________________
૧૦૦
અંચલગચ્છ દિગ્દર્શન પ્રાચીન પદાવલીમાંથી આ પ્રમાણે ઉલ્લેખ મળે છે. વિ. ૨૨૩૬ મદિમાવી પથ્ય ઘતિષ્ઠા ઘોષસૂરિ ૧૭ મી શતાબ્દીમાં અચલગચ્છની ઉક્ત પટ્ટાવલી કોઈ અજ્ઞાન કર્તાએ લખી છે. આ ઉપરથી જાણી શાકાય છે કે સં. ૧૨૩૬ માં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિક ધર્મ દેવસૂરિના ઉપદેશથી થઈ. શક્ય છે કે આ પ્રતિમાની પ્રતિષ્ઠા કોઈ અન્ય સ્થાને થઈ હોય અને પછી મહેમદાવાદમાં તે પ્રતિમાની પુનઃ પ્રતિ થઈ હોય, કેમકે ધર્મઘોષમુરિના વખતમાં મહેમદાવાદનું અસ્તિત્વ સંભવતું નથી. ધમધષસૂરિના વિહાર પ્રદેશ
૪૫૩. ધર્મસૂરિ વિહાર પ્રદેશ પણ જયસિંહસૂરિના વિહાર પ્રદેશ જેટલે જ વિસ્તૃત છે. ભાવસાગરસૂરિ એમના વિહાર પ્રદેશને સૂચિત કરતા “વીરવંશ ગુર્વાવલી ”માં નોંધે છે કે ભવિજનોને પ્રતિબોધ આપતા ધમપસૂરિ ગુજરાત, સિંધ, માળવા, મહારાષ્ટ્ર, મરુ, સૌરાષ્ટ્ર ઈત્યાદિ પ્રદેશમાં વિચર્યા
ગુજજર સિંધુ સવા લાખ માલવ સરહદ્ર મસ્વ સર;
વિહરત સિરિ નયણે ભવિયણ પડિહેણ પત્તો. ૨૯ ૫૪. આ ઉપરાંત તેઓ ઉત્તર ભારતના પ્રદેશોમાં વિચર્યા હતા, જે સંબંધે આપણે ઉલેખ કરી ગયા. ઉત્તર ભારતમાં ધમપરિએ કરવત મૂકવાના અધમ વ્યવસાય આચરતા ઘણા લોકોને અહિંસા ધમને ઉપદેશ આપી જૈન ધર્મનો સ્વીકાર કરાવ્યા. એ બધા પ્રદેશોમાં આચાર્ય વિર્યા અને સુંદર ધર્મપ્રચાર કર્યો, જે અંગે આપણે દૃષ્ટિપાત કરી ગયા. ભાવસાગરસૂરિના જણાવ્યા પ્રમાણે આચાર્ય મહારાષ્ટ્રમાં પણ વિચર્યા હતા, પરંતુ દુર્ભાગ્યે એમના એ પ્રદેશના વિહાર સંબંધમાં કંઈ જાણી શકાતું નથી.
૪૫૫. એ બધા પ્રદેશ ઉપરાંત ધમધેસરિ કચ્છ પ્રદેશમાં પણ વિચર્યા હતા. પદાવલીના આધારે કચ્છ તે આચાર્યની મૃત્યુભૂમિ છે, જે અંગે હવે પછી ઉલ્લેખ કરીશું. અલબત્ત, પટ્ટાવલીનું વિધાન સંશોધનીય છે. ધર્મઘોષસૂરિના આટલા વિસ્તૃત વિહાર પ્રદેશ ઉપરથી કહી શકાય કે એમના જેટલા સુદૂર અને વિવિધ પ્રદેશમાં અપ્રતિત વિચરનાર અંચલગચ્છમાં ભાગ્યે જ પાંચેક આચાર્યો હશે. વિદાય
૪૫૬. અંચલગચ્છના આ પ્રભાવક પટ્ટધર સં. ૧૨૬૮ માં ૬૦ વર્ષની ઉમરમાં કાળધર્મ પામ્યા. પદાવલીના ઉલેખ પરથી જાણી શકાય છે કે લાભજીએ આચાર્યને આગ્રહપૂર્વક ડાણ ગામમાં તેડાવ્યા. લાલજી પ્રભૂતિ સંઘે તેમની ભારે સેવા કરી. આચાર્ય અંતિમ ચાતુર્માસ ડેણમાં જ રહ્યા. ત્યાં તેમના ઉપદેશથી ઘણું ધર્મકાર્યો થયાં. પિતાના પાટ પર મહેન્દ્રસિંહસૂરિને પ્રસ્થાપિત કરી તેઓ કચ્છના એ ગામમાં જ સં. ૧૨ ૬૮ માં ૫૮ વર્ષની ઉમરે કાળધર્મ પામ્યા. લાલણજીએ ચંદનકા વડે તેમના શરીને અગ્નિસંસ્કાર કરીને તે જગ્યાએ તળાવને કિનારે એક દેરી બંધાવીને તેમાં ધર્મઘોષસૂરિની તથા પિતાના ઉપકારી આચાર્ય જયસિંહસૂરિની ચરણપાદુકાઓ સ્થાપી. પટ્ટાવલીનું વિધાન સંશોધનીય છે.
૫૭. ધર્મસુરિનું મૃત્યુ સ્થળ ડેણ ગામ નહીં પરંતુ તિમિરપુર છે. તેમજ સં. ૧૨૬૮ માં ૬૦ વર્ષનું આયુ પાળીને આચાર્ય અણુસણપૂર્વક દેહાવસાન પામ્યા ઈત્યાદિ હકીકતો ભવસાગરસૂરિ કૃત ગુવલીમાંથી આ પ્રમાણે સૂચિત થાય છે ?
સિરિ ધમ્મસૂરી સક્રીય વરીસ ચ પાલિયં આઉં;
અડસઈ તિમિરપુરે સુરભુવણું અણુસણે પત્ત. ૧૩૪ કવિવર કાન્હ ઉકત હકીકતને પુષ્ટિ આપતા “ગચ્છનાયક ગુરુરાસમાં કહે છે કે –“પહુતઉ પહુ અણુસણ સહીય ગઈ અમર વીમાણી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com