________________
૨૧૪
અંચલગચ્છ દર્શન જણાય છે. જો એ સંભવિત હોય તો પૂરોગામી પદધરનાં મૃત્યુ અને અનુગામી પધરનાં ગચ્છશપદની વચ્ચે સમયની દષ્ટિએ માત્ર પાંચેક મહિનાનું જ નવું અંતર રહે, જે તદ્દન સ્વાભાવિક છે. આ વાત
સ્વીકાર્ય હોય તો ગુજરાતી સંવત પ્રમાણે સં. ૧૪૪૪ ના ફાગણ વદિ ૧૫ ને દિવસે મેતુંગમુરિ ગઝેશપદ પામ્યા હશે, કારણ કે એ મહિનામાં મારવાડી પ્રણાલિકા પ્રમાણે સં. ૧૪૪૫ નું વર્ષ પ્રવર્તમાન હોય.
૯૪૬. મેતુંગરિ ગચ્છનાયકપદે અભિયુક્ત થયા એ પ્રસંગે જ રત્નશેખરસૂરિ “સૂરિપુરંદર'નું માનાર્હ બિદ્ધ પામ્યા હોવાનું સાકાર જણાવે છે. ત્રિપુટી મહારાજ “જૈન પરંપરાનો ઈતિહાસ ભા. ૨ પ્ર. પર૮ માં ઉક્ત પ્રમાણને આધારે રનશેખરસુરિને યુવરાજ પદ” આપ્યું હોવાનું ઘટાવે છે. શક્ય છે કે મેતુંગરિ પછીનું સ્થાન રત્નશેખરસૂરિને પ્રાપ્ત થયું હોય. મેટતુંગમૂરિના સમયમાં ગચ્છનો વિસ્તાર ખૂબ જ વૃદ્ધિગત થયો હોઈને ગવ્યવસ્થા માટે ગચ્છનાયક-પદ પછીનું સ્થાન પણ નક્કી થયું હોય. દરેક શાખાઓના શાખાચાર્યો તો હતા જ. પ્રકૃષ્ટ તપસ્વી અને ઉગ્ર વિહારી
૯૪૭. મેતુંગરિએ ગચ્છનાયક તરીકે એવી પ્રોજજવલિત પ્રતિભા પ્રકટાવી છે કે જેને ઈતિહાસમાં થઈ ગયેલા પ્રભાવક આચાર્યોમાં તેઓ પ્રથમ હરોળનું સ્થાન પામી શકયા. એમની સફળતાનું રહસ્ય એમનાં યાગમય જીવનમાં જ પામી શકાય છે. રાસકાર જણાવે છે કે તેઓ નિર્મલ તપ-સંયમન આરાધન કરતાં યોગાભ્યાસમાં વિશેષ અભ્યસ્ત રહેવા લાગ્યા. તેઓ હદયેગ, પ્રાણાયામ, રાજયોગ આદિ ક્રિયાઓ દ્વારા નિયમિત ધ્યાન કરતા હતા. ગ્રીષ્મ ઋતુના તાપમાં કે શિયાળાની ઠંડીમાં પ્રતિદિન કાયોત્સર્ગ કરીને આત્માને અતિશય નિર્મળ કરવામાં સંલગ્ન હતા. રાસકાર મેતુંગસૂરિનાં નિર્મળ ચારિત્ર વિશે વિસ્તારથી વર્ણન કરે છે, એમાંની માત્ર એક કંડિકા જ જોઈએ:
ઉત્પાલઈ તાવડિ ધણઈએ, સીયાઈ બહુ સતિ;
કાઉસગિ જે નિતુ નિતુ રહઈએ, પૂરવ રિષિ નિતિ. પૂરવ રિપિ” વિશેષ શબ્દ દારા જ ડુંગરિનાં ત્યાગમય જીવનનો સુંદર ખ્યાલ આવી શકે એમ છે. રાસકારે મેરુનું ગરિના કઠોર ત્યાગ માર્ગનું સુંદર ચિત્ર શબ્દોમાં જકડી લીધું છે. આચાર્યની ઊર્ધ્વગામી જીવન ચારિકામાંથી “ પૂરવ રિપિ’ શબ્દને યથાર્થ ઇવનિ પ્રકટે છે.
૮૪૮. તુંગમુરિનું ઉગ્ર વિહારીપણું એમના વિતત વિવાર પ્રદેશ પરથી પણ ફલિત થાય છે. રાસકાર એમના વિવાર પ્રદેશનું સૂચન કરતાં કહે છે કે આચાર્યે પટ્ટણ, ખંભાત, ભરૂચ, સોપારક, કુંકણ, કચ્છ, પારકર, સાચેર, મગ, ગુજર, ઝાલાવાડ, મહારાષ્ટ્ર, પંચાલ, લાદેશ, જાલેર, ઘોઘા, ઉના, દીવ, મંગલપુર, નવાગામ, સેરઠ પ્રકૃતિ મહત્વનાં સ્થાનોમાં વિચરીને બહુ જ શાસનોન્નતિ કરી :
પણ ખંભનયર ભરૂચ સોપારઉંકર કંકણું કચ્છ પરક્કર સચ્ચઉરપુર, મુરુ ગુજજર ઝાલાવાડિહિં ધલ ધોળતિ મરહરુ પંચાલિહિં લાદેશ જાલઉરપુરે. ઘોઘનયર સુપનનપુરવર ઉતા દીવા અનઈ મંગલપુર નવઈ સુરક સહામણીય, દેશ સ ઈણિ પરિ પડિબહિયા ચારિ વર્ણ જિણ નિજ ગુણ મહિયા
દેસણ મુણિ સલિયામણીએ. કમિઠામિ જિબિંબ જુહારી વયિ અંતર અવિચારી સિવુંજય ગિરનારિસરે, ભારી કર્મ જિકે સંસારી તેડી મૂક્યા દુધ ઉતારી નરનારી ઉવસ ભરે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com