________________
ઉપદે
અચલગચ્છ દિગ્દર્શને ધાર્મિક ક્ષેત્રે પણ એના વિપરિત પડઘા પડ્યા. એ વખતની સળગતી સમસ્યાઓથી કોઈ પણ ક્ષેત્ર અપૃસ્ય રહી શકે એ શક્ય જ નહોતું. દેવેન્દ્રસિંહ સૂરિનું સ્વર્ગગમન
- ૬૯૫. પટ્ટાવલીમાં જણાવવામાં આવ્યું છે કે દેવેન્દ્રસિંહસૂરિ સં. ૧૩૭૧માં ધર્મપ્રભસૂરિને પોતાની પાટે સ્થાપીને માગશર સુદી ૧૩ ના દિવસે સ્વર્ગે ગયા. ત્યાંના સંઘે ત્યાં સરોવરના કિનારે સ્તૂપ બંધાવીને તે પર તેમના ચરણોની સ્થાપના કરી.
૬૯૬. પાટણમાં તેઓ હતા તેના અનુસંધાનમાં ઉક્ત ઉલ્લેખ હેઈને દેવેન્દ્રસિંહસૂરિ પાટણમાં જ પંચત્વ પામ્યા હશે એમ કહી શકાય. આપણે જોયું કે મુનિ લાખા કૃત ગુરુ પટ્ટાવલીમાં પણ એમનાં સ્વર્ગારોહણ સ્થળ તરીકે પાટણનો જ નિર્દેશ છે. ડો. કલાટ, ભીમશી માણેક તથા મો. દ. દેશાઈ આદિ વિદ્વાનો પણ એજ મતના છે. કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુરાસમાં સ્પષ્ટ નિર્દેશ કરે છે કે : “અણહિલ પુરિ એકુતરએ, પામિઉં સુરપુરિ હાઉ. ૭૮. આ ઉલ્લેખ પરથી ચોક્કસ થાય છે કે દેવેન્દ્રસિંહસૂરિ સં. ૧૩૭૧ માં અણહિલપુર પાટણમાં જ સ્વર્ગસ્થ થયા.
૬૯૭. . પિટર્સને તેમના સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ, સને ૧૮૮૬–૯૨ ની પ્રસ્તાવનામાં દેવેન્દ્રસિંહસૂરિનું સ્વર્ગગમન પાલણપુરમાં થયું હોવાનું માને છે તે અસ્વીકાર્ય છે. એમની નોંધ પરથી જ પં. હી. હં. લાલને જૈનધર્મને ઇતિહાસ તૈયાર કર્યો હોઈને તેમણે પણ પ્રો. પિટર્સનનું મંતવ્ય સ્વીકારી લીધું છે. એ સિવાય, દેવેન્દ્રસિંહસૂરિ પાલણપુરમાં સ્વર્ગસ્થ થયા એવી નોંધ કોઈ પણ ગ્રંથમાંથી પ્રાપ્ત થતી નથી. પ્રાચીન પટ્ટાવલીઓમાં અણહિલપુર પાટણનું સૂચન હોઈને એ સ્થળ જ સ્વીકાર્ય છે.
૬૯૮. કવિ અને વ્યાખ્યાનકાર તરીકે સર્વત્ર પ્રસિદ્ધિ પામેલા અંચલગચ્છના આ પટ્ટધર વિષે વિશેષ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી, તેમજ તેમણે રચેલા ગ્રંથો પણ આજે તો ઉપલબ્ધ રહી શક્યા નથી, એ દુઃખને વિષય છે. એમના સમયના લક્ષણો વિષે પણ આપણે જોયું. એ અશાંત યુગમાં આ હૃદયસ્પર્શી કવિ અને વ્યાખ્યાનકારની વાણી સાંભળી અનેકે સાંત્વન અનુભવ્યું હશે. એમની વાણું અનેકની પ્રેરણાને વિષય પણ બની હશે વિગેરે કલ્પનાઓ કરી શકાય છે. મુનિ લાવણ્યચંદ્રની પટ્ટાવલીમાં દેવેન્દ્રસિંહસૂરિ વિષે આ પ્રમાણે ઉલ્લેખ છે. સદા નવ હજુતા પદાવલીઓ તથા શિલા પ્રશસ્તિઓમાં પણ એમનાં “કવિચક્રવતી' બિરુદને ઉલેખ છે. શત્રુ ગિરિપરના શ્રી ચંદ્રપ્રભ જિનાલયની દેવસાગરજીએ રચેલી શિલા પ્રશસ્તિમાં એમને સદgવોલિટઢોલામાળ્યા કહ્યા છે. મેરૂતુંગરિ રચિત લધુતપદીની પ્રશસ્તિની વિગત પણ ખૂબ જ વિશ્વસનીય છે. આ બધાં પ્રમાણ પરથી દેવેન્દ્રસિંહરિનાં વ્યક્તિત્વનો પરિચય કરી શકાય છે. એમની વ્યાખ્યાન સભા આચાર્યો, ઉપાધ્યાય અને પંડિતથી ભરાઈ જતી, અન્ય શ્રોતાઓને ત્યાં બેસવાની જગ્યા પણ રહેતી નહીં વિગેરે ઉલ્લેખ આ પટ્ટધરની અસાધારણ શક્તિઓને આપણને પરિચય કરાવે છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com