________________
-
શ્રી મેતુંગસૂરિ
૨૦૯ ૯૨૬. નાહટાજીના સંગ્રહની અજ્ઞાત કતૃક “ અંચલગચ્છ–અપર નામ વિધિપક્ષગળ પટ્ટાવલી ( વિસ્તૃત વર્ણનરૂપા ) માં આ સંબંધક વિશેષ ઉલ્લેખ છે. ઉકત પટ્ટાવલીની સમગ્ર નોંધ આ પ્રમાણે છે– અઠાવનમે પાટે ઈ |િ કલિકાલે અદ્ભત ભાગ્ય સૌભાગ્ય વિદ્યાનિધાન ગુણે કરી પ્રધાન મિથ્યાવકુંદ કુંદાલ શ્રી મેજીંગસૂરિ થયા. નાણિ ગ્રામિં યુહરે વરસાહ, નાનું કલત્ર, તેલ નો પુત્ર વસ્તપાલ. ચઉદ ત્રીજરે જન્મ, ચઉદ દાહરે દીક્ષા, ચઉદ બત્રીસે આચાર્યપદ, ચઉદ પીસ્તાલીસ ૧૪૮૫ ગચ્છનાયક પદ, જેહને વારે શાખાચાર્ય શ્રી જયશેખર થયા. બાર સહસ્ત્ર “ ઉપદેશ ચિતામણી ” ગ્રન્થ તણા કરણહાર. શ્રી મેતૃગરિ પાસે ચક્રેશ્વરી આવતાં તે રાત્રે કોઈ શ્રાવકે દીઠા. તે જ રાત્રે કોઈક બાઇડીઓ ઉપાશ્રયમાં આ થઈ તે શ્રાવક રીસાણ, ઉપાશ્રય આવે નહિ, તે સર્વ ગુરુઈ જાણું છે ગુરુ તેહને મનાવી તેડી લાવ્યા, વલી બીજે દીવસે વષાણે આળે છે. વિવારે પાટલા ઊંધો મૂકાવ્યા છે. હવે ચક્રેશ્વરી નિત્ય વખાણે આવે છે. તે આવ્યા એટલે પાટલા ઊંધા હતા, તે સમા થયા. શ્રાવક જોઈ રહ્યા. ગઈ કએિ રાત્રે એવું આવે છે. પછે શ્રાવકના મનને સંદેડ ભાંગ્યો. પછે ગઈ કહિઉં ચક્રેશ્વરીને–“હવે આવો મ.” તે દિવસથી આવતા તે રહ્યાં. મેતુંગરિ ૧૪૭ નિર્વાણ એવું વર્ષ અડસઠ સર્વાય.'
૯૨૭. “મેરૂતુંગરિ રાસ” માં ચક્રેશ્વરીદેવી મેરૂતુંગરિનું સાન્નિધ્ય કરતી હતી એ ઉલ્લેખ છે–“સાંનિધૂ કરાઈ અપાર ચઉટ ચકકેસરિ સુરિય.' મેરૂતુંગમુરિના કોઈ અજ્ઞાત શિષ્ય રાસની રચના કરી હેઈને આચાર્યનાં જીવન અંગે એ સૌથી પ્રાચીન આધારભૂત પ્રમાણ છે. મેતૃગરિનાં અલૌકિક જીવનને પડઘે આવી ઉક્તિઓમાંથી પડતો જણાય છે, એ નિર્વિવાદ છે.
૯૨૮. શત્રુંજય ઉપર ભંડારીએ બંધાવેલા જિનાલયના શિલાલેખમાં ચક્રેશ્વરીદેવી મેરૂતુંગરિ પર પ્રસન્ન થયાં હતાં એવું વિધાન છે--
चक्रेश्वरीभगवती विहित प्रसादाः श्री मेरुतुगगुरवो नरदेववंद्याः ॥१०॥
અંચલગચ્છના પ્રાચીન પ્રમાણમાં ચક્રેશ્વરીનો ઉલ્લેખ અનેક સ્થાને જોવા મળે છે. પરંતુ પ્રાચીન ઉલ્લેખોમાં મહાકાલી દળીને નામોલ્લેખ નથી. એ વિષયના અનુપંગમાં પણ આ મુદ્દો વિચારણીય છે. આ વિષયની સપ્રમાણુ વિચારણું આપણે કરી ગયા હોઈને તેનું પુનર્લેખન અહીં અપ્રસ્તુત છે. વડનગરના નાગરને પ્રતિબોધ.
૯૨૯. ધર્મમૂર્તિરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં તુંગરિએ વડનગરના નાગરોને આપેલા પ્રતિબધની વાત વિસ્તારથી આવે છે. તે પરથી જાણી શકાય છે કે એક વખત આચાર્ય વિહરતા વડનગરમાં પધાર્યા અને તળાવને કિનારે પોતાના શિષ્ય પરિવાર સહિત તેમણે સ્થિરતા કરી. નગરમાં નાગર બ્રાહ્મણોનાં ત્રણસો ઘર હતાં, પરંતુ કોઈ એ આહાર આપે નહીં. તપવૃદ્ધિ માં સોએ સંતોષ માન્યો. એ વખતે બન્યું એમ કે નગરશેઠના પુત્રને સુપે દંશ દીધો એટલે તે મૂતિ થયો. લાંબા સમય સુધી મર્યા રહી એટલે સૌએ તેને મૃત્યુ પામેલો માની રવું શરુ કરી દીધું. જૈન શાસનની પ્રભાવના કરવા માટે ગુએ “ % નો દેવદેવાય” એ સ્તોત્રને પાઠ કરીને ગારૂડી મંત્રથી તે સપને ત્યાં બોલાવ્યો અને તેણે વરેલું વિષ પાછું ખેંચાવ્યું. પુત્ર સચેતન થયો એટલે આચાર્યના પ્રભાવથી ચમત્કૃત થઈ સૌએ જૈન ધર્મ સ્વીકાર્યો. પછી ઉત્સવપૂર્વક સૌએ ગુરને નગરપ્રવેશ કરાવ્યો અને આગ્રહ કરી તેમને ત્યાં ચાતુર્માસ કરાવ્યું. રતુંગરિના ઉપદેશથી નાગર વણિકે એ વડનગરમાં જિનપ્રાસાદ તથા ઉપાશ્રય બંધાવ્યાં.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com