________________
૧૬૩
શ્રી ધર્મપ્રભસૂરિ ગ૭ના પ્રથમ મહારા સાળી સમયથી થયાં, જે વિશે આપણે ઉલ્લેખ કરી ગયા. એ પછી બે વર્ષના સમય સુધીના અંચલગ છીય સાથી વિરે ઉલ્લેખ પ્રાન થતો નથી. સં. ૧૭૮૪ ના ભાદરવા સુદ ૧ શનિવારે ખંભાતમાં લખાયેલી “પવુંપણ કપ પિનક' ની પ્રતપુપિકામાં તિલકપ્રભા ગણિનીને ઉલેખ છે, જેને આધારે સમયછી પછી એક બીજા સાળીની વિદ્યમાનતા અંગે જાણી શકાય છે. એવું અજયસિંહે એ પ્રત લખી છે, જેની પુપિકા આ પ્રમાણે છે :
संवत् १३८४ वर्षे भाद्रवा शुदि : शनी अद्येह स्तंभतीर्थे वेलाकृले श्रीमदंघलगच्छे श्री कल्पपस्तिका तिलकप्रभागणिनीयोग्या महं. अजयसिंहेन लिखिता। मङ्गलं महाभीः । देहि विद्यां परमेश्वरि । शिवमस्तु सर्व जगतः ।
જુઓ, પં. લાલચંદ્રનું પાટણનું સૂચિપત્ર, પૃ. ૩૭, તાડપત્ર વિભાગ.
૩૨. જિનવિજ્યજીના પ્રશસ્તિ સંગ્રહમાં પણ અજિતપ્રભસૂરિ કૃત શાંતિનાથ ચરિત્રની તાડપત્રની પ્રતની ઉપર પ્રમાણે જ પુપિકા નેંધાયેલી છે (પૃ. ૧૭૬ ). ઉક્ત પુપિકામાં કશે જ ફરક નથી. પ્રકીર્ણ પ્રસંગો,
છ૩૩. શ્રીમાલી વંશના લાછિલ ગોત્રીય વર્ધમાન શેઠ ખેરાલુમાં વસતા હતા. તેમણે સં. ૧૯૪૫ માં શ્રી આદીશ્વર ભગવાનનો પ્રાસાદ કરાશે જેની પ્રતિષ્ઠા ધર્મપ્રભસૂરિના ઉપદેશથી થઈ. વર્ધમાન શેઠે ધર્મપ્રભસૂરિના ઉપદેશથી શત્રુંજય તીર્થસંધ કાઢેલો, તથા કુલદેવીનો પણ પ્રાસાદ બંધાવેલ. સર્વે મળીને તેમણે ત્રણ કરોડ રૂપિયા ધર્મકાર્યોમાં ખયા. વર્ધમાન શેહના પૂર્વજ ગોવર્ધન શેઠ મૂળ ભિન્નભાલના હતા. ઉદયપ્રભસૂરિએ એમને પ્રતિબોધી જૈનધર્મી બનાવેલા. ભિન્નમાલને સં. ૧૧૧૧ માં ધ્વસ થતાં, તેમના વંશજ શ્રીચંદ શેઠ ત્યાંથી નાસીને તેરવાડા પાસે વડસરા ગામમાં જઈને વસેલા.
૭૩૪, ધર્મપ્રભસૂરિના સમયમાં અંચલગચ્છીય શ્રાવકોમાં કામસા ગોત્રનો ઉદ્ભવ થયો. આ ગોત્ર બહૂલ ગોત્રની જ શાખા છે. ભગ્રંથોમાંથી ઉલ્લેખ મળે છે કે બહુલ ગોત્રમાં થયેલા સોમાને પુત્ર ભુંભચ સોજતનગરના રાણે જગાને પ્રધાન હતો. તેની કુંવરી લખમદે તેના પર મોહિત થઈ અને તેને જ પરણવાની હઠ લીધી. તેણે અન્ન પાણીને ત્યાગ કરતાં રાજાએ તેને પ્રધાન સાથે પરણાવી અને સં. ૧૩૮૫ માં તેને કામસા ગામ આપ્યું, તે પછી ભુંભચના વંશજો કામસા ગોત્રથી પ્રસિદ્ધ થયા.
૭૩૫. શ્રીમાલી વંશના ગૌતમmત્રીય વર્ધમાન શેઃ અંચલગચ્છીય શ્રાવક હતા. સં. ૧૩૦૫ માં તેઓ માંડલમાં આવી વસ્યા. તેઓ ત્યાં મહ૫દે સ્થિત થયેલા હોવાથી તેમના વંશજો મહેતા ઓડકથી ઓળખાવા લાગ્યા.
૩૬. ધમપ્રભસૂરિના સમયમાં શાખાચાર્ય જયાનંદસૂરિ સં. ૧૭૮૨ માં વિદ્યમાન હતા. તેમણે એ વર્ષમાં બાડમેરમાં પરમાર વંશીય ડાંગર શાખાને સમરથ નામના રજપૂતને પ્રતિબોધ આપી જેન ધમી કર્યો. એના વંશજોએ એ તુંગરિના ઉપદેશથી પ્રતિક કાર્યો કર્યા છે, જે અંગે પાછળથી ઉલ્લેખ કરીશું.
૩૭. પદાવલીમાંથી એ ઉલ્લેખ મળે છે કે ધર્મપ્રભસૂરિ વિહરતા અનુક્રમે નગરપારકરમાં પધાર્યા, જ્યાં તેમણે પરમાર વંશીય ક્ષત્રિઓનાં નવ કુટુંબને પ્રતિબોધ આપીને જીવહિંસાના પ્રત્યાખ્યાન કરાવ્યાં. પ્રખર તપસ્વી.
છ૩૮. ધર્મપ્રભસૂરિ પ્રખર તપસ્વી હતા. મેરતુંગરિ કૃત લધુતપદીની પ્રશસ્તિમાંથી જાણી શકાય છે કે ધર્મપ્રભસૂરિ તેમના સમય કરતાં પણ અધિક ક્રિયાવાન અને વિશિષ્ટ તપસ્વી હતા, તેથી એમના ચરણોદકથી જ સર્વ વ્યાધિઓની શાંતિ થતી. તેઓ પ્રસન્નતાથી વચન ઉચ્ચારતા તેથી જ સર્વાર્થની સિદ્ધિ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com