________________
અંચલગચ્છ દિગ્દર્શન મંતવ્ય છે કે આ કબર ઓછામાં ઓછાં ચાર દેવાલયોની સામગ્રીથી બનાવવામાં આવી છે, જેમાંનું એક તે સિંધુરાજેશ્વર નામનું હિન્દુ મંદિર છે. અને બીજે ત્રણ, આદિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી નામનાં જૈન મંદિરો છે, જેમાંનું પાર્શ્વનાથનું મંદિર તે કિલ્લા ઉપર હતું ! ભટેવા પાર્શ્વનાથ
૬૩૪. અજિતસિંહરિના સર્મમાં ચાણસ્મા નગર ભગવાન પાર્શ્વનાથનાં તીર્થ તરીકે સુપ્રસિદ્ધ થયું. ભટેવા પાર્શ્વનાથનાં જિનાલયની પ્રતિક સં. ૧૩૩પ માં અજિતસિંહ સરિના ઉપદેશથી થઈ. આ તીર્થના પ્રતિષ્ઠાયક તરીકે અજિતસિંહરિનું નામ ચિરસ્મરણીય રહેશે. પટ્ટધર તરીકેની એમની કારકિર્દીમાં એમનું આ કાર્ય વિશેષ ઉલ્લેખનીય બની રહે છે. એ દ્વારા એમની બહુમુખી પ્રતિભાની પણ આપણને ઝાંખી થાય છે.
૬૩૫. ઉક્ત જિનાલયની પ્રતિષ્ઠા અતિતસિંહરિએ કરી એ પછી ભગવાન પાર્શ્વનાથનાં અગણિત નામમાં ભટેવા પાર્શ્વનાથનાં નામ ઉમેરે છે. ચાણસ્મા પણ ભટેવા પાર્શ્વનાથનાં તીર્થ તરીકે જ ઓળખાવા લાગ્યું. પ્રાચીન તીર્થમાળાઓમાં પણ એને ખાસ ઉલ્લેખ થવા લાગે. પં. ચારિત્રસાગરના શિષ્ય ૫. કલ્યાણસાગરે રચેલ “પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટી', ઉપા. મેઘવિયે સં. ૧૭ર૧ માં રચેલ
શ્વનાથ નામમાળા', વિજ્યકુશળના શિષ્ય શાંતિકુશળ સં. ૧૬ ૬૭ માં રચેલું ગેડીપાર્શ્વનાથ સ્તવન આદિ અનેક તીર્થમાળાઓમાં આ તીર્થનો નામોલ્લેખ પ્રાપ્ત થાય છે, જે આ તીર્થની ખ્યાતિ દર્શાવે છે.
૬૩૬. ચાણસ્મા કેટલું પ્રાચીન હશે તે પ્રમાણભૂત રીતે કહી શકાતું નથી. “વીશા શ્રીમાલી જ્ઞાતિના એક પ્રાચીન કુલની વંશાલીમાં આ નગરનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, તે ઉપરથી કહી શકાય છે કે ચાણસ્મા વિક્રમના ૧૪ મા શતક પહેલાં બંધાયું હશે. વહીવંચાની ઉક્ત વહીમાં આ પ્રમાણે ઉલ્લેખ છે : पूर्वि वर्धमानभाई जयता उचली चाहणसामि वास्तव्यः सासरामांही तव श्री भट्टेवा श्री पार्श्वनाथ चैत्यं कारापित स. १३३९ वर्षे अंचलगच्छे श्री अजितसिंहसूरिणामुपदेशेन પ્રતિષ્ઠતમ્ |
૬૩૭. ચારેક શતાબ્દી પૂર્વે લખાયેલી વહી ઉપરથી જાણી શકાય છે કે શ્રીમાળી જ્ઞાતીય, વૃદ્ધ સાજનિક વર્ધમાનના ભાઈ જાતાએ ઉચાળા ભરી પિતારા સસરાનાં ગામ ચાણસ્મામાં નિવાસ કર્યો. ત્યાં તેણે સં. ૧૩૩૫ માં શ્રી ભટેવા પાશ્વનાથનું મંદિર બંધાવ્યું અને અંચલગચ્છીય આચાર્ય અજિતસિંહ સૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા કરાવી.
૬૩૮. . ભોગીલાલ જ. સાંડેસરા “પાટણના જૈન ઈતિહાસની કેટલીક સામગ્રી” એ નામના લેખમાં ઉક્ત વહીના ઉલ્લેખ સંબંધમાં નેધે છે કે ચાણસ્મા સંબંધી આ જૂનામાં જૂને ઉલ્લેખ છે. 'રાસમાળા માં એક સ્થળે વસ્તુપાલન વૃત્તાંતના સંદર્ભમાં આવતા “ચન્દ્રોન્માનપુર ને ચાણસ્મા તરીકે ઓળખાવ્યું છે, તે બરાબર નથી. ચન્દ્રોન્માનપુર એ હારીજ પાસેનું હાલનું ચંદુમાણું છે. પ્રસ્તુત વંશાવલીમાં ચાણુરમામાં ભટેવા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યાનું લખ્યું છે.
૬૩૯. આ તીર્થનું નામ ભટેરા પાનાથ કેમ પડ્યું એ સંબંધી ઉક્ત પ્રમાણમાંથી કાંઈ ખુલાસો મળતું નથી. આ નામ પડવા બાબત અનેક આખ્યાયિકાઓ પ્રચલિત છે. “પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ નામનાં પુસ્તકમાંથી નિમ્નલિખિત પ્રસંગ જાણવા મળે છે.
૪૦. કઈ શેઠને એવો નિયમ હતો કે જિનપૂજન કર્યા વિના જમવું નહીં. કોઈ પ્રસંગે દેશા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com