________________
અંચલગચ્છ દિગ્દર્શન ભજવવામાં આવ્યું હતું, જેમાં એ રાજાએ અહમદાવાદના સુલતાને સામે કરેલાં યુદ્ધ-પરાક્રમનું વર્ણન છે.
૧૧૭૧. ગંગદાસને પુત્ર રાજા જયસિંહ પણ ભારે પ્રતાપી હતો. તે પતાઈ રાવળ નામથી ઓળખાતો હતો. હાલ ગામ પાસે નાની ઉમરવાણ ગામમાં રહેલા કૂવા ઉપરના શિલાલેખ પરથી જણાય છે કે સં. ૧૫૩૫ માં માઘ વદિ ૮, શનિવારે પાવાગઢ પર જયસિંહદેવનું રાજ્ય હતું. ચહુઆણુ વંશમાં પૃથ્વીરાજ પ્રમુખ ઘણા રાજા થઈ ગયા. એજ વંશ-કુલમાં તિલક જેવા (થયેલા રણથંભેરવાળા) હીરદેવના કુલમાં થયેલા ગંગરાજેશ્વરના પુત્ર આ જયસિંહ રાજા હતા. જેઓ પૂર્વ પુરુષોને ઉદ્ધાર કરવામાં ધીર, શ્રી શક્તિના ભક્ત, નિત્ય સુવર્ણ અને ગાયનું દાન કરનાર, દિને શાસન આપનાર અતિ દાની, પ્રતાપી રાજાધિરાજ હતા. તેમના આદેશથી ઉપર્યુક્ત આંમણું ગામમાં પોતાની માતા કામાદેવીના પુણ્ય માટે પૂર્વોક્ત કૂવો કરાવ્યો હતો.
૧૧૭ર. જયસિંહદેવ જેનાચાર્યોને ખૂબ જ સન્માન આપત. ડો. ભાંડારકરને પ્રાપ્ત થયેલી અંચલગછની પટ્ટાવલીમાં આ પ્રમાણે ઉલેખ છે: ૬૦ શ્રી નાર-પાનેરપુરે પતાઈ ગઢ રાજા માન્યા માત્ર આટલા જ ટૂંકા ઉલ્લેખ પરથી જાણું શકાય છે કે જયકેસરીમૂરિને જયસિંહદેવે ખૂબ જ સન્માનિત કર્યા હશે. ભાવસાગરસૂરિ કૃત ગુવીવલીના ઉલ્લેખ દ્વારા પણ આપણે જોઈ ગયા કે જયસિંહદેવના પિતા રાજા ગંગદાસના વચનથી જયકીર્તિરિએ પિતાના શિષ્ય જયકેસરીરિને સં. ૧૪૯૪માં આચાર્યપદ સ્થિત કર્યા હતા. વળી ગુરુના મૃત્યુ બાદ જયકેસરીરિ ચાંપાનેરમાં જ સં. ૧૫૧ માં ગચ્છનાયક પદ પામ્યા, જે વખતે સાલાપતિ જ્ઞાતિના સંઘવી કાલાગરે પાવાગઢના શ્રી વીરજિનાલયમાં ઉત્સવ કર્યો હતો. આ મહત્ત્વના પ્રસંગે પરથી ત્યાંના રાજાઓ અને જૈન સંઘને અંચલગચ્છીય આચાર્ય પ્રત્યેનો આદરભાવ જાણી શકાય છે. ચંપકપુરના મંત્રીઓ પણ અંચલગચ્છીય શ્રાવક હોવાના પ્રમાણ પ્રાચીન મૂર્તિ લેખો દ્વારા મળી રહે છે. સં. ૧૫૨૯ માં મંત્રી જગરાજે જયકેસરીરિના ઉપદેશથી શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું હતું જેની ચંપપુરના સંઘે પ્રતિષ્ઠા કરાવેલી:–
संवत् १५२९ वर्षे ज्येष्ठ वदि , गुरौ श्री गुर्जरवंशे में साधा भार्या फकु पु० मं० परबत भार्या रतनु पु० मं० जगराज सुश्रावकेन भ्रातृ लाला वेणीदास पितृव्य मं० पामा बुधासिंघ भाईया सहितेन पितामह पुण्यार्थ अंचलगच्छेश श्री जयकेशरीसूरि उपदे... शांतिनाथ किंवं प्रतिष्ठितं संघेन श्री चंपकपुरे ॥
જ્યકક્સરમરિને તે પતાઈ રાઉલના રાજ્યત્વકાલમાં રાજ્યમાન્ય ગણવામાં આવતા હતા. તપાગચ્છીય સેમદેવસૂરિને પણ જયસિંહદેવે સન્માનિત કર્યા હોવાનો ઉલ્લેખ મળે છે. પં. પ્રતિકામે સમસૌભાગ્ય કાવ્યમાં આ જયસિંહદેવ વિશે જણાવ્યું છે કે-“શત્રુઓને કંપાવનાર ચંપકનેર–ચાંપાનેરને નાયક, દાતા અને વિશુદ્ધ ચારિત્રવાળા, રાજાઓમાં મુકુટ જેવો, જયસિંહ રાજા, જે (મદેવ)નાં વચનો વડે પ્રસન્ન થઈને પોતાના સ્નેહીઓ સાથે જલ્દી પિતાનું માથું ડેલાવતો હતો. સેમદેવસૂરિએ પિતાની વાણુની મધુરતા, કવિતા, સમસ્યા-પૂર્તિ વિગેરે વડે પાવાગઢના રાજા જયસિંહ અને જૂનાગઢના રાજા રામાંડલિક વિગેર નરેન્દ્રોનાં હૃદયમાં ચમત્કાર પમાડ્યો હતે.
૧૧૭૩. સં. ૧૫૭૦ માં શ્રીમાલજ્ઞાતીય સં. સહદના પુત્ર મંત્રીવર હાથી સુશ્રાવકે ભાવસાગરસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું અને ચંપકપુરમાં એની પ્રતિષ્ઠા થઈ–
संवत् १५७० वर्षे माघ वदि ९ शनौ श्रीमाल जातीय में. साद भा० सहजलये
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com