________________
૧૯૦
અંચલગચ્છ દિગ્દર્શન ઉત્પત્તિ સંબંધક અનેક આખ્યાયિકાઓ પ્રસિદ્ધ છે. એ બધી થોડા ઘણા ફેરફારને બાદ કરતાં લગભગ મળતી જ છે. એ આખ્યાયિકાઓને સંક્ષેપ પરિચય વિરક્ષિત છે.
૮૫૫. ભદને આધારે હ. ૯. લાલન “જેન ગોત્ર સંગ્રહ માં જણાવે છે કે ઓશવાળ વંશમાં વડે ગોત્રીય આહાના દ્વિતીય પુત્ર સાજણના કાજલ, ઉજશે અને કામલ ના ત્રણ પુત્રો હતા, તથા મરઘાને ના પુત્રી હતી. કાજલશાહ ધનવાન હતા. એમના જ નગર ભૂદેધરમાં સ. ૧૩૯૮ માં શા છે તો મીઠડિયે રહેતો હતો. તેની પત્નીનું નામ નોડી હતું. તેના ભજે, ઉદય અને મે એમ ત્રણ પુત્રો હતા. કાજલશાહે પિતાની બહેન મરઘા મેઘાશાહ સાથે પરણાવી હતી. બનેવી મેઘાને કાજલે વ્યાપારાર્થે પાટણ મોકલ્યો. ત્યાંથી પાછા ફરતી વખતે મેઘે પાટણથી અતિશય પ્રભાવશાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા લાવ્યો. કાજલે ને પ્રતિમાની માગણી કરી અને પ્રાસાદ બંધાવી તે પ્રતિમાની પ્રતિષ્ટા કરવાનો વિચાર કર્યો. પણ મેઘાએ તે આપી નહીં. પ્રતિમાના પ્રભાવથી મેઘાને ધનનું નિધાન પ્રાપ્ત થયું, જે દ્વારા તેને જિનપ્રાસાદ બંધાવવાનું કામ શરુ કર્યું. મૂલ ગંજારે શિખરબંધ થયો એવામાં મેઘો મૃત્યુ પામ્યા. પછી કાજલે પોતાની બહેનને સમજાવીને પ્રાસાદ સંપૂર્ણ કરાવ્ય; શત્રુંજય, ગિરનારના સંઘે કાઢી ઘણું ધન વાપર્યું તેમજ સંઘવીપદ મેળવ્યું.
૮૫૬. ધર્મમૂર્તિસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં ગેડીઝનાં તીર્થની ઉત્પત્તિ વિશે કશે જ ઉલેખ નથી તે આપણે નોંધી ગયા. “પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ'માં આ તીર્થની ઉત્પતિ સંબંધક વિસ્તૃત કથાનક નોંધવામાં આવેલ છે. આ તીર્થ વિશે ભાવવિજયજી કૃત રાસ, નેમિવિજય કૃત ગોડીપાર્શ્વનાથ સ્તવન (રચના સં. ૧૮૧૭), કવિ રૂપ ત ગોડી પાર્શ્વનાથ છંદ આદિ પ્રાચીન રચનાઓમાંથી ઘણું જાણી શકાય છે. પરંતુ અમરસાગરસૂરિના સમયમાં વાચક લક્ષ્મીચંદ્રના શિષ્ય, લાવણ્યચંદ્ર સં. ૧૭૩૪ ની આસપાસ “શ્રી ગેડી પાર્શ્વનાથ ચઢાળિયું' રચ્યું છે તેમાંથી આ તીર્થ વિશે ખૂબ જ વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ થાય છે. એ ચઢાળિયાને ઐતિહાસિક સાર આ પ્રમાણે છે :
૮૫. પાટણમાં ઓસવંશના મીઠડિયા ગોત્રીય દેવાણંદસખાશાખીયશાહ બેતાની પત્ની નોડીએ મેઘા શાહને જન્મ આપે. મહેન્દ્રપ્રભસૂરિના શાખાચાર્ય અભયસિંહસૂરિના ઉપદેશથી મેઘા શાહે સં. ૧૪૩૨ ના ફાગણ સુદી 2 ને શુક્રવારે પાટણમાં શ્રી ગેડી પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિ કરાવી. તે વખતે મુસલમાનોના ઝનની આક્રમણના ભયને લીધે તે પ્રતિમાને સં. ૧૮૪૫ માં જમીનમાં ભંડારી દેવામાં આવી. સં. ૧૮૬૫માં હુસેનખાન નામના સરદારે પાટણ સર કર્યું. તેની સારમાં ખીલે ખેડવા જતાં તે પ્રતિમાજી પ્રગટ થયાં. પ્રતિમાની સુંદરતા જોઈ હુસેનખાન પ્રભાવિત થશે. તેની પત્ની જૈન વણિકની કન્યા હોવાથી તે પ્રતિમાનું પૂજન કરવા લાગી. આમ સં. ૧૪૭ સુધી તે પ્રતિમા હુસેનખાનના મહેલમાં જ પૂજતાં રહ્યાં.
૮૫૮. એ અરસામાં થરપારકરમાં રાગ ખેંગાર રાજય કરતો હતો. સંઘવી કાજલ રાણાને પ્રધાન હતો. મેધાશાહ પ્રધાન કાજલના બનેવી થાય. એક વખત કાજલવતીથી પાટણમાં વ્યાપારાર્થે આવેલા મેઘા શાહને અધિષ્ઠાયક દેવે સ્વપનમાં હસનખાન પાસે જિનબિંબ હોવાની વાત કરી અને સૂચન કર્યું કે તે સવા દામ આપીને મેળવવું. નાનુસાર મેઘાશાહે પ્રતિમા મેળવી લીધી. તે વખતે પાટણમાં બિરાજમાન મે-તુંગરિએ એ પ્રતિમાને જોઈને મેઘાશાહને કહ્યું કે આ પ્રતિમા તમારા દેશમાં લઈ જાઓ અને જિનપ્રાસાદ બંધાવી તેમાં પ્રરથાપિત કરો. આ પ્રભાવક પ્રતિભાથી તમારા દેશમાં અતિશયવંત મહાતીર્થ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com