________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
૧૮ ૯ ૪૯૧. રેહડ ગામના રહેવાસી, કટારિયા ગોત્રીય શ્રીકરણના પુત્ર વિરજીએ સં. ૧૨૯૬ માં રત્નપુરમાં મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી શ્રી શાંતિનાથજીનું જિનમંદિર બંધાવ્યું, શત્રુંજયને સંધ કાઢ્યો તથા ધર્મકાર્યોમાં સર્વે મળી સાત લાખ પીરોજી ખરચી.
૪૯૨. લોઢાયણગોત્રીય શ્રેણી નરદેવ અચલગચ્છીય શ્રાવક હતા. ભિન્નમાલા નાશ થવાથી તેઓ નાસીને પાટણમા જઈને વસેલા. સં. ૧૨૯૫માં એના વંશજ શ્રેણી ના પાટડીમાં જઈ વસ્યા તેથી તેઓ પાટલીઆ એડકથી પ્રસિદ્ધ થયા.
૪૯૩. સં. ૧૨૮૨ માં થયેલા વીજલોત્રીય વછરાજ, વિજય તથા જાદવ નામના અંચલગચ્છીય શ્રાવકોએ અર્ધલક્ષ દ્રવ્ય ખર્ચીને શત્રુંજયની યાત્રા કરી સંઘવીપદ મેળવ્યું, તથા દાનશાળા કરવી. આ વંશમાં કાકરેચીમાં થયેલા ધારા તથા ધનરાજ શેઠે એક લાખ દ્રવ્ય ખરચીને શ્રી ઋષભદેવપ્રભુનો પ્રસાદ કરાવ્યો, જેની પ્રતિષ્ઠા જિનેન્દ્રસૂરિએ કરી. તેમણે એક વાવ તથા દાનશાળા કરાવી ઘણું દ્રવ્ય ખરચ્યું.
૪૯૪. સં. ૧૨૯૬ માં ગૌતમગાત્રીય રીડાના પુત્ર જેવા શાહે શંખેશ્વરજીના જિનપ્રાસાદનો જીર્ણો. દ્ધાર કરાવ્યો. આ વંશમાં વાસરડાના રહીસ પર્વતે પુનર્લગ્ન કરવાથી તેના વંશજો દશા થયા હોવા અંગે ભટ્ટ-ગ્રંથોમાં ઉલ્લેખ છે.
૪૯૫. વાસણ ગામમાં પ્રાગ્વાટ જ્ઞાતિના પાપ–પારાયણ ગોત્રીય કોણ નામના અંચલગચ્છીય શ્રાવકે શ્રી શાન્તિનાથ પ્રભુની પ્રતિમા ભરાવી અને તેની પ્રતિષ્ઠા સં. ૧૨૮૫ માં કરાવી. શ્રમણ-પરિવાર
૪૬. મહેન્દ્રસિંહસૂરિના શિષ્ય પરિવાર સંબંધમાં જાણી શકાતું નથી. પરંતુ પટ્ટાવલીઓને આધારે તે વખતના શ્રમણ-પરિવાર અંગે કેટલીક છૂટી છવાઈ બાબતે પ્રકાશમાં લાવી શકાય છે. અંચલગચ્છનાં સાધુ-સાધ્વીઓની તત્કાલીન સંખ્યાનો પ્રાચીન ગ્રંથમાં ક્યાંયે ઉલ્લેખ પ્રાપ્ત થતી નથી. ભાવસાગરસૂરિ કૃત ગુર્નાવલીમાં એવો ઉલ્લેખ છે કે મહેન્દ્રસિંહસૂરિ સેળ સાધુઓના પરિવાર સાથે વિઉત્તડગિરિ પધારેલા
તપેય મહિંદસિંહો વિહરત સોલ સાહુ પરિવરિઓ,
વિઉત્તગિરિ પત્તો સંઘક્યાડંબરો બહુ. ૩૫ ૪૭. બેવકૃણ નગરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં જિનાલયમાં મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી ભીમ નામના રાજાએ શ્રી પાર્શ્વપ્રભુની સ્તુતિ કરી, તે વખતે એક એક કાવ્યથી સેળ સાધુઓએ ભગવાનની ભક્તિ કરી; એમ ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નોંધે છે: “ઈગ ઈગે કણ ક્યા સલસ સાહિં ભત્તીએ.”
આ ઉપરથી કહી શકાય છે કે અચલગચ્છીય શ્રમણ પરિવાર વિશેપ હશે. અલબત્ત, આયરક્ષિતસૂરિ અને જયસિંહસૂરિના પટ્ટકાલ દરમિયાન જે શ્રમણ સંખ્યા હતી, એટલી હોવાનો સંભવ તે નથી જ. એટલી સંખ્યા તો એ પછી કોઈ પણ વખતે જોવા મળતી નથી, છતાં મહેન્દ્રસિંહસૂરિના પદકાલ દરમિયાન ઘણી સારી સંખ્યા હોવી જોઈએ. નહીં તે એકી સાથે ૧૬ સાધુઓ વિચરી શકે પણ નહીં.
૯૮. મેરતુંગરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં એવો ઉલ્લેખ છે કે મહેન્દ્રસિંહસૂરિના રૂપચંદ્ર આદિ તેર શિષ્ય હતા, કિન્તુ આ વિધાન બ્રાન્ત છે. આચાર્ય પોતે સોળ શિષ્યો સાથે વિહરતા હોવાને ઉલેખ ઉપલબ્ધ હોઈ ને તેમનો તેર જ શિષ્યોને પરિવાર હેય એ વાત સ્વીકારી શકાય એવી નથી. એ ઉપરાંત, તે વખતે અંચલગચ્છની કેટલીક શાખાઓનું અસ્તિત્વ પણ સંદિગ્ધ રીતે જાણી શકાય છે; જેમાંની લાભ શાખાના સાધુઓ વિશે હવે પછી ઉલ્લેખ કરીશું. એ શાખાઓના સાધુઓને પરિવાર પણ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com