________________
શ્રી દેવેન્દ્રસિંહસૂરિ
૧૫૫ અને ગુજરાતને દિલ્હીના બાદશાહની હકૂમતમાં આપ્યું. કચ્છની સ્વતંત્રતા પણ અબાધિત ન રહી શકી, તેને પણ દિહીને ખંડણી ભરવી પડી.
૬૯૧. આ રાજકીય અરાજક્તાની સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ખૂબ જ માઠી અસર પડી. સિંધ અને રાજસ્થાનમાંથી નાશીને અનેક કુટુંબો દક્ષિણ તરફ સ્થળાંતર કરતાં ગયાં. આ સામૂહિક પ્રક્રિયા એકાદ શતાબદી સુધી ચાલી હશે. કચ્છમાં મોટી સંખ્યામાં બને બાજુએથી હિજરતીઓ આવતા થયા. પ્રો. રશબૂક “કારા ડુંગર કચ્છજા માં ઠીક કહે છે કે આ પ્રદેશ કોઈ વિજેતાને સદાને માટે વસવાટ કરવા લલચાવી શકે તેવો સમૃદ્ધ પ્રદેશ ગણાતો નહોતો. કચ્છની સાંસ્કૃતિક ભૂમિકાનું રહસ્ય સમજાવતાં પ્રો. રબ્રિક વિશેષમાં જણાવે છે કે કચ્છ અને ધર્મને પ્રખર સંત પુની તપોભૂમિ રહેલ છે. આના પરિણામે કચ્છ રણપારના પ્રદેશના રાજ્યકારણમાં તદ્દન ઓછો ભાગ લેતું. હિન્દુ અને મુસલમાન બન્નેને રક્ષણ આપતું. કોઈ આક્રમણ કરનારને લુંટ કે ખજાના માટે આકર્ષણ કરે એવું ન હતું. વધારામાં તદ્દન સ્વતંત્ર મુલક તરીકે વર્તાવ કરી નજીકના રાજવીનું માનભંગ થાય તેવી હરીફાઈથી તે દૂર રહેતું, તેથી તે ઘણે અંશે અલગ જ રહેવા પામ્યું. પરંતુ મુખ્ય ભૂમિ સાથે વ્યવહાર તદ્દન બંધ પડી ગયો હોય એમ ન હતું. ૧૪ મી સદીના પ્રારંભમાં જ્યારે અલાઉદ્દીન ખિલજીના લશ્કરે સિંધમાંથી સમાઓનો પરાજય કરી તેમની રાજધાની તુર શહેરનો નાશ કર્યો ત્યારે સિંધમાં વસેલી પરિસ્થિતિથી સમાઓ અને સંભવ છે કે સૂમરા કુટુંબો પણ સિંધ છોડી કચ્છ આવવા લાગ્યાં. બારાના જાગીરદાર ગજણના પ્રપૌત્ર અબડા વિષે એક કચછી દંતકથા ચાલે છે કે સુમરા રાજવંશની કેટલીક સૂમરીઓ સિંધથી નાસી કચ્છ તરફ આવતી હતી તેની પૂંઠે પડેલા અલાઉદ્દીન ખિલજીના લશ્કરની એક ટૂકડીને અબડાએ શિકસ્ત આપી હતી અને સુમરીઓને બચાવી લીધી હતી.
૬૯૨. સુલતાનનાં મૃત્યુ બાદ તુરત સિંધ અને ગુજરાતના સૂબાઓએ દિલ્હીની સત્તા સામે બંડ કર્યા, અને મહમદ બિન તઘલખ દિલ્હીની ગાદીએ આવ્યો ત્યાં સુધી આ બને પ્રદેશો ઉપર દિલ્હીનું વર્ચસ્વ પાછું આવ્યું ન હતું. આ પરિસ્થિતિનો લાભ લઈ સમાએએ દકામાં રાજધાની બનાવી પિતાનું અલગ રાજ્ય સ્થાપ્યું. અને તેમના મોવડીએ જામનું પુરાણું ઉપનામ ધારણ કર્યું.
૬૯૩. લડાયક જાતિઓ તો ત્યાં ત્યાં ટકી રહી. સમાઓ અને સૂમરાઓએ પોતાની પિતૃભૂમિ માટે સંઘર્ષ જારી રાખ્યો. અનેક રાજકીય વિવો વચ્ચે પણ એમણે પોતાનું ખમીર ગુમાવ્યું નહીં. પરંતુ વૈો માટે એવું જીવન સાનુકૂળ નહોતું. વ્યાપાર-ધંધાની દૃષ્ટિએ જ નહીં, ધાર્મિક માન્યતાઓની દૃષ્ટિએ પણ તેમનું મારવાડમાં રહેવું અશક્ય બની ગયું. આથી ઘણાં વંશો સામૂહિક રીતે ત્યાંથી સ્થળાંતર કરી સિંધના પારકરમાં આવીને વસ્યા. ત્યાં પણ એજ પરિસ્થિતિ જણાઈ એટલે વળી તેઓએ ત્યાંથી પણ ક્રમે ક્રમે હિજરત શરુ કરી, અને દક્ષિણ દિશા તરફ તેઓ પથરાવા માંડ્યા. કેટલાકે ગુજરાતને રસ્તો લીધે, કેટલાકને કચ્છ સુરક્ષિત લાગ્યું. એ અશાંત લોકોને શાંતિ જોઈતી હતી, પોતાના ધર્મનું, સંસ્કારનું, જાતિનું તેઓ રક્ષણ ઈચ્છતા હતાં. એમની આ ભાવનાઓએ જ એમને હિજરતી બનાવ્યા હતા. તેઓ જાણતા હતા કે તેઓને આંધીમાંથી પસાર થવાનું હતું, પરંતુ તેમને પોતાની ભાવનાઓ અને પોતાનો ધર્મ ઉચ્ચ જણાયાં. એ માટે તેઓ કોઈ પણ ભોગ આપવા કૃતનિશ્ચયી હતા.
૬૯૪. દેવેન્દ્રસિંહસૂરિના સમયથી માંડીને ઠેઠ કલ્યાણસાગરસૂરિના સમય સુધી–એટલે કે લગભગ - ત્રણેક શતાબ્દીઓ સુધી–ઉક્ત પરિવર્તન થતાં જ રહ્યાં. દેવેન્દ્રસિંહસૂરિને સમય આ દૃષ્ટિએ વિચારતાં સામાજિક અશાંતિનો સમય હતો. આ સામાજિક અશાંતિ રાજકીય વિનિપાતનું જ પરિણામ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com