________________
અંચલગ છ દિગ્દર્શન सं० १५६१ मार्गशुदी......श्री पिम्पलगच्छे तालध्वजीय भट्टारक श्री श्री शांतिसूरिभिर्लिखापिता । श्री गंधारमंदिरे ।
૧૩૦૩. ગ્રંથે પ્રશસ્તિમાં અંચલગચ્છ–પ્રવર્તક આર્ય રક્ષિતઋરિ તથા તુંગરિ વિશે બે સુંદર શ્લેક કવિએ મૂક્યા છે. પ્રશસ્તિ માટે જુઓ છો. પિટર્સનનો સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ, સને ૧૮૮૬–૯૨ પૃ. ૧૨૧-૨, નં. ૧૩પ૯ છે. વેલણકરના “જિરિત્નકાલ માં પણ આ કૃતિની નોંધ છે, પૃષ્ઠ ૪૦૬.
૧૩૦૪. મૂળ ગ્રંથના કર્તા મહેશ્વરસૂરિ કોના શિષ્ય હતા તે બાબત કંઈ એસ પૂરાવો મળતો નથી. પણ તે પ્રાચીન કાળમાં થયેલા હોવા જોઈએ. તેમના માટે પ્રો. પિટર્સનના ૨ જા રીપોર્ટ, પૃ. ર૮માં કાલિકાચાર્ય–કથાની નોંધને અંતે “તિ પટ્ટીવા મારફુવિરચિતે રાત્રી જાવાથી ' એવો ઉલ્લેખ છે. “જૈન ગ્રંથાવલિ માં નોંધ છે કે એ ઉલેખ સં. ૧૯૬૫ ને નોંધ્યો છે પરંતુ તે પ્રત લખ્યાને સંભવે છે. આ બાબતમાં સંયમમંજરીમાંથી પણ વિશેષ ખુલાસો મળતું નથી.
૧૩૦૫. ટીકાકારના ગુરુ હેમહંસસુરિ ૧૬ મા સૈકાના પૂર્વાર્ધમાં થઈ ગયા છે. નાગપુરીય ગચ્છમાં પણ હેમહંસસૂરિ થઈ ગયા, જેમના સં, ૧૪૮૫–૧૫૧૩ના પ્રતિકા–લેખો ઉપલબ્ધ છે. આ દૃષ્ટિએ બન્ને હેમહંસમરિ લગભગ સમકાલીન થઈ ગયા. “જૈન ગ્રંથાવલિ ” પૃ, ૩૦૨માં નેંધાયેલ “ ન્યાયમંજૂષા ન્યાસ ” (રચના સં. ૧૫૧૫), તથા પૃ. ૩૪૬ માં નોંધાયેલ, ઉદયપ્રભકૃત “આરંભસિદ્ધિ' નામના જ્યોતિષગ્રંથની ટીકા (રચના સં. ૧૫૧૪)ના કર્તા હેમરસૂરિ ક્યા ગચ્છના હતા તે કહેવું મુશ્કેલ છે. મહેશ્વરસૂરિ તથા હેમહંસ મૂરિ વિશે વિદ્વાનોએ વિશેષ પ્રકાશ પાડવો ઘટે છે. વાચનાચાર્ય લાભમંડન
૧૩૦૬. ભાવસાગરસૂરિના શિષ્ય વાચનાચાર્ય લાભમંડને સં. ૧૫૮૩ માં કાર્તિક સુદી ૧૩ ને ગુરુવારે અમદાવાદમાં રહીને “ધનસાર પંચશાળિ રાસ” રચ્યો. ગ્રંથપ્રશસ્તિમાં કવિ વર્ણવે છે :
સંવત પનર એહ સંવત્સર ત્રીસાઈ રે, રૂઅડઉ કાર્તિક માસ રે, ગુરુવાસર દિન તેરસિકે રુડઈ કીધો એ મનિ ઉલ્લાસિરે. અરિહંત બે. ૮૩ શ્રી વિધિપક્ષ ગણ ગણધર રૂડા રે, શ્રી ભાવસાગર સુરિ રે, નામિ નવનિધિ હુઈ જેહનઈ રે, પાતિગ જાઈ સવિ દુરિ રે. અ૦ ૮૫ તાસ સીસ કઈ ઉલ્ટ અતિ ઘણઈ રે, લાભમંડણ વાણારીસ રે, એહ ચરિત જે ભણઈ ભણાવસિઈ રે, લહઈ સુખ તે નિસિદીસ રે. અ. ૮૬
(જે. ગૂ. ક. ભા. ૧, પૃ. ૧૩૫) સુવિહિતસૂરિ
૧૩૦૭. ભાવસાગરસૂરિના શાખાચાર્ય સુવિહિતસૂરિ સં. ૧૫૭૩ માં થયા. એમના ઉપદેશથી મંત્રી વીરાના પુત્ર મંત્રી સિંહરાજના પુત્ર સા. હંસરાજે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, જેની ખંભાતના સંઘે પ્રતિષ્ટા કરાવી. એમને પ્રતિકાલેખ આ પ્રમાણે મળે છે – ___ संवत् १५७३ वर्षे फागण शुदि २ रवौ श्री श्री घंशे मं० वीरा सुत मं० सिंहराज भा० मटकी पु० सा० हंसराज सुश्रावकेण भार्या इन्द्राणी पुत्र सा० जसराज सा० शांति
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com