________________
શ્રી ભાવસાગરસૂરિ
ઉરપ ભાવલદે સ્ત્રીથી સાલિગ નામે પુત્ર અને ડુંગર નામે પાત્ર થયે, જેણે આગમ લખાવ્યા. ડુંગરની પત્ની વિલ્હેણુદેવી તેજપાલસિંઘ નામે પુત્ર થયો. તેની ચાંગાઈ નામની સ્ત્રીથી રણધીર, સુરાજસિંહ, ધન અને સેમ નામના ચાર પુત્રો અને રામતી, ગળી અને બલૂકા નામની પુત્રીઓ થયાં.
૧૩૧૮. જયેષ્ઠ પુત્ર રણધીરને ઈન્દુ નામની સ્ત્રી અને ગપ નામને પુત્ર અને આંબા નામને પાત્ર હતાં. દ્વિતીય સુરાજસિંહને રાજસિંહા નામની સ્વરૂપવતી સ્ત્રી હતી. તૃતીય ધનને ધનાદે નામની સ્ત્રી અને ચતુર્થ સોમને સોમલદે નામની સ્ત્રી અને મલ્હાઇકા નામે પુત્રી હતાં.
૧૩૧૯. આ સકળ પરિવારથી યુક્ત ધન અને સોમ નામના બંધુઓ વિજયવંતા શોભે છે. સિદ્ધાંતસાગરસૂરિ મહારાજના ઉત્તમ પાટરૂપી ઉદયાચલ વિશે સૂર્ય સમાન ભાવસાગરસૂરીશ્વરના ઉપદેશથી સં. ૧૫૬ ૦ માં સુશ્રાવિકા દેહુણદેએ પિતાની વૃદ્ધ માતાના પુણ્યાર્થે સ્વર્ણાક્ષરી પ્રત લખાવી. જુઓ “પ્રશસ્તિ સંગ્રહ–જે. સા. પ્રદર્શન.” સં. અમૃતલાલ મ. શાહ. ૧૩૨૦. ઉક્ત પ્રશસ્તિમાં આ પ્રમાણે વંશવૃક્ષ છે–
જુઠા (જેઠીબાઈ) ભાખર (ભાવલદે)
સાલિગ
ડુંગર (વિલ્હેણુદે) તેજપાલસિંઘ (ચંગાઈ)
રણધીર(ઈ-૬)
સુરાજસિંહ(રાજસિંહા)
ધન (ધનાદે)
સેમસમલદે)
૧૩૨૧. સં. ૧૫૬ માં પ્રશસ્તિ લખાઈ ત્યારે ચાર ભાઈઓમાંથી રણધીર અને સુરાજસિંહ વિદ્યમાન નહોતા. બીજું, તેમાં ભાવસાગરસૂરિને ગણેશ્વર કહ્યા હોઈને તે સં. ૧૫૬૦ ના વૈશાખ સુદી ૩ પછી લખાઈ છે એમ સ્પષ્ટ થાય છે.
૧૩૨૨. અન્ય અંચલગચ્છીય શ્રાવકોનો નિર્દેશ લાભમંડન કૃત “ધનસાર પંચશાળિરાસ' (રચના સં. ૧૫૮૩ કાર્તિક સુદિ ૧૩) દ્વારા મળી રહે છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છેઃ બધાયે દેશોમાં ગુજરાત દેશ પ્રસિદ્ધ છે, તેનું અમદાવાદ શ્રેષ્ઠ નગર છે, જેમાં લક્ષ્મીએ વાસ કર્યો છે. તે નગરમાં
વ્યવહારી ૫હિરાજ વસતા હતા. તેઓ ધર્માનિ ઠ, સુજાણ, મહાજનમાં અગ્રેસર શ્રાવક હતા. તેમની પત્નીનું નામ રૂપી હતું તથા તેમના પુત્રનું નામ સંઘદત્ત હતું, જે જિનવરની ભક્તિ કરતો હતો, અને શ્રી શ્રીવંશનો શંગાર હતો. તેની પત્ની ભાણું શીલવંતી, સવિચારિણી, અને દાનગુણથી દીપતી હતી. તેની કૂખે જગ-પ્રસિદ્ધ, બુદ્ધિમાં અભયકુમાર જેવો અમીપાલ જ જેની કીતિ જગમાં પ્રતાપે છે, એના સાનિધ્યમાં, સુત્રોનું અધ્યયન કરી રાસની રચના કરી. '
૧૩૨૩. મૂળ પ્રશસ્તિ આ પ્રમાણે છે –
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com