________________
૧૪૨
અચલગચ્છ દિગ્દર્શન ચડાવ્યો છે, કેમકે એ દ્વારા જ જૈનધર્મના ઉદાત્ત સિદ્ધાંતોને તેની પ્રજામાં સવિશેષ પ્રચાર થઈ શક્યો, તેમ જ રાજ્ય–ફરમાન દ્વારા અમારિ--પડહની ઉદ્દઘણા કરાવવાનું કાર્ય પણ શક્ય બની શકયું. જૈન તીર્થ સુવર્ણગિરિ અને જાવાલિપુર
૬૨૩. પ્રાચીન ચિત્યવંદન, સ્તોત્ર, કાત્રિશિકાઓમાં એક અથવા બીજા નામથી સુવર્ણગિરિ તીર્થના ઉલ્લેખો મળી રહે છે. આબૂના “લૂણિગવસહિ” ચિત્યની પરિક્રમાની ૩૮ મી દેવકુલિકાના સં. ૧૨૯૬ ના શિલાલેખમાંથી આ પ્રમાણે ઉલ્લેખ મળે છે. જ્ઞાસ્ટિ, 2 લીવર શ્રી પાર્શ્વનાથ ઝાલ્યાં અષ્ટાપદ મળે તોય જ. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સુવર્ણગિરિતીર્થ જાવાલિપુરની પાસે હતું.
૬૪. જાલેરના તોપખાનામાંથી મળી આવતા એક શિલાલેખમાંથી પણ એ માન્યતાને પુષ્ટિ આપનાર પ્રમાણે મળી રહે છે : સંવત્ ૨૨૨૨ શ્રી નાથઢિપુર જ્ઞાતિહિર... આ લેખમાં કહેવામાં આવ્યું છે કે સં. ૧૨૨૧ માં જાવાલિપુરના કાંચનગિરિગઢ ઉપર હેમચંદ્રાચાર્ય પ્રતિબંધિત ગૂર્જરાધીશ્વર ચૌલુક્ય મહારાજા કુમારપાલદેવે “કુમારવિહાર' નામનું શ્રી પાર્શ્વનાથભગવાનનું ચય કરાવ્યું, ઈત્યાદિ.
૬૨૫. મુનિ લાખા કૃત ગુરુપદાવલીમાં પણ અજિતસિંહમુરિનું ગહેશપદ “નવપુજે નિત્તે માં થયું એ અંગે ઉલ્લેખ આપણે જોઈ ગયા. મેરૂતુંગરિકૃત લઘુશતપદીની પ્રશસ્તિમાં પણ રાજા સમરસિંહને જાવાલિપુરને રાજા કહ્યો છે એ બાબત આનુષંગિક પ્રસંગો સાથે પણ આપણે થોડાક વિસ્તારથી જોઈ ગયા.
૬૨૬. ફાર્બસ રાસમાલાના ગુજરાતી ભાષાંતરકાર દી. બા. રણછોડભાઈ જાવાલપુરને આજનું જબલપુર હોવાનું માને છે, કેટલાક ગ્રંથકારો સિરોહી રાજ્યમાં આવેલા જાવાલને પણ ઓળખાવે છે. પરંતુ ઉપર્યુક્ત પ્રમાણોને આધારે આ બંને મત કઈ રીતે ગ્રાહ્ય થઈ શકે તેમ નથી. વસ્તુપાલ ચરિત્રના ઉલ્લેખથી આ વાત સિદ્ધ થાય છે કે જાવાલિપુર મારવાડ અંતર્ગત હતું અને તે ચૌહાણ રાજા ઉદયસિંહની રાજધાનીનું શહેર હતું. જાવાલિપુર એ આજનું જાલેર અને તેની પાસેનો સુવર્ણગિરિ તે આજનું સેવનગઢ પર્વત. આ વાતની પ્રતીતિ કરાવતા જાલેરના અનેક શિલાલેખો મોજુદ છે જેમાં જાવાલિપુરનો ઉલ્લેખ છે.
૬૨૭. મેરૂંગસૂરિ “વિચારશ્રેણિ'માં રાજા નાહડના રાજ્યકાલનું વર્ણન કરતાં લખે છે કે નાહડ રાજાના વખતમાં નવાણું લાખ રૂપિયાની મિલ્કત ધરાવનારાઓને પણ જ્યાં રહેવાનું સ્થાન નહોતું મળતું એવા જાલેરની પાસેના સુવર્ણગિરિ પર્વતના શિખર ઉપર “ યક્ષવસતિ” નામને મહાવીર સ્વામીને મહા પ્રાસાદ તૈયાર થશે. મહેન્દ્રસિંહમૂરિકૃત “અષ્ટોતરી' ગાથા ૮૬-૮૭ માં જાલેર અને સુવર્ણગિરિનું સુંદર વર્ણન છે.
૨૮. સ. ૧૬૫ માં રચાયેલી “જલરનગર પંચ જિનાલય ચૈત્ય પરિપાટી માં કવિ નગાગણિ નેધે છે કે લક્ષ્મીના ભંડાર જેવું જાલેરનગર સેવનગિરિની પાસે શોભી રહ્યું છે.
ર૯. સેવનગિરિનાં મંદિરના પ્રતિમાલેખેથી એ પણ જાણી શકાય છે કે જાલેરનગરના સુવર્ણ ગિરિગઢ ઉપર સં. ૧૬૮૩ માં રાજા ગજસિંહજીના શાસનકાલમાં મુહણત મંત્રી જયમલે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com