________________
૧૬૦
અંચલગચ્છ દિગ્દર્શન ૭૧૬. “ જૈન ચિત્ર કલ્પદ્રુમ'માં સારાભાઈ મણિલાલ નવાબ આ ગ્રંથના ચિત્રો વિષે નોંધતા આ પ્રમાણે જણાવે છે: “ચિત્ર ૧૬૮ કાલકાચાર્ય કથાની પુષ્પિકા. કાંતિ વિ. ૨ ના પાના ૮૭ ઉપરથી આ ચિત્ર જે પ્રતમાંથી લેવામાં આવ્યું છે તે પ્રત ઘણી જ જીર્ણ સ્થિતિમાં છે કે જેના પાનાને હાથ અડાડતાં ભૂકો થઈ જાય છે, છતાં તેના સુવર્ણની શાહીથી લખેલા દિવ્ય અક્ષરો સેંકડો વર્ષો વીતી ગયાં છતાં આજે પણ જેવા ને તેવા દેખાય છે, આ પ્રતમાં કુલ ચિત્ર ૨૯ છે, જેમાંથી સંપૂર્ણ ચિત્ર બે જ હોવાથી અત્રે ચિત્ર ૧૭૦ અને ૧૭૧ તરીકે રજૂ કર્યા છે. આચાર્ય શ્રી ધર્મપ્રભસૂરિએ વિ. સં. ૧/૮ ( ઈ. સ. ૧૩૩૩) માં કાલિકાચાર્ય કથા સંક્ષેપમાં કરી તે સંબંધીની માહિતી આ પપિકા પૂરી પાડે છે.'
૭૧૭. “ચિત્ર ૧૭૦ શકસ્તવ. કાંતિ વિ. ૨ ના પાના ૭ ઉપરથી. વિસ્તૃત વર્ણન માટે જુઓ ચિત્ર ૮૭નું આ પ્રસંગનું વર્ણન. ચિત્રનું મૂળ કદ ૩ X ૩ ઇંચ ઉપરથી નાનું કરીને અત્રે રજૂ કર્યું છે. આ ચિત્રમાં મુખ્યત્વે લાલ, વાદળી, કરમજી, લીલે, કાળા અને સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલમાં બ્રાહ્મણો જેવી રીતે તિલક કરે છે તેવી જ જાતનું તિલક શક્રેન્દ્રના કપાળમાં આ ચિત્રમાં દેખાય છે. ચિત્ર ૮૭ માં સિંહાસનની રજૂઆત કરવામાં આવી નથી જ્યારે આ ચિત્રમાં સિંહાસન સુંદર ડીઝાઈનોથી શણગારેલું રજૂ કરેલું છે.”
| ૭૧૮. “ચિત્ર ૧૭૧ લક્ષ્મીદેવી. કાંતિ વિ. ૨ ના પાના ૧૭ ઉપરથી. કાગળની પ્રતમાં લક્ષ્મીદેવીનું આખું ચિત્ર કોઈ કોઈ પ્રતમાં જ મળી આવે છે. દેવીને ચાર હાથ છે. પદ્માસને બેક છે. બને હાથમાં કમળનાં ફૂલ છે; નીચેનો જમણો હાથ વરદ મુદ્રાએ તથા ડાબા હાથમાં ફળ રાખેલું છે; ઉપરના હાથમાંના બન્ને કમળ ઉપર એકેક હાથી અભિષેક કરવા માટે સૂંઢ ઊંચી રાખીને ઉભો રહેલો ચીતરેલું છે. દેવી વિમાનમાં બેઠેલી છે, વિમાનની ઉપરના ભાગમાં બન્ને બાજુ એકેક મેર છે, વળી તેણું વસ્ત્રાભૂષણોથી સુસજિત છે. ચિત્રની જમણી બાજુના હાંસીઆમાં તેનું સ્ટફન એવું નામ લખેલું છે.” (ચિત્ર વિવરણ, પૃ. ૧૫૭).
૭૧૯, ભારતીય સ્થાપત્ય કલાની જેમ જ, ભારતીય ચિત્રકલાના ઉન્નતિપૂર્ણ વિકાસમાં જેને ફાળો અદ્વિતીય રહ્યો છે. એ વાત આવી સચિત્ર પ્રતોથી પ્રતીત થાય છે. પ્રાચીન ચિત્રકળાના ઉત્કૃષ્ટ નમૂનાઓ જૈન સાહિત્યની આવી સચિત્ર પ્રતો પૂરી પાડી શકે એમ છે. વર્તમાનમાં ક૯પસૂત્રનું વાંચન સંપૂર્ણ આદરથી કરવામાં આવે છે. એટલે જૈનએ એ પવિત્ર સૂત્રને સ્વર્ણરજતાદિ મૂલ્યવાન દ્રવ્યોથી સુસજિજત કરાવી લખાવ્યાં અને તેમાં વિષયાનુકૂલ ચિત્રો પણ અંકિત કરાવ્યાં. આવી પ્રતો ભારતમાં જ નહીં, દરિયાપારના દેશોમાં પણ આદરણીય સ્થાન ધરાવે છે. ઉદાહરણ ધર્મપ્રભસૂરિની “કાલિકાચાર્ય કથા'ની પ્રત ઈન્ડિયન ઓફિસની લાયબ્રેરીમાં વિદ્યમાન છે જેના પરથી સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન લોયમેને તેનું સંપાદન કર્યું. એજ ગ્રંથની બીજી એક પ્રત બલિનના અમૂલ્ય સંગ્રહમાં પણ સુરક્ષિત છે, જેમાં અંતિમ ચાર આર્યા નથી, જે બહુધા સમયસુંદરના ખ્યાલ બહાર જ હતી.
૭૨૦. ડૉ. જહોનેસ કલાટની નોંધના આધારે જ ઉક્ત બાબતો પર પ્રકાશ પાડી શકાય છે, એટલે તેને પરિચય અહીં અભીષ્ટ છે :
He composed a Kalikacharya-Katha in the year ankashtayaksha 1389, See Jayasoma's Vichararatna-Samgraha (Jacobi's Ms. f. 57a ) and Samayasundara's Samacharisat. (my own Ms. f. 58a, 1, 1. see
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com