________________
२२४
અંચલગચ્છ દિગ્દર્શન __ तार्तीयीकं हृदयदयितः सैष भोगाद्वयराङक्षी
तुर्य न्याय्यान्न चलति पथो मानसं भावि हा किम् ॥ ૯૮૪. આવા સંયોગોથી વિરહાનલમાં બળતી રાજીમતી વિચારે છે કે–મારું હૃદય પ્રિય વલ્લભ વિના તપ્ત પાષાણની જેમ ફરે છે, આ દુઃખને પ્રતિકાર દૃષ્ટિ સમક્ષ ઉપસ્થિત થયેલ આ મેઘ જ છે. કારણ દાવાનળથી બળતા વનને શીતળ જળથી શાંત કરનાર કેવળ મેળે જ છે. તદનુસાર તે મારા પ્રિયતમને પણ શાંત કરશે. આમ વિચારી કેટલાક શ્લોકોમાં મેઘને સત્કાર કરે છે. તે પછી પોતાના પતિને જે સંદેશ કહેવાનું છે, તે પહેલાં તેમની ઓળખાણ કરાવે છે. કવિ પ્રભુનું ચરિત્ર ચિતરવામાં બધું કાવ્ય પૂર્ણ કરે છે. - ૮૮૫. છેલ્લા સર્ગમાં વિરવિવશા રામતી પતિવિરહિણું સ્ત્રીની દશાનું વર્ણન મેઘને સંભળાવતાં કહે છે–
कोकी शोकाद्वसति विगमे वासरान्ते चकोरी
शीतोष्णर्तुप्रशमसमये मुच्यते नीलकंठी । त्यक्ता पत्या तरुणिमभरे कञ्चुकश्चक्रिणेवाऽ
मत्रं वारां हृद इव शुचामाभवं त्वा भवं भोः ॥ ૯૮૬. આ પ્રમાણે પોતાની દુઃખિત અવસ્થાનું વર્ણન કર્યા પછી પિતાના પ્રાણનાથને કહેવાના સંદેશને સંભળાવે છે. રામતીની સાહેલીઓ આ સંદેશ સાંભળી રામતીને કહે છે–હે સખિ ! તું ક્યાં ને પ્રભુ નેમિ ક્યાં ? મે ક્યાં અને આ તારો સંદેશ ક્યાં ? આ સર્વ અઘટિત બીના છે. તું ગમે તેટલે પ્રયત્ન કરીશ પણ વીતરાગી તારા ઉપર રાગ નહીં કરી શકે. હું તેને વિશ્વાસ છોડી દે–
क्वासौ नेमिविषयविमुखस्तत्सुखेच्छुः क्व वा त्वं ।
क्वासंशोऽन्दः क्व पटुवचनैर्वाचिकं वाचनीयम् । किं कस्याने कथयसि सखि ! प्राज्ञचूडामणे ा
__ नो दोषस्ते प्रकृति विकृतेर्मोह एवात्र मूलम् ॥ ૯૮૭. રાજીમતી પિતાની સખીઓનાં આવાં વચન સાંભળી શોકનો ત્યાગ કરી કેવળજ્ઞાન પામેલા પ્રભુની પાસે જઈ વ્રત ગ્રહણ કરે છે. ત્યાં સ્વામીના પ્લાનથી તન્મયત્વ–સ્વામીમયત્વ પ્રાપ્ત કરે છે; અથવા જેમ સ્વામી રાગદ્વેષ રહિત છે તેમ તેણે રાગદેપ વિનાનું આત્મવ પ્રકટાવ્યું. કવિ અહીં કાવ્યને પૂર્ણ કરે છે.
૮૮૮. આ કાવ્યમાં ચાર સર્ગના સર્વે મળીને મંદાક્રાન્તા છંદના ૧૯૬ શ્લોકે છે. આ કાવ્યની રચના નામ સામે વિના બીજી બધી રીતે સ્વતંત્ર છે. કવિએ બીજાં સંદેશકાની જેમ મહાકવિ કાલિદાસના “મેઘદૂત ની સમસ્યા પૂતિ કરી નથી. શલી, રચના, વિભાગ, એ બધી બાબતોમાં કાવ્ય સ્વતંત્ર છે. છોટાલાલ મગનલાલ ઝુલાસણવાસી જણાવે છે કે “ કાવ્ય પ્રતિપદ ક્લિષ્ટ હોવાથી કિલર્ટ છે. તેથી ટીકાની સાહાય વિના અર્થ કાઢવો તુરતમાં કઠિન લાગે છે. તો પણ વ્યુત્પત્તિની ઈચ્છા રાખનાર વિદ્યાર્થીને આ કાવ્ય ઘણું ઉપયોગી નીવડવા સંભવ છે.
૯૮૯. તુંગરિની એક કૃતિનું ઉદાહરણ લઈ આપણે એમની સાહિત્યકાર તરીકેની પ્રતિભાને આછો ખ્યાલ મેળવ્યો, પરંતુ સાહિત્યકાર તરીકે એમના વ્યક્તિત્વનો ખરેખરો પરિચય તો એમની
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com