________________
અંચલગચ્છ દિગ્દર્શન મંત્રીની સાથે રહ્યા તે દશા કહેવાયા. આ માન્યતા કેટલી હદે સ્વીકાર્ય છે તેનો નિર્ણય કરવો કઠિન છે. અલબત્ત, એ અંગેની ચર્ચા પણ અહીં અપ્રસ્તુત છે. પ્રશ્ન એ છે કે ઉક્ત સંધ કાર્યમાં બેહડી સંઘવીએ મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલના પક્ષમાં રહીને કોઈ પ્રશસ્ય કાર્ય પાર પાડવું હોવું જોઈએ, જેનાં ફળસ્વરૂપે એમને “સંધનરેન્દ્ર'નાં માનવંતા બિદ્ધથી અભિષિક્ત કરવામાં આવ્યા હોય.
૪૧૬. ડુંગરિ ઉપરાંત કવિવર કાન્હ પણ “ગચ્છનાયક ગુરુરાસ માં બેહડીના “સંઘનરેન્દ્ર બિરદ અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરે છે– બહડિ સંધનરાહિંયે ખીમિલિ.” આ પરથી એ પણ ચોક્કસ થાય છે કે બેહડી ખીમલી ગામનો વતની હતા. ધમધેપમૂરિએ પ્રતિબોધ આપીને જૈન ધમાં કરેલા અને પાછળથી માના બિરુદ પામેલા આ સમર્થ શ્રાવક વિષે આથી વિશેષ જાણી શકાતું નથી. બ્રાહ્મણને ઓશવાળ જ્ઞાતિમાં પ્રવેશ.
૪૧૭. આ અગાઉ આપણે જોઈ ગયા કે બહુધા રાજપૂતે જ જૈનધર્મ અંગીકાર કરી ઓશવાળ જ્ઞાતિમાં સમ્મિલિત થયા. અનેક ગાના આચાર્યોએ પણ આ દિશામાં પ્રશસ્ય કાર્ય કર્યું અને પરિણામે ઓશવાળ સૃષ્ટિ વિસ્તરતી રહી. પાછળથી બ્રાહ્મણોએ પણ જૈનાચાર્યોને ઉપદેશથી જૈન ધર્મ અંગીકાર કરી ઓશવાળ જ્ઞાતિમાં પ્રવેશ કર્યો. ધર્મસૂરિએ અનેક બ્રાહ્મણોને પ્રતિબંધ આપી જૈનધમી કર્યા અને તેમને આ જ્ઞાતિમાં પ્રવિષ્ટ કર્યા. ઉદાહરણથે દેવાણંદસખા ગોત્રના તથા તેની પેટા શાખાઓ– ગોસલીઆ, ગેડી, ચોથાણી, વીસલાણી, હીરાણી, દેસલાણી, ભુલાણી, કોકલિયા, મૂલાણી, થાવરાણી ઇસ્યાદિના વંશજે મૂળ બ્રાહ્મણ જ્ઞાતિના હતા એમ અનુકૃતિ દ્વારા જાણી શકાય છે.
૪૧૮. ગંગાના કિનારાના મુકતસગઢમાં નાગરજ્ઞાતિના બ્રાહ્મણે એ અરસામાં કરવત મૂકવાનો વ્યવસાય કરતા હતા. અનેક દુઃખી લોકો આ પવિત્ર સ્થળમાં, પિતાની આકાંક્ષા મુજબનું જીવન પ્રાપ્ત કરવા, કરવત મૂકાવી ઈહ લેક અને ઈહિ જીવનને ત્યાગ કરતા હતા. સં. ૧૨૫૨ અથવા સં. ૧૨૫૫ માં ધમષસૂરિ વિહરતા એ પ્રદેશમાં પધાર્યા. કરવત મૂકવા સંબંધમાં વાત સાંભળી તેઓ પારાવાર દુઃખિત થયા. આવી માનવ હિંસા ન આચરવા લોકોને તેમણે ઉપદેશ આપ્યા. દિનકર ભટ્ટને આચાર્યનો ઉપદેશ રૂગ્યો અને તેણે સ્વેચ્છાએ એ અનીષ્ટ ધંધો પડતો મૂકીને કુટુંબ સહિત જૈનધર્મને સ્વીકાર કર્યો.
૪૧૯. કહેવાય છે કે ધર્મઘોષસૂરિને ત્યાંના બ્રાહ્મણોએ ચમત્કાર દેખાડવાનું કહ્યું. આચાર્યે તેમને ચમત્કાર દેખાડ્યો અને સૌએ કરવત મૂકવાનો ધંધે છોડીને જૈન ધર્મ અંગીકાર કર્યો. પંડિત લાલન
જૈન ગોત્ર સંગ્રહમાં નોંધે છે કે ઉપરા ઉપર ૧૦૮ કામળીઓ ઉપર ધમધમૂરિ પદ્માસનસ્થ બેઠા, અને નવકારાવલીને એક એક મણકે ફેરવતા ગયા. મણકે ફેરવતી વખતે એક એક કામળી કાઢવામાં આવતી. નવકારાવલીના ૧૦૮ મણકા ગણાઈ ગયા અને ૧૦૮ કામળીઓ કાઢી લેવામાં આવી, છતાં આચાર્ય આધારરહિત દશામાં-એની એજ સ્થિતિમાં રહ્યા.
૪૨૦. દિનકર ભટ્ટની સાથે તેના પુત્રો, પ્રભાકર, ગોવિંદ, ગવર્ધન, ગોકલચંદ, પુણ્યચંદ તથા અન્ય બ્રાહ્મણે પણ જૈન ધમી થયા. બ્રાહ્મણ જ્ઞાતિએ એ બધાને જ્ઞાતિ બહિષ્કૃત કરતાં, સં. ૧૨૬૧ માં આચાર્યે દિલ્હીને સંધ એકત્રિત કરીને એ બધાને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવી દીધા. આમ, એશવાળ સષ્ટિમાં નવોદિત બ્રાહ્મણ જેનેને પણ કાલક્રમે પ્રવેશ મળે.
૪૨૧. દિનકર ભટ્ટની ત્રીજી પેઢીએ થયેલા બાપણુંદના દેવાણંદ, તથા દેવાણંદના રામા, રામચક
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com