________________
૧૨૪
અંચલગ છ દિગ્દર્શન મારી રોગથી મૃત્યુ પામ્યાં. તેથી તેના કાકા હાકે તેનું પાલન પણ કર્યું. એક વખત વલભી શાખાના ગુણપ્રભસૂરિ ત્યાં પધાર્યા તેમને સનારૂપાની પાલખીયુક્ત આડંબર જોઈને હરાકે વિચાર્યું કે આ સિંહજીને ગુરુને સ્વાધીન કરી દઉં તે તેની બધી મિલ્કત મને મળી જાય. પિતાના વિચાર અનુસાર તેણે બાળકને ગુણપ્રભસૂરિને સેંપી દીધો. ગુરુએ હરાકને એકસો સોના મહોરો પણ આપી. તે પછી બાળક આઠ વર્ષ થતાં તેને સ. ૧૨૯૧ માં દીક્ષા આપવામાં આવી અને તેનું નામ સિહપ્રભ રાખવામાં આવ્યું. જુઓ:
अथ दैवयोगेन पंचवार्षिकमेव तं सुतं मुक्तवांतन्मातापितरौ मारीतो मरणं प्राप्य देवलोकं गतौ । अथ स निराधारः सिंधजित्तस्य पितृव्येन हराकेण स्वपार्वे स्थापितः। इतः श्री वल्लभीगच्छाचार्याः श्री गुणप्रभसूरय स्तत्रैकदा समायाताः । तेषां रूप्यसुवर्णनिर्मित शिबिकादि महाडंबरं दृष्टवा हराकेण चिंतितं । एन सिंधजितमस्मै गुरवे समर्पयामि । यथा तद् गृहादिकं मम स्वाधीनं भवेत् । इति विचिंत्य स एकदा तं सिंधजितं स्वसाथै समादाय तेषां श्री गुणप्रभसूरीणां वंदनार्थ तदुपाश्रये ययौ। गुरुभिः पृष्टेन तेन हराकेण सिंधजितः स्वरूपं तेषामग्रे निवेदितं । गुरुभिरपि तस्मै शतैकसौ वर्णिकानर्पयित्वा स सिंधजिद् गृहीतः । ततो गुरुभिरष्टवार्षिकाय तस्मै सिंधजिते १२९१ संवत्सरे दीक्षा दृत्ता । सिंहप्रभ इति च तस्याभिधानं दत्तं ।
પદાવલીમાં નિર્દેશિત વિધાન અન્ય પ્રમાણોથી આધારરહિત કરે છે. સિંહપ્રભસૂરિ મહેન્દ્રસિંહમરિના શિષ્ય હોવાનું આધારગ્રંથોથી પ્રમાણિત થાય છે. ભાવસાગરસૂરિ “ગુર્નાવલી માં સિંહપ્રભસૂરિએ મહેન્દ્રસિંહસૂરિ પાસે દીક્ષા લીધી હતી એ વિષે સ્પષ્ટ ઉલ્લેખ કરે છે
ચારિત્ત ગહિઊણું ગુરુ પાસે સત્ય અત્યં ચ,
સિંહ૫હ નામેણય બુધ્ધીએ ભટ્ટ વિજિયા. ' પર ૫૫૪. પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ એમને મહેન્દ્રસિંહસૂરિના શિષ્ય તરીકે જ ઓળખાવ્યા છે. પ્રો. પિટર્સન, પિતાના સંસ્કૃત હસ્તપ્રતે વિષયક અહેવાલ, સને ૧૮૮૬–૯૨ માં એમને વિષે આ પ્રમાણે નોંધ
: Sinhaprabha suri:- Mentioned as pupil of Mahendrasinha and guru of Ajitasinha-suri in the Anchala gachchha. 3, App. p. 320, In the Ancha. lagachchha pattavali the following dates are given for this writer: born, Samvat 1283; diksha, Samvat 1291; acharyapada, Samvat 1309; died Samvat 1313.
છે. જહોનેસ લાટની નોંધ પણ અહીં ઉલ્લેખનીય છે. જુઓ :
Sinhaprabha-Suri. son of sreshthin, Arisinha in Vija-pura and of Pritimati, born Samvat 1283, diksha 1291, acharya and gachchhanayak 1909 (Mer. 1308); + 1313, 30 year old.
૫૫૫. મેતુંગમુરિત લઘુશતપદીમાંથી એવો ઉલેખ પ્રાપ્ત થાય છે કે સિંહપ્રભસૂરિના જ્યેષ્ઠ બંધુ દીક્ષા લેવાને વિચાર ધરાવતા હતા પરંતુ દીક્ષા લેતી વખતે અચકાતા હતા. તે વખતે ઢીલ થતાં
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com