથ હેઈને તેમાં નિષિત સં. ૧૫૧૬ નું વર્ષ વધુ સ્વીકાર્ય છે. એ દષ્ટિએ તેમણે સર્વે મળીને ૬૮ વર્ષનું આયુ પામ્યું એમ ચોક્કસ થાય છે.
૧૩૪૯. ગચ્છનાયકને ગેડી પાર્શ્વનાથમાં ખૂબ જ આસ્થા હતી; ભાવસાગરસૂરિસ્તુતિનાં વર્ણન અનુસાર ગોડી પાર્શ્વનાથે તેમને પગલે પગલે સાહાય કરી હતી; અતિશયવાન આ પટ્ટધરની સાધુચરિકા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com