________________
૨૪
અચલગચ્છ દિદશન સોમચંદ ધારશી પ્રકાશિત પટ્ટાવલી પૃ. ૨૪૪ માં સુમતિરત્નસૂરિની પ્રતિષ્ઠાને એ જ મિતિ-તિથિને ઉલ્લેખ છે, તેમાં કહેલા આચાર્ય એક જ સંભવે છે. સુમતિસાગરસૂરિ
૧૩૧૨. ભાવસાગરસૂરિના શિષ્ય સુમતિસાગરસૂરિ પણ પ્રભાવક આચાર્ય થઈ ગયા છે. પટ્ટાવલીયંત્રોમાંથી એમની શિષ્ય-પરંપરા આ પ્રમાણે મળે છે. ભાવસાગરસૂરિ શિષ્ય (૧) સુમતિસાગરસૂરિ (૨) ગજસાગરસૂરિ (૩) પુણ્યરત્નસૂરિ (૪) ગુણરત્નસૂરિ, ઈત્યાદિ. એમના શિષ્ય વિશે પાછળથી વિચારીશું.
૧૩૧૩. સુમતિસાગરસૂરિને જન્મ ગુર્જરદેશના પાટનગરમાં શ્રીમાળી જ્ઞાતીય સાવ વસ્તાની પત્ની વિમલાદેની કૂખે સં. ૧૫૫૪ માં થયો હતો. સં. ૧૫૭૯ માં પચીસ વર્ષની ભરયુવાન ઉમરે એમણે ભાવસાગરસૂરિ પાસે પ્રત્રજ્યા અંગીકાર કરી. સં. ૧૫૯૮માં ગુએ એમને આચાર્યપદસ્થિત કર્યા. સુમતિસાગરસૂરિના સૂરિપદનાં વર્ષમાં લહિયાએ લખવામાં કે પ્રતિલિપિ કરનારે વાંચવામાં ભૂલ કરી સંભવે છે. સુમતિસાગરસૂરિના શિષ્ય હેમકાંતિએ સં. ૧૫૮૯ ના ભાદરવા ૮ રવિવારે “શ્રાવકવિધિ ચોપાઈ'ની રચના કરી તેની ગ્રંથપ્રશસ્તિમાં કવિએ પોતાના ગુરુને આચાર્ય કહ્યા છે. એટલે સં. ૧૫૮૯ માં સુમતિસાગર સરિ આચાર્યપદે હતા જ. શકય છે કે સં. ૧૫૮૯ ને બદલે સં. ૧પ૯૮ સમજાયું હોય સં. ૧ ૬૧ વર્ષની ઉમરે સુમતિસાગરસૂરિ કાલધર્મ પામ્યા. “ અંચલગચ્છ–આચાર્યપરંપરા વિવરણ ” નામનાં પ્રાચીન પઢાવલી યંત્રમાંથી સુમતિસાગરસૂરિ અને એમની શિષ્ય પરંપરાની માહિતી સંપ્રાપ્ત થાય છે. પટ્ટધર સિવાય અન્ય શ્રમણે વિશે આટલી બધી વિગતો અનુપલબ્ધ થતી હોઈને, તેમજ સુમતિસાગરસરિની શિષ્ય પરંપરા આચાર્યપદે હેઈને એટલું તો સ્પષ્ટ થાય છે કે અંચલગચ્છના શ્રમણસમુદાયમાં એમનું કેટલું ઊંચું સ્થાન હશે ! ભાવસાગરસૂરિ પછી ગુણનિધાનસરિ, ધર્મમૂર્તિસૂરિ, કલ્યાણસાગરસૂરિ ઈત્યાદિ પરંપરા ન દર્શાવતાં પ્રાચીન ગ્રંથમાં, આયરક્ષિતસૂરિથી ભાવસાગરસૂરિ અને તે પછી આ આચાર્યની શિષ્ય પરંપરા દર્શાવવામાં આવી હોઈને, તેઓ શાખા-ગચ્છના આચાર્ય હોય એમ એક્કસ રીતે અનુમાન કરી શકાય છે. હેક શાખા
૧૩૧૪. ભાવસાગરસૂરિના સમયમાં પૂર્ણિમા પક્ષની મુખ્ય ગાદી પાટણના ઢંઢેરવાડામાં હતી. અંચલગચ્છની માન્યતાઓ એની માન્યતાઓ સાથે ઘણી બાબતમાં સામ્ય ધરાવતી હતી. એ ગચ્છનાં ઓસરતા પૂર દિન-પ્રતિદિન જણાઈ રહ્યાં હતાં. અંચલગચ્છ સાથે તેને સારો સ્નેહભાવ હતો.
૧૩૧૫. ઢરક શાખાના મહિમાપ્રભસૂરિના શિષ્ય ભાવપ્રભસૂરિ પ્રભાવશાળી આચાર્ય થયા. તેમના અનેક પ્રતિષ્ઠાલેખો ઉપલબ્ધ છે. ત્રિપુટી મહારાજ ઢંઢેરક શાખાને અંચલગચ્છની શાખા તરીકે ઓળખાવે છે. જુઓ “જૈન પરંપરાને ઈતિહાસ ” ભા. ૨, પૃ. ૭૭૩-૪. આ શાખાનો ઉલ્લેખ પુણ્યરત્નસરિ કુત “ ન્યાયસાગર રાસ' (સં. ૧૭૯૭) માંથી પણ મળી રહે છે. ગ્રંથકાર ભાવપ્રભસૂરિના અનુયાયી હતા. ઢઢેરવાડામાં આ સમુદાયને ઉપાશ્રય અને પાટ આવેલાં હોવાથી શાખાનું એ પરથી નામાભિધાન થયું. આજે પણ આ શાખાનાં સ્થાપત્યો વિદ્યમાન છે. અંચલગચ્છીય શ્રાવકે
૧૩૧૬. એ વખતના શ્રાવકે અને તેમનાં કાર્યો વિશે પ્રશસ્તિઓ દ્વારા ઘણી માહિતી મળી રહે છે. કલ્પસૂત્રની સ્વર્ણાક્ષરી પ્રતની ઐતિહાસિક પુપિકાનો સંક્ષિપ્તસાર અહીં નિમ્નોક્ત છેઃ
૧૩૧૭. ઉસવંશીય, દાંઠડિ ગેત્રીય કોઠારી જૂઠાની ભાર્યા જેઠીથી ભાખર નામને પુત્ર થશે. તેની
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com