________________
શ્રી ભાવસાગરસૂરિ
૧૨૭૩. ભિન્નમાલનગરમાં શ્રીમાલીવંશમાં એકી સાંગરાજ અને તેની પત્ની શંગારદેવીને ત્યાં સં. ૧૫૧૬ના માઘ માસમાં એમને જન્મ થયો. એમનું મૂળ નામ ભાવડ હતું. અજ્ઞાતકર્તક ભાવસાગરસૂરિ સ્તુતિમાંથી એમનાં પૂર્વજીવન સંબંધે આ પ્રમાણે વર્ણન પ્રાપ્ત થાય છે –
સિરિ ભિન્નમાલ નય, સિરિયંસે સાંગરાજ સાદ, સિંગાર દેવિય ભત્તા, તસ્સ સુઓ ભાડે આસિ.
વિકમ પનર સેલેરરશ્મિ જમ્મણ માહ મહેચ્છા, ૧૨૭૪. ભાવસાગરસૂરિના જન્મ સંવત કે સ્થળ ઈત્યાદિ વિશે પ્રાચીન પ્રમાણમાં ઘણી જ વિસં. વાદિતા જણાય છે. આ અંગેનાં કેટલાંક પ્રમાણે તપાસવા અહીં પ્રસ્તુત બને છે. ધર્મમૂર્તિરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં જણાવવામાં આવ્યું છે કે મારવાડ દેશમાં આવેલા તરસાની નામના ગામમાં વોરા કુટુંબમાં સાંગા નામને એક શોઠ વસતે હતે. તેને સિંગારદે નામની પત્ની હતી. તેઓને સં. ૧૫૧૦ માં ભાવડ નામને પુત્ર થયો.
૧૨૭૫. મુનિ લાખા કૃત ગુરુ પદાવલીમાં ભાવસાગરિને વૃતાંત આ પ્રમાણે છે –
१५ पनरमा गणधर श्री भावसागरसूरि ॥ नरसीणा प्रामे । श्रेष्ट सिंधराज पिता । सिंगारदे माता। संवत् १५१६ जन्म । संवत् १५२० दीक्षा । स्तंभतीर्थे । संवत् १५६० गच्छेशपदं । मांडलिग्रामे । संवत १५८३ वर्षे निर्वाण । स्तंभतीर्थ । सर्वायु वर्ष ६८।
૧૨૭૬. નાહટાજીના સંગ્રહની અજ્ઞાત કક “અંચલગચ્છ–અપરનામ વિધિપક્ષગચ્છ-પટ્ટાવલી (વિસ્તૃત વર્ણન રૂપા) માં ભાવસાગરસૂરિ વિષે આ પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે–૧૬૨. બાસઠિમેં પાટે શ્રી ભાવસાગરસૂરિ. નગર તરસિંછુિં. સા. સાંગા, ભાર્યા શ્રૃંગારદે, પુત્ર ભાવઉ. પનર સેલારે જન્મ, પનર વસઈ દીક્ષા થંભતીર્થે શ્રી જયકેસરસૂરિ હસ્ત, સંવત્ પનર સાઠિ માંડલ ગચ્છનાયકપદ, સંવત પનર ચઉરાસીં નિવણ સર્જાયુ વર્ષ ૬૮ અડસઠ”
૧ર૭૭. પ્રાચીન પદાવલી યંત્રમાં ભાવસાગરસૂરિ શ્રીમાળી જ્ઞાતીય હિરા સાંગાની પત્ની ગંગાદેની કુક્ષિથી સં. ૧૫૧૬ માં જન્મ્યા હતા એવા ઉલ્લેખે પ્રાપ્ત થાય છે. સાંપ્રત પદાવલીકામાં ભીમશી માણેક “ગુપટ્ટાવલી માં નેવે છે કે-એકસઠમા પટ્ટધર શ્રી ભાવસાગરસૂરિ થયાં. તે મારવાડ દેશમાં નરસાણ ગ્રામે, વેરા સાંગાની સિંગારદે ભાર્યાના પુત્ર ભાવડ નામે સંવત ૧૫૧૦ મે વર્ષે જમ્યા.” ત્રિપુટી મહારાજ “જૈન પરંપરાને ઈતિહાસ' ભા. ૨, પૃ. ૫૩૧ માં ભાવસાગરસૂરિના જન્મસ્થળનું ‘તુરમિણિ નામ આપે છે, અને જન્મનું વર્ષ સં. ૧૫૧૬ નેવે છે.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com