________________
શ્રી ભાવસાગરસૂરિ સિદ્ધિ વસે છે, જેમના પાદરનના પ્રસાદથી લક્ષ્મી વિલાસને પામે છે, તે આચાર્યોમાં મુકુટસમાન ભાવસાગરસૂરિને હું વંદન કરું છું.' પ્રકીર્ણ પ્રસંગે
૧૨૮૬. ઓસવંશીય, વડેરાગોત્રીય સુરચંદ તથા સુરદાસે કુટુંબના શ્રેયાર્થે ભાવસાગરસૂરિના ઉપદેશથી સં. ૧૫૭૮ માં પાટણમાં શ્રી પાર્શ્વનાથના બિંબની પ્રતિષ્ઠા કરાવી. “જેન ગોત્ર સંગ્રહમાં હી. હં. લાલન નોંધે છે કે “આ બિંબ કાનજી હંસરાજનાં ઘરમાં પૂજાય છે.”
૧૨૮૭. સવંશીય, દેવાણંદ સખા ગોત્રીય, સીરેહીમાં થયેલા ભીંદા અને નેતાએ શ્રી વાસુપૂજય સ્વામીની પ્રતિમા ભરાવી, જેની પ્રતિષ્ટ ભાવસાગરસૂરિના ઉપદેશથી થઈ.
૧૨૮૮. શ્રીમાલવંશીય, ગૌતમ ગોત્રીય, વાઘા તથા હરખચંદ સં. ૧૫૬ માં વૈશાખ સુદી ૩ ને દિવસે માંડલમાં ભાવસાગરજીના સૂરિપદ મહોત્સવમાં પચાસ હજાર દ્રવ્ય ખરચ્યું. સંઘવી ભીમાના ભાઈ ભાણાના સંતાનો કચ્છી ઓશવાળો થયા અને તેઓ વીસલદેવ રાજાના કારભારી હોવાથી વીસરિયામેતા કહેવાયા. આ વંશમાં થયેલ મંત્રી લખુએ જૂનાગઢમાં શ્રી આદિનાથપ્રભુનો શિખરબંધ જિનપ્રાસાદ બંધા તથા પાટણમાં ચોર્યાસી પૌષધશાળાઓમાં કલ્પમહોત્સવ કરાવી ઘણું દ્રવ્ય ખરચ્યું હતું.
૧૨૮૯. સવંશીય, સ્થાલગોત્રીય ઠાકુરના પુત્ર ખરથ તથા ખીમાએ સં. ૧૫૭૪ માં મહા વદિ ૧૩ ને દિવસે શ્રી આદિનાથનું બિંબ રણધીરનાં પુણ્યાર્થે ભરાવ્યું અને તેની ભાવસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી.
૧૨૯૦. “વિજયચંદ કેવલિચરિત્ર ની સં. ૧૫૮૦ ના ફાગણ વદિ ૧૩ ને બુધવારે લખાયેલી પ્રત અંચલગચ્છાચાર્ય પાસે હતી એમ એ ગ્રંથની પ્રતપુપિકા દ્વારા જાણું શકાય છે–જુઓ :
संवत् १५८० वर्षे फागुण वदी १३ बुध । अञ्चलगच्छे श्री आचार्यों प्रतीप्रति (?) ॥ શક્ય છે કે ભાવસાગરસૂરિને કેાઈએ આ પ્રત વહોરાવી હેય. શ્રમણ પરિવાર અને તેની ઉલ્લેખનીય બાબતે
૧૨૯૧. ભાવસાગરસૂરિનો શ્રમણ પરિવાર બહોળો હતો. અલબત્ત, શ્રમણ સંખ્યાને કોઈ પ્રમાણ ગ્રંથમાંથી સ્પષ્ટ નિદેશ પ્રાપ્ત થતો નથી, છતાં એ વખતના અનેક શ્રમણાનો નામોલેખ ઉપલબ્ધ હોઈને તેમજ અંચલગચ્છની અન્ય શાખાઓને નિર્દેશ પણ પ્રાપ્ત થતે હેઈને તત્કાલીન શ્રમણસંખ્યા અંગે કલ્પના કરી શકાય એમ છે.
૧૨૯૨. ભાવસાગરસૂરિને ગઝેશપદ પ્રાપ્ત થયું તે વખતે પં. આણંદથી ગણિ અને પં. સત્યશ્રી મુનિ વિદ્યમાન હતા એમ “સ્થૂલિભઃ એકવિસો” (સં. ૧૫૫૩)ની સં. ૧૫૬૦ ના વૈશાખ સુદી ૪ ને શુક્રવારે સુત્રાવિકાના પહાથે લખાયેલી પ્રતપુષિકા દ્વારા જાણી શકાય છે. આ વિશે આપણે આગળ ઉલ્લેખ કરી ગયા.
૧૨૯૩. દેપાલદે કૃત “ચંદનબાલા ચરિત્ર ચોપઈની સં. ૧૫૬૬ ના અશ્વિન શુકલ ૨ ને ગુરુવારે કપડવંજમાં લખાયેલી પ્રતમાંથી વા. ગુણશેખર શિ. વા. હર્ષમંડન શિ. વા. હમૂર્તિને તથા પં. આણંદશ્રી શિ. પં. સત્યશ્રી વિગેરેનો ઉલ્લેખ પ્રતપુમ્બિકામાંથી મળી રહે છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com