________________
૩૧૪
અંચલગરછ દિગ્દર્શન
નિયડ પયડ પયાવેણય કિરિય ઝાણેણ મહુર વયણેણ, એકગ ભત્તિ જુત્તા સેવંતિ ચઉવ્યિહા સંઘા. અણહિલ્લ પર્ણપ્રિય સદિ વરિસે ગુરુ વિમલઝાણે, પણ વરિસ આઉં પાલીય સુર મંદિર પો. અજવિ તત્તેય કલા પહાવવસણ અંચલ ગણિંદ,
દિપઈ દિવસે દિવસે સવિસેસ પહાણ કિરિયાએ. ૧૨૮. અર્થાત સિદ્ધાંતસાગર ગુરુ સમગ્ર સૌભાગ્ય રંગની લીલામાં શાસનમાં વિકસે છે. તેઓ સજજન પુરુષોનું મન રંજન કરવામાં ઘણું કુશળ છે. વસુધા તળમાં પુર, પાટણ, નગર, દેશ-પરદેશમાં તેઓ વિચારે છે અને ધર્મોપદેશથી સંધ રૂપી કમળને વિકસિત કરે છે. શાસનના પ્રકટ પ્રભાવથી, ક્રિયા, ધ્યાન અને મધુર વચનથી એકાગ્ર ભક્તિયુક્ત ચતુર્વિધ સંઘે તેમને સેવે છે. સં. ૧૫૬૦ માં અણહિલપુર પાટણમાં ૫૫ વર્ષનું આયુ પાળીને ગુરુ વિમલધ્યાને દેવલોક પામ્યા. આજે પણ તેમની તેજકળાના પ્રભાવવશથી, સવિશેષ પ્રધાન ક્રિયા વડે અંચલગચ્છશ દિનપ્રતિદિન દીપે છે.
૧૨૬૯. સિદ્ધાંતસાગરસૂરિના પટ્ટધર શિષ્ય ભાવસાગરસૂરિએ કરેલા ઉપર્યુક્ત વર્ણન દ્વારા, તેમજ એમના સમુદાયના મુનિ દયાવદ્ધને રચેલાં સ્તુતિ ગીતો દ્વારા સિદ્ધાંતસાગરસૂરિનાં વ્યકિતત્વ અને પ્રભાવનો આપણને સુંદર પરિચય મળી રહે છે. આ કૃતિઓ તેમની વિદ્યમાનતામાં રચાઈ હાઈને ખૂબ જ પ્રમાણભૂત પણ છે. સિદ્ધાંતસાગરસૂરિનાં જીવન આલેખન માટે આ કૃતિમાં સેંધાયેલી ઘટનાઓ નિર્ણયાત્મક ગણી શકાય તેમ છે. કેમકે એમના અંતેવાસી શિષ્યો દ્વારા જ એ કૃતિઓ રચાઈ છે. * ૧૨૦૦. આપણે જોઈ ગયા કે મુનિ લાખા કૃત ગુરુપદાવલીમાં પણ સં. ૧૫૬૦માં સિદ્ધાંતસાગરરિએ પંચાવન વર્ષનું આયુ પાળીને પાટણમાં સ્વર્ગગમન કર્યું એ ઉલ્લેખ છે, જે ભાવસાગરસૂરિ કૃત ગુર્નાવલીના ઉપયુંકત વિધાન સાથે મેળ ખાય છે. પરંતુ ધર્મમૂતિ સુરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં સિદ્ધાંતસાગરસૂરિ માંડલનગરમાં સ્વર્ગસ્થ થયા હોવાને નિર્દેશ છે :
पते श्री सिद्धांतसागरसूरयः १५६० संवत्सरे मांडलाख्ये नगरे स्वपट्टे श्री भावसागरसूरीन् स्थापयित्वा स्वर्गलोकं च संप्राप्ताः ॥ - આ વિધાન બ્રાંતિયુક્ત છે. આપણે પ્રમાણોને આધારે જોઈ ગયા કે સિદ્ધાંતસાગરસૂરિ સં. ૧૫૬૦ માં અણહિલપુર પાટણમાં દિવંગત થયા હતા.
૧૨૧. એમના મૃત્યુના માસ કે તિથિને નિર્દેશ પ્રાપ્ત થતો નથી. પરંતુ પ્રતિષ્ઠા લેખોને આધારે આપણે જોઈ ગયા કે સં. ૧૫૬૦ના માઘ સુદી ૧૩ સોમે શ્રી વંશીય સારા જગડૂ ભાસાતુ સુત્ર સારા લટકણ ભા. લીલાદેએ સિદ્ધાંતસાગરસૂરિના ઉપદેશથી શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, ખંભાતના સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. આ ઉલ્લેખને આધારે સ્પષ્ટ થાય છે કે સં. ૧૫૬૦ના માઘ સુદી ૧૩ સોમવાર પછી એ વર્ષમાં જ એમનું મૃત્યુ થયું હતું. ખંભાતમાં ઉક્ત પ્રતિષ્ઠા પછી તેમણે પાટણ તરફ વિહાર કર્યો હશે અને ટૂંકી માંદગીમાં જ તેઓ પરલોકવાસી થયા. બીજું, સં. ૧૫૬ ૦ ના વૈશાખ સુદી ૩ બુધવારના પ્રતિષ્ઠા લેખમાં ભાવસાગરસૂરિને અંચલગચ્છશ્વર કહેવામાં આવ્યા છે. માંડલનગરમાં થયેલી પ્રતિષ્ઠાને એ લેખ છે. તેમજ ભાવસાગરસૂરિ કૃત ગુર્નાવલીમાં પણ સં. ૧૫૬૦ ના વૈશાખ માસમાં તેમને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com